વેક્સિનના બાદશાહ અદારની પત્ની સામે બધી હીરોઇનો નબળી દેખાય છે, મોટી મોટી હીરોઇનો તેના પત્નીની આગળ પાછળ ફરે છે, જુઓ PHOTOS
સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પુનાવાલાની પત્ની નતાશા પુનાવાલા આ દરમિયાન સોશિયલ મીડિયા ઉપર છવાયેલી રહે છે. હાલમાં જ નતાશા વોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા સાથે વિમ્બલડનમાં મેચનો આનંદ લેતી જોવા મળી હતી. જેની તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલી આ તસ્વીરોમાં એક વસ્તુએ સૌનું ધ્યાન ખેંચ્યું છે અને તે હતું નતાશાના હાથમાં પકડેલું હેન્ડબેગ. જેની કિંમત પણ ખુબ જ હેરાન કરી દેનારી હતી. નતાશાએ હાથમાં જે હેન્ડબેગ પકડ્યું હતું તેની કિંમત લગભગ 80 લાખ રૂપિયા છે.
નતાશાએ આ દરમિયાન સફેદ રંગનો ગુચીનો ડ્રેસ પહેર્યો હતો. આ ઉપરાંત તેના હાથમાં નાની અમથી પરંતુ ખુબ જ કિંમતી હેમીજ બિર્કીન ફોબોર્ગની હેન્ડબેગ પકડી હતી. જેની કિંમતોએ હાલ ચર્ચાઓ જન્માવી છે. ઓનલાઇન શોપિંગ સાઈટ પ્રમાણે તેની કિંમત 80 લાખની આસપાસ જણાવવામાં આવી રહી છે.
નતાશાને મોંઘા હેન્ડબેગનો ખુબ જ શોખ છે. એક કાળા રંગનું ક્રોક લેધર હેમીજ બીર્કીન બેગ પણ નતાશાના કલેક્શનમાં સામેલ છે. જો કે તેના કલેક્શનમાં ફક્ત હેમીજ જ નહિ પરંતુ તેની પાસે ચેનલ અને ફેંદી જેવા બ્રાન્ડ પણ હાજર છે. નતાશા પોતાના લુક અને સ્ટાઇલ માટે સોશિયલ મીડિયા ઉપર છવાયેલી રહે છે.
નતાશાના હાથમાં પકડેલા બેગની લંબાઈ 20 સેન્ટિમીટર છે. તેની બનાવટ કિંમતી, દાણેદાર અને ચીકણા ચામડા અને ધાતુનો ઉપયોગથી કરવામાં આવી છે. તેની ખાસ ડિઝાઇનિંગ તેને મોંઘુ ખુબ જ કિંમતી બનાવે છે.
નતાશા પુનાવાલાના ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા મિત્રો છે. તે મોટાભાગે કરીના કપૂર, કરિશ્મા કપૂર, મલાઈકા અરોરા અને અમૃતા અરોરા જેવી બૉલીવુડ અભિનેત્રીઓ સાથે મસ્તી કરતી જોવા મળી છે.
કોરોના વાયરસને નાથવા માટે છેલ્લા ૬ મહિનાથી આપણા દેશભરમાં રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ) ના CEO આદર પૂનાવાલાની પત્ની નતાશા પૂનાવાલાને પણ રસી અપાઇ છે.
તેણે આની એક તસવીર પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આદર પૂનાવાલાની પત્ની નતાશા પૂનાવાલા ‘સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા’ની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. બિઝનેસવુમન સાથે સાથે નતાશા એક ફેશન આઇકોન પણ છે અને તેની તસવીરો ઘણીવાર ઈન્સ્ટાગ્રામ પર પણ ચર્ચામાં રહે છે.
તમને જણાવી દઈએ કે તેમની સહે બોલિવૂડથી લઈને હોલીવુડ અને બ્રિટીશ રોયલ્ટી સુધીની તમામ મોટી મોટી હસ્તીઓ સાથે ખૂબ ક્લોઝ છે. ફેશનમાં નતાશાની રુચિ નવી નથી. વિશ્વમાં લોકો પણ તેણીને એક મોટી ફેશનિસ્ટા તરીકે ઓળખે છે.
એક ઇન્ટરવ્યૂમાં અદારની વાઇફે કહ્યું હતું કે પ્રખ્યાત ગાયિકા અને ગીત લેખક કેટી પેરી પણ તેમની પાસેથી ફેશન ટીપ્સ લે છે. નતાશા પૂનાવાલાએ કહ્યું હતું કે, “કેટી મારી સાથે સંપર્કમાં હતી, કારણ કે તેને કેટલાક ભારતીય પોશાકોની જરૂર હતી.”
પૂનાવાલા ફેમિલીની પુત્રવધૂનો ઉછેર ખૂબ જ અસામાન્ય રીતે થયો છે. એક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું, ‘જ્યારે મારી માતાના ફરીથી લગ્ન થયાં ત્યારે હું ખૂબ જ નાની હતી. જો કે મારા સાવકા પપ્પા પણ મને ખૂબ પ્રેમ કરતા હતા અને તેના પરિણામે મારે ત્રણ પપ્પા થયા – મારા ખરા પપ્પા , સાવકા પપ્પા અને અને મારા ફઈના પતિ. ‘
નતાશા એ દેશના સૌથી શાહી સંપત્તિની માલિક છે. મહારાષ્ટ્રના પુણેમાં આદર આબાદ પૂનાવાલા હાઉસ અને બડા ફાર્મહાઉસ કેટલીક નોંધપાત્ર મિલકતો છે. આ સિવાય પણ મુંબઇમાં લક્ઝરી વિલા અને દક્ષિણ મુંબઈમાં લિંકન હાઉસ પણ લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે.
ઇકોનોમિક ટાઇમ્સના સ્ટોરી પ્રમાણે,, દક્ષિણ મુંબઈમાં લિંકન હાઉસને પૂનાવાલાએ 2015 માં લગભગ 750 કરોડમાં ખરીદ્યું હતું. આદર-નતાશા પાસે લક્ઝરી કારની પણ અછત નથી. તેમની પાસે ફેરારી, પોર્શ અને રોલ્સ રોયસ જેવી વૈભવી કારના મોંઘા મોડેલો છે.