મનોરંજન

સગાઈના બીજા જ દિવસે હાર્દિકની ફટકડીએ એવી પોસ્ટ કરી કે લોકો બોલ્યા, ‘ભાભી પ્રણામ’

હાર્દિકે પોતાના ફેન્સને વર્ષ 2020ના પહેલા જ દિવસે ધમાકેદાર ન્યૂઝ આપીને ખુશ કરી દીધા છે. હાર્દિકે તેની ગર્લફ્રેન્ડ નતાશા સ્ટેનકોવિક સાથે સગાઈ કરી લીધી છે. અને તેનું કન્ફર્મેસન ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને આપ્યું છે.

હાર્દિક પંડ્યા નવા વર્ષની ઉજવણી સર્બિયન મોડલ નતાશા સ્ટેનકોવિક સાથે ક્રુઝ પર સગાઈ કરી લીધી હતી. જેની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. હાર્દિક પંડયા થોડા સમય પહેલા અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક સાથે દુબઇમાં રોમેન્ટિક રજાઓ ગાળી હતી. આ પહેલા હાર્દિકે પોતાના સોશિયલ મીડિયા પર નતાશા સ્ટેનકોવિક સાથેનો ફોટો શેર કરીને લખ્યું હતું કે, ‘આ વર્ષની શરૂઆત પોતાના ફટાકડા સાથે કરી રહ્યો છું.’ હાર્દિક આ ફોટોને ઇન્ટરનેટ પર ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. આ સાથે કપલ્સને શુભકામના પણ પાઠવી રહ્યા છે.

નતાશાએ હાલમાં જ બીકીની લુકમાં તસ્વીર શેર કરી છે. નતાશાએ ત્રણ અલગ-અલગ તસ્વીર શેર કરી છે જેમાં તે પુલમાં આનંદ માણી રહી છે જયારે અન્ય એક તસ્વીરમાં સમુદ્ર કિનારે નજરે પડે છે. નતાશાની આ તસ્વીર પર લોકો લાઈક અને કમેન્ટનો વરસાદ કરી રહ્યા છે. લોકો નતાશાની આ તસ્વીર પર  ‘ભાભીજી પ્રણામ’ની કમેન્ટ કરી રહ્યા છે.

નતાશા સ્ટેનકોવિકનો જન્મ 4 માર્ચ, 1992ના રોજ સર્બિયામાં થયો હતો. સર્બિયામાં જન્મેલી અને ભણેલી નતાશાએ ત્રણ વર્ષની ઉંમરમાં જ ડાન્સ શીખવાનું શરૂ કરી દીધું હતું. 17 વર્ષની ઉંમરે નતાશાએ મોર્ડન સ્કૂલ ઓફ બૈલેમાં એડમિશન લીધું હતું. 2010માં તેને મિસ સ્પોર્ટ્સ સર્બિયાનો ખિતાબ જીત્યો હતો.

મિસ સ્પોર્ટ્સ સર્બિયાનો ખિતાબ જીત્યા બાદ નતાશાએ એક્ટિંગ અને ડાન્સમાં કરિયર બનાવવાનું વિચારી લીધું હતું. નતાશાએ તેના સપનાને પુરા કરવા માટે 2012માં બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. 27 વર્ષની નતાશા એક્ટ્રેસ, મોડેલ અને ડાન્સર છે. નતાશાએ પ્રકાશ ઝા નિર્દેશિત ફિલ્મ સત્યાગ્રહથી બૉલીવુડ કરિયરની શરૂઆત કરી હતી.

નતાશા સલમાન ખાનના શો બિગ બોસ -8માં પણ નજરે આવી હતી. આ દરમિયાન તે એક મહિના સુધી ઘરમાં રહી હતી. નતાશાએ ફિલિપ્સ, કેડબરી, જોનસન જેવી બ્રાન્ડ માટે એક મોડેલના રૂપમાં કરિયરની શરૂઆત કરી હતી, નતાશા બાદશાહના એક મ્યુઝિક વિડીયો’ બંદુક’માં પણ નજરે આવી હતી. નતાશા અર્જુન રામપાલની ફિલ્મ ‘ડેડી’માં પણ નજરે આવી હતી.

નતાશાને અસલી પહેચાન તો સિંગર બાદશાહના મ્યુઝિક વિડીયો ‘ડીજે વાલે બાબુ’ થી મળી હતી. આ ગીતએ લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. નતાશાએ પણ આ મ્યુઝિક વિડીયો થી ઘણી લોકપ્રિયતા હાંસિલ કરી હતી. નતાશા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. નતાશાના ઇન્સ્ટાગ્રામ પર 10 લાખથી વધુ ફોલોઅર છે.

ઉર્વશી રૌતેલાએ હાર્દિક અને નતાશાને તેને સગાઈની શુભેચ્છા આપી છે. ઉર્વશીએ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં બંનેની એક તસ્વીરની સ્ટોરી પોસ્ટ કરી છે. આ સ્ટોરી સાથે ઉર્વશીએ લખ્યું હતું કે, હાર્દિક પંડ્યા તને સગાઈની ઘણી બધી શુભેચ્છા. તમારા આ સંબંધ હંમેશા ખુશી અને પ્રેમથી ભરપૂર રહે. તમારી સગાઈ બાદ તમારી સારી જિંદગીની કામના કરું છું. જો તમને કોઈ પણ વસ્તુની જરૂરત હશે તો હું હંમેશા હાજર છું.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App