ખબર

દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 41 હજાર કેસ, જાણો કેટલા મૃત્યુ થયા

ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો હાહાકાર વધતો જઇ રહ્યો છે. કોરોનાએ ફરી તેની રફતાર પકડી છે. દેશમાં સતત કોરોનાના કેસ પણ વધતા જઇ રહ્યા છે, જેને લઇને કેટલાક શહેરોમાં અને રાજયોમાં કેટલાક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 40,953 નવા કેસ નોંધાયા છે, જ્યારે 23,653 સાજા થયા અને 188 લોકોનાં મૃત્યુ થયાં. આ રીતે એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો થયો છે.

પ્રતિકાત્મક તસવીર

કોરોનાના નવા કેસ સાથે હવે કુલ કેસનો આંકડો 1 કરોડ 15 લાખ 55 હજાર 284 થઇ ગયો છે. તેમજ 1 કરોડ 11 લાખ 7 હજાર 332 લોકોએ અત્યાર સુધી કોરોનાને માત આપી છે. 2 લાખ 88 હજાર 394 હાલ એક્ટિવ કેસ છે અને 1 લાખ 59 હજાર 558 લોકોએ કોરોનાને કારણે તેમના જીવ ગુમાવ્યા છે.

તમને જણાવી દઇએ કે, દેશમાં કોરોનાના રિકવરી રેટમાં ઘટાડો થયો છે. તે હાલ 96.12% છે. એક દિવસમાં 41 હજારની નજીક કેસ નોંધાયા છે તે 111 દિવસ બાદ નોંધાયા છે.

કોરોનાના કેસમાં દેશમાં મહારાષ્ટ્રની સ્થિતિ વધુ ચિંતાજનક છે. અહીં શુક્રવારે 25,681 લોકો કોરોના પોઝિટિવ મળ્યા હતા. આ સતત બીજો દિવસ છે, જ્યારે રાજ્યમાં 25 હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 14,400 દર્દી સાજા થયા હતા અને 70 લોકો મૃત્યુ પામ્યા હતા.

પ્રતિકાત્મક તસવીર

રાજ્યમાં અત્યારસુધીમાં 24.22 લાખ લોકોને સંક્રમણ લાગી ચૂક્યું છે, તેમાંથી 21.89 લાખ દર્દી સાજા થયા છે, જ્યારે 53,208 લોકોએ જીવ ગુમાવ્યો છે. હાલમાં 1.77 લાખ દર્દીની સારવાર ચાલી રહી છે.