મનોરંજન

હાર્દિક પંડ્યાએ કહ્યું-નતાશા મને પહેલી વાર જોઈને બોલી કે અલગ પ્રકારનો આદમી આવ્યો અને

ક્રિકેટર હાર્દિક પંડ્યાએ અભિનેત્રી નતાશા સ્ટૈનકોવિક સાથે અચાનક જ સગાઈની ઘોષણા કરીને દરેકને હેરાન કરી દીધા હતા. એવામાં તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં હાર્દિકે નતાશા સાથે પોતાની પહેલી મુલાકાત વિશે જણાવ્યું હતું.

Image Source

હાર્દિકે કહ્યું હતું કે તેણે સગાઈ વિશે પોતાના માં-બાપને પણ કહ્યું ન હતું. તેના ભાઈ કૃણાલ પંડ્યાને પણ સગાઈના બે દિવસ પહેલા જ ખબર પડી હતી.  હાર્દિકે કહ્યું કે,”મારા માં-બાપને પણ ખબર ન હતી કે હું સગાઈ કરવા જઈ રહ્યો છું.

Image Source

બે દિવસ પહેલા જ ભાઈ કૃણાલ પંડ્યાને મેં કહ્યું હતું. મેં તેને કહ્યું હતું કે મારું થઇ ચૂક્યું છે, મને મારા જીવનમાં એવું કોઈ મળી ગયું છે, જેને હું પ્રેમ કરું છું અને પહેલા કરતા બેસ્ટ વ્યક્તિ બની રહ્યો છું. પરિવારે મારો સાથ આપ્યો અને કહ્યું કે જે કરવું છે તે કરી લો’.

Image Source

આ સિવાય ચેટ શો ના દરમિયાન હાર્દિકને એવું પણ પૂછવામાં આવ્યું હતું કે તેઓની પહેલી મુલાકાત કેવી રીતે થઇ. ત્યારે જવાબમાં હાર્દિકે કહ્યું કે ,”તેને કોઈ અંદાજો જ ન હતો કે હું કોણ છું. અમે વાતચીત કરીને એકબીજાની નજીક આવ્યા હતા. જ્યાં અમે મળ્યા ત્યારે રાતે એક વાગે હું ટોપી પહેરીને, ગળામાં ચેન પહેરીને, હાથમાં ઘડિયાળ પહેરીને બેઠો હતો. તો તેને એવું લાગ્યું કે કોઈ અલગ પ્રકારનો વ્યક્તિ આવ્યો છે’.

Image Source

ત્યારે અમારા બંન્નેની વાત શરૂ થઇ હતી. પછી અમે બંન્ને એકબીજાને જાણવા-સમજવા લાગ્યા અને પછી અમે ડેટ કરવાનું શરૂ કર્યું અને પછી 31 ડિસેમ્બરના રોજ અમે સગાઇ કરી.’

Image Source

ચેટ શો ના દરમિયાન હાર્દિકે એવું પણ કહ્યું હતું કે મારો પરિવાર મારા માટે ખુબ જ ખાસ છે અને હું મારા ભાઈ કૃણાલને મારા ગુરુ માનું છે. 1 જાન્યુઆરીના રોજ બંન્નેએ સોશિયલ મીડિયા પર સગાઈની ઘોષણા કરી હતી. આ સિવાય અમુક દિસવો પહેલા જ સોશિયલ મીડિયા દ્વારા બંન્નેએ ખુલાસો કર્યો છે કે તેઓ માં-બાપ બનવાના છે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.