હિંદુ ધર્મમાં કોઈપણ વ્યક્તિના મૃત્યુ પછી તેના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, શબને મુખાગ્ની આપવામાં આવે છે અને પછી તે વ્યક્તિની અસ્થીઓને ગંગાજીમાં વિસર્જિત દેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આમ કરવાથી મૃતકના આત્માને શાંતિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પણ આજે અમે તમને એક એવા વ્યક્તિ વિષે જણાવીશું જેમના મૃત્યુને આજે 70 વર્ષ જેટલો સમય થઇ ગયો છે પણ તેમની અસ્થીઓને હજી સુધી વિસર્જિત કરવામાં આવી નથી.

30 જાન્યુઆરી 1948ના દિવસે સાંજનો સવા પાંચ વાગ્યાનો સમય હતો, ગાંધીજી પોતાના અનુયાયીઓ સાથે બિરલા હાઉસના પ્રાર્થના સ્થળ તરફ જઈ રહ્યા હત. તે થોડા મોડા પડ્યા હતા. ગાંધીજીની આસપાસ ઘણી બધી ભીડ હતી ત્યારે ભીડમાંથી નથુરામ ગોડસે નામનો વ્યક્તિ તેમની સામે આવે છે અને પહેલા તો બાપુને નમન કરે છે પછી પોતાની પિસ્તોલથી એક પછી એક એમ ત્રણ ગોળીઓ બાપુના શરીરમાં ઉતારી દે છે.
ગોળીઓના અવાજથી ત્યાં અફરાતફરી મચી ગઈ હતી કોઈ કશું સમજી શકે તે પહેલા ગાંધીજી આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા. ગાંધીજીની હત્યાના સમાચાર સાંભળીને આખા બિરલા હાઉસમાં બધા પરેશાન થઇ ગયા હતા કે અચાનક આ બધું શું બની ગયું અને કેવી રીતે થઇ ગયું.

સમાચાર અનુસાર એ સમયે બિરલા હાઉસમાં જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઇ પટેલ, મૌલાના આઝાદ, અંગ્રેજ ઓફિસર લોર્ડ માઉન્ટબેટન પણ હતા. બિરલા હાઉસની બહાર બધા આ ઘટના વિષે વાત કરી રહ્યા હતા ત્યારે બહાર ઉભેલી ભીડને નહેરુજીએ જણાવ્યું હતું કે બાપુ હવે નથી રહ્યા.
ગાંધીજીની હત્યાના આરોપમાં નાથુરામ ગોડસને ધરપકડ કરવામાં આવી હતી.ન્યાયધીશ આત્મચરણની અદાલતમાં ગોડસેને ફાંસીને સજા સંભળાવી હતી ગોડેસેએ પણ અદાલતમાં સ્વીકાર કર્યો હતો કે,તેને ગાંધીજીને માર્યા છે. તેનો પક્ષ રાખતા ગોડસેએ જણાવ્યું હતું કે, ગાંઘીજીએ દેશની દેવા કરી છે. તેનો હું આદર કરું છું, તેથી જ ગોલી ચલાવ્યા પહેલા સમ્માનથી અમે જુકી ગયા હતા. કારણે કે ગાંધીજીએ અખંડ ભારતના 2 ટુકડા કર્યા હતા. તેથી જ મેં ગાંધીજીને ગોળી મારી દીધી હતી.
ગોડસે વિષે એક વાત જાણીને તમને નવાઈ લાગશે કે હજી સુધી તેમની અસ્થીઓ સાચવીને રાખી મુકવામાં આવી છે. તેમની અસ્થીઓ આજે પણ પુણેના શિવાજીનગર એરિયામાં એક બિલ્ડીંગના એક રૂમમાં સુરક્ષિત છે. તે રૂમમાં તેમના અસ્થી કળશની સાથે તેમના પહેરેલા કેટલાક કપડા, તેમના હસ્તાક્ષરવાળી કેટલીક નોંધ પણ રાખવામાં આવી છે.

નથુરામ ગોડસેની ભત્રીજીને હિમાની સાવરકરે તેમના અસ્થી સાચવી રાખવાનું કારણ પૂછવામાં આવ્યું તો એક ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે ગોડસેના શબને પણ તેમના પરિવારને દેખાડવામાં આવ્યું નહોતું. સરકારે જાતે જ તેમના અંતિમ સંસ્કાર ધગધર નદીના કિનારે કરી દેવામાં આવ્યું હતું. ત્યાર પછી તેમના અસ્થીઓને એક ડબ્બામાં ભરીને તેમના પરિવારને આપવામાં આવ્યું હતું. કારણકે ગોડસેએ તેમના પરિવારને પોતાની અંતિમ ઈચ્છા જણાવી હતી એટલા માટે આજ સુધી તેમની અસ્થીઓને વિસર્જિત કરવામાં આવી નથી.

ગોડસેની અંતિમ ઈચ્છા હતી કે તેમની અસ્થીઓને ત્યાં સુધી વિસર્જિત ના કરવામાં આવે જ્યાં સુધી સિંધુ નદીએ સ્વતંત્ર ભારતમાં ગણાય નહિ અને ફરીથી અખંડ ભારતની સ્થાપના ના થાય. જયારે આવું થઇ જાય ત્યારે મારી અસ્થીઓને સિંધુ નદીમાં વિસર્જિત કરજો. બસ આ કારણ છે કે તેમની અસ્થીઓને આજ સુધી તેમના પરિવારે વિસર્જિત કરી નથી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.