હાર્દિક પંડ્યાને નતાશા સ્ટેનકોવિકે સ્વિમિંગ પુલમાં કરી કિસ, તસ્વીરે સોશિયલ મીડિયામાં મચાવી સનસની
ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા તેની રમતને લઈને હંમેશા ચર્ચામાં રહેતો હોય છે, તો સાથે સાથે તેના અંગત જીવનને લઈને પણ તેની ચર્ચાઓ ઓછી નથી. હાર્દિક પંડ્યાએ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા છે અને તેમને એક ખુબ જ સુંદર દીકરો પણ છે.
હાર્દિકની પત્ની નતાશા પણ સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે. નતાશા પોતાની હોટ તસવીરો શેર કરવાની સાથે સાથે હાર્દિક પંડ્યા સાથે મસ્તી ભરેલી તસવીરો પણ શેર કરતી રહે છે. હાલમાં જ નતાશાએ હાર્દિકને કિસ કરતી એક તસ્વીર શેર કરી છે.
નતાશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર જે તસ્વીર શેર કરી છે તેમાં તે સ્વિમિંગ પુલની અંદર પતિ હાર્દિક પંડ્યાને કિસ કરી રહી છે. આ તસ્વીર પોસ્ટ કરવાની સાથે નતાશાએ ખુબ જ સરસ મઝાનું કેપશન પણ લખ્યું છે.
નતાશાએ કેપશનમાં લખ્યું છે, “મારો સનશાઈન હાર્દિક પંડ્યા.” હાર્દિક પંડ્યા સાથેની નતાશાની આ રોમાન્ટિક તસ્વીરને ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. હાર્દિક અને નતાશાની જોડીને પણ ચાહકો ખુબ જ પસંદ કરે છે.
View this post on Instagram
નતાશા અને હાર્દિક પંડ્યા ખુબ જ ચર્ચિત કપલમાંથી એક છે, સોશિયલ મીડિયા ઉપર પણ તે પોતાની રોમાન્ટિક તસવીરો હંમેશા શેર કરતા રહે છે, જેને ચાહકો દ્વારા પણ ખુબ જ પસંદ કરવામાં આવે છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે હાર્દિક અને નતાશા હાલમાં પુણેમાં છે. જ્યાં હાર્દિક ઇંગ્લેન્ડ સામે વન-ડે સિરીઝ રમી રહ્યો છે. હાર્દિક જયારે રમતમાં વ્યસ્ત હોય છે ત્યારે નતાશા પોતાના દીકરા અગત્સ્ય સાથે સમય વિતાવે છે અને તેનાથી જોડાયેલા ઘણા વીડિયો અને તસવીરો પણ શેર કરે છે.