
મહિલાઓમાં નથ(નથણી) પહેરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. આજે પણ ઘણી છોકરીઓ નાકમાં નથણી જરૂર પહેરે છે. નથણી પહેરવાથી છોકરીઓની સુંદરતામાં વધારો થાય છે. આમ જોવા જઇતો નથણી સુંદરતાની દ્રષ્ટિએ હોય છે. પરંતુ નથણી પહેરવાથી નાકમાં છે છેદ હોય છે. તેનાથી યુવતીઓને ઘણા લાભ થાય છે.

નથણી અત્યારે ફેશનમાં આવી ગઈ છે. બઝારમાં તમને નવવધૂ પહેરે તે નથણી પણ બજારમાંથી મળે છે.પરંતુ શું તમને ખબર છે કે ભારતમાં લગ્ન વખતે નથણી કેમ પહેરવામાં આવે છે. પરંપરામાં ભારતીય નથણીને બહુજ મહત્વ આપવામાં આવ્યું છે.
ભારતમાં ઉત્તરથી લઈને દક્ષિણ સુધી નથણી પહેરવાની પરંપરા છે. બજારમાં ઘણી શેપ,સ્ટાઇલ અને કલર વળી નથણી મળતી હોય છે.

દક્ષિણ ભારતીય પરંપરા મુજબ છોકરીઓ લગ્ન વખતે જમણી તરફ નથણી પહેરે છે. જયારે ઉત્તર ભારતમાં ડાબી તરફ નથણી પહેરે છે.નથણી પહેરવાથી સાથોસાથ ધાર્મિક અને સ્વાસ્થ્ય કારણ પણ છે. નથણીનું ધાર્મિક મથવું તો છે જ સાથોસાથ સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે. હિન્દૂ પરંપરા અનુસાર યુવતીઓ લગ્નના દિવસે તો ખાસ નથણી પહેરે છે.

આ સિવાય એમ પણ કહેવામાં આવે છે કે,નથણી પહેરેલી યુવતીઓ માતા પાર્વતીની સમ્માન છે. આયુર્વેદની વાત કરવાંમાં આવે તો નથણી પહેરવાની પાછળ પીરીયડનું કારણ બતાવ્યું છે. આયુર્વેદમાં બતાવ્યું છે કે, નથણી ડાબી કે જમણી ગમે તે બાજુ પહેરી શકાય છે. નાકમાં છેદ હોવાને કારણે મહિલાઓને માસિક ધર્મમાં થતી પરેશાનીઓથી રાહત થાય છે.

લગ્નના સમયે યુવતીઓ વધુ પડતી સોનાની નથણી પહેરે છે. પરંતુ ચાંદીની નથણી પર પ્રચલિત છે. હાલના સમયમાં આર્ટિફિશિયલ નથણી પણ પહેરવામાં આવે છે.આયુર્વેદમાં સોનુ અને ચાંદીને સારું માનવામાં આવે છે.સોના અને ચાંદીના સ્પર્શથી ઘણી બીમારીઓનું નિદાન પણ થાય છે.

નથણીને લઈને અંધવિશ્વાસ પણ છે. જે અલગ-અલગ ક્ષેત્રના લોકો પાસેથી અલગ અલગ સાંભળવા મળશે. એ પણ કહેવામાં આવે છે કે નાકથી સીધી હવા અંદર ના જવો જોઈએ. તેથી નાકમાં છેદ કરવામાં આવે છે.અને તેના કારણે પતિની સ્વાસ્થ્ય સારું રહે છે. પરંતુ આ સંપૂર્ણ પણે અંધવિશ્વાસ છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks