બધા માટે સ્વાદિષ્ટ પકવાન બનાવે છે આ યુવતી પણ પોતાના જ માટે એક કોળિયો પણ નસીબ નથી, પેટ વગરની યુવતીની હકીકત જાણીને ચોંકી જાશો….

છોકરીની એક ભૂલના કારણે ડોક્ટરે કાઢવું પડ્યું પેટ…પુરી સ્ટોરી વાંચીને રુવાડા ઉભા ના થાય તો કહેજો

દુનિયામાં માત્ર અમુક જ લોકો હશે જેઓને ખાવા-પીવાનો શોખ ના હોય.દરેક વ્યક્તિ જીવવા માટે ખાય છે કે પછી ખાવા માટે જીવે છે વાત એક જ છે.રોટી, કપડા ઔર મકાન આ ત્રણ વસ્તુઓ માણસની જરૂરિયાત છે. જેમાં સૌથી વધારે જરૂરી છે પેટનો ખાડો પૂરવો.

આજે અમે તમને એક એવી યુવતીની કહાની જણાવવા જઈ રહ્યા છીએ જે વ્યવસાયથી તો એક પ્રોફેશનલ શૈફ છે અને દુનિયાભરના સ્વાદિષ્ટ ભોજન બનાવે છે અને લોકોના પેટને ઠારે છે પણ આ જ યુવતીને પોતાના જ પેટનો ખાડો પુરવો નસીબમાં નસીબમાં નથી.અમે અહીં વાત કરી રહ્યા છીયે પુણેની રહેનારી ‘નતાશા ડીડી’ની.

નતાશાને પણ દરેક લોકોની જેમ ખાવા પીવાનો ખુબ જ શોખ છે જેનું સપનું રહ્યું હતું કે તે એક પ્રોફેશનલ શેફ બનશે અને સ્વાદિષ્ટ વ્યંજનો બનાવશે પણ આજે આ જ નતાશાને પોતાના જ બનાવેલા વ્યંજનો ચાખવાનું પણ ભારે પડી રહ્યું છે.જો કે પુરી હકીકત જાણ્યા પછી લોકોને તેનાથી પ્રેરણા ચોક્કસ મળશે. નતાશાનું જીવન રોજ અવનવા પકવાનોની સાથે વીતે છે પણ કદાચ તેના ભાગ્યમાં તેને ખાવાનું લખ્યું નથી.

કહાનીની શરૂઆત નતાશાના લગ્નથી થાય છે. જણાવી દઈએ કે નતાશાની માતા મહારાષ્ટ્રના છે અને પંજાબી જેને લીધે નતાશામાં બંને સંસ્કૃતિના ગુણ હતા અને તેને બાળપણથી જ રસોઈ બનાવાનો ખુબ શોખ હતો. શોખને પૂર્ણ કરવા માટે નતાશાએ હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કરવાની શરૂઆત કરી ત્યારે જ તેની સાથે કામ કરતા એક યુવક સાથે પ્રેમ થઇ ગયો અને પરિવારની મંજુરીથી બંને એ લગ્ન કર્યા.

નતાશા લગ્ન પછી પોતાના પતિ સાથે દિલ્લી શિફ્ટ થઇ હતી અને ત્યાં પણ તે એક શેફના સ્વરૂપે ઘણી હોટેલ્સમાં નોકરી કરવા લાગી. લગ્નના અમુક મહિનાઓ સુધી તો બધું ઠીક જ ચાલતું હતું પણ પછી અચાનક જ નતાશાના પતિએ તેને નોકરી કરવા માટેની ના પાડી. આખરે નતાશાનું હજી પ્રોફેશનલ શેફ બનવાનું સપનું પૂરું થયું ન હતું તો તે પોતાના કામને કેવી રીતે છોડી શકે?

પરિણામે પતિ-પત્ની વચ્ચે મનમુટાવ અને જગડા થાવા લાગ્યા અને આખરે બંનેને છૂટાછેડા લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ બાકી રહ્યો ન હતો. નતાશા પછી પોતાના મમ્મી-પાપા સાથે રહેવા લાગી પણ તે ખુબ ડિપ્રેશન અને તણાવમાં ચાલી ગઈ હતી. તેના માતા-પિતાએ નતાશાના બીજા લગ્ન કરાવાનું વિચાર્યુ પણ યોગ્ય પાત્ર ન મળવાને લીધે તેના બીજી વાર લગ્ન ન થઇ શક્યા.

તણાવને લીધે નતાશાને સખત માથું દુખતું હતું અને પેટમાં પણ દુખાવો થતો હતો. તે સમયે નતાશાની ઉંમર 33 વર્ષની હતી.વર્ષ 2010 માં અચાનક જ નતાશાને પોતાના સોલ્ડર પર દુખાવો થાવા લાગ્યો, અને રોજ રોજ તેનું વજન પણ ઘટતું જઈ રહ્યું હતું અને સખત દુખાવાને લીધે તે લગાતાર પેઈન કિલર લેતી હતી.નતાશાનો વજન ઘટીને માત્ર 38 કિલો થઇ ગયો હતો.

હાલતમાં સુધાર ન આવતા નતાશાએ ડોક્ટરની મુલાકાત લીધી. નતાશાના અનુસાર તે કઈ ખાઈ પણ શક્તિ ન હતી. જો તે ખાય તો તેને પેટમાં વધારે દુખાવો થતો હતો અને ખાલી પેટ તેને વધારે આરામ મળતો હતો. નતાશાના શરીરની જાંચ થાવા પર એ વાત સામે આવી કે નતાશાને પેટમાં એક નહીં પણ બે અલ્સર(આંતરડા માં પડતા ચાંદા) હતા જેમાંથી લગાતાર લોહીનું વહન થઇ રહ્યું છે.

જેને લીધે નતાશાને સર્જરી કરાવવી પડી.પણ સર્જરીમાં ડોક્ટરને તેનું પેટ જ કાઢવું પડ્યું કેમ કે સમસ્યા જ એટલી હતી કે તેના સિવાય બીજો કોઈ વિકલ્પ જ હતો. નતાશાની સર્જરી નવ કલાક ચાલી હતી. ડોક્ટરને નનતાશાનો જીવ બચાવવા માટે તેના શરીરની ગાંઠ કાઢવાની સાથે સાથે તેના પેટને જ કાઢવું પડ્યું હતું.જેને લીધે નતાશા પોતાની પસંદગીનો ખોરાક ખાઈ નથી શક્તિ.

અવનવા પકવાન બનાવનારી નતાશાને આજે પોતાને જ ખોરાક માટે ખુબ ધ્યાન રાખવું પડે છે.  હાલ તે જે કંઈપણ ખાઈ છે તે અમુક જ વારમાં પાછું શરીરીની બહાર નીકળી જાય છે. નતાશા દિવસમાં છ છ વાર ભોજન લે છે છતાં પણ તેને અમુક અમુક સમયે વિટામિન્સના ઇન્જેક્શન લેવા પડે છે. તે જ્યાં પણ જાય વિટામિન્સના ઈન્જેકશન પોતાની સાથે જ રાખે છે.

જણાવી દઈએ કે નતાશાની આ બીમારીનું સૌથી મોટું કારણ હતું વધુ પડતો તણાવ અને સ્ટ્રેસ. નતાશા પોતાની સાથે થયેલા અનુભવથી લોકોને સજાગ કરવા માગે છે કે વ્યક્તિને જીવનમાં ગમે તેટલી કઠિન પરિસ્થિતિ પણ કેમ ના આવે તેને હંમેશા હસતા-હસતા સ્વીકારવી જોઈએ, ના કે તણાવ કે ડિપ્રેશન લેવું જોઈએ.જીવન છે તો સુખ, દુઃખ આવવાના જ છે.

નતાશાને જ્યારે ખબર પડી કે તે હવે કઈ ખાઈ નહિ શકે ત્યારે તેને ખુબ દુઃખ થઈ હતું, આ બધા સિવાય નતાશા એ હાર ના માની અને પ્રોફેશનલ શેફ બનવાનું પોતાનું સપનું પૂરું કરવા માટે ફરીથી ટ્રેનિંગ ચાલુ કરી. અને આજે તે એક ક્વોલિફાઈડ પ્રોફેશનલ શેફ બની ગઈ છે. આજે નતાશા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ,‘द गटलेस फ़ूडी’ નામનું પેજ પણ ચલાવે છે અને તેના 55 હજાર જેટલા ફોલોઅર્સ પણ થઇ ચુક્યા છે.નતાશાના અનુસાર દરેક પરિસ્થિતિમાં જિંદગીને માણવી જોઈએ અને હસતા હસતા જીવન જીવવું જોઈએ.

YC