ખબર

અમદાવાદ ઉદેપુર હાઇવે પર ભૂલથી પણ ન જતા કારણકે…

કોરોના વાયરસના કારણે લગાવવામાં આવેલા લોકડાઉન બાદ હવે છૂટછાટો મળવા લાગી છે ત્યારે ગુજરાતીઓ હવે ગુજરાત બહાર પણ જવા લાગ્યા છે. પરંતુ આ દરમિયાન તમે જો ઉદેપુર રાજસ્થાન તરફ જવાનું વિચારી રહ્યા હોય તો થોડાં ચેતી જજો કારણ કે રાજસ્થાનમાં શિક્ષણ ભરતીમાં અનામતની માંગણીને લઈને છેલ્લા 10-12 દિવસથી રાજસ્થાનના નેશનલ હાઈવે 8 પાસે કાંકરી ડુંગર ઉપર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. જે અંતર્ગત ગુરુવારના રોજ આ વિરોધ પ્રદર્શને આક્રમક અને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

Image Source

રાજસ્થાન થઇ રહેલા આ આંદોલનની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતના આદિવાસી વિદ્યાર્થીઓ દ્વારા પણ આ આંદોલનને સમર્થન આપવામાં આવ્યું છે.  જેના કારણે શામળાજી હાઇવે ઉપર ગત મોડી રાત્રે હજારો લોકો વિરોધમાં ઉતરી આવ્યા હતા. અને ચક્કાજામ કર્યો હતો.

Image Source

આ દરમિયાન અરવલ્લી પોલીસ પણ ઘટના સ્થળે ઘસી આવી હતી અને આંદોલનકારીઓને હિંસા કરતા અટકાવ્યા હતા. ગઈકાલે રાજસ્થાનમાં કાંકરી ડુંગરી પાસે હિંસા થઈ હતી. આ પથ્થરમારામાં 4થી પણ વધારે ગાડીઓ સળગાવી દેવામાં આવી હતી. તો રાજસ્થાનમાં અનામત આંદોલનનો મામલામાં અમદાવાદ-ઉદેપુર હાઇવે ગત રાત્રિથી બ્લોક કરાયો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.