જીવનશૈલી દિલધડક સ્ટોરી

બધા માટે સ્વાદિષ્ટ પકવાન બનાવે છે આ યુવતી પણ પોતાના જ માટે એક કોળિયો પણ નસીબ નથી, પેટ વગરની યુવતીની હકીકત જાણીને ચોંકી જાશો….

છોકરીની એક ભૂલના કારણે ડોક્ટરે કાઢવું પડ્યું પેટ…પુરી સ્ટોરી વાંચીને રુવાડા ઉભા ના થાય તો કહેજો

દુનિયામાં માત્ર અમુક જ લોકો હશે જેઓને ખાવા-પીવાનો શોખ ના હોય.દરેક વ્યક્તિ જીવવા માટે ખાય છે કે પછી ખાવા માટે જીવે છે વાત એક જ છે.રોટી, કપડા ઔર મકાન આ ત્રણ વસ્તુઓ માણસની જરૂરિયાત છે. જેમાં સૌથી વધારે જરૂરી છે પેટનો ખાડો પૂરવો.

Image Source

આજે અમે તમને એક એવી યુવતીની કહાની જણાવવા જઈ રહ્યા છીએ જે વ્યવસાયથી તો એક પ્રોફેશનલ શૈફ છે અને દુનિયાભરના સ્વાદિષ્ટ ભોજન બનાવે છે અને લોકોના પેટને ઠારે છે પણ આ જ યુવતીને પોતાના જ પેટનો ખાડો પુરવો નસીબમાં નસીબમાં નથી.અમે અહીં વાત કરી રહ્યા છીયે પુણેની રહેનારી ‘નતાશા ડીડી’ની.

નતાશાને પણ દરેક લોકોની જેમ ખાવા પીવાનો ખુબ જ શોખ છે જેનું સપનું રહ્યું હતું કે તે એક પ્રોફેશનલ શેફ બનશે અને સ્વાદિષ્ટ વ્યંજનો બનાવશે પણ આજે આ જ નતાશાને પોતાના જ બનાવેલા વ્યંજનો ચાખવાનું પણ ભારે પડી રહ્યું છે.જો કે પુરી હકીકત જાણ્યા પછી લોકોને તેનાથી પ્રેરણા ચોક્કસ મળશે. નતાશાનું જીવન રોજ અવનવા પકવાનોની સાથે વીતે છે પણ કદાચ તેના ભાગ્યમાં તેને ખાવાનું લખ્યું નથી.

Image Source

કહાનીની શરૂઆત નતાશાના લગ્નથી થાય છે. જણાવી દઈએ કે નતાશાની માતા મહારાષ્ટ્રના છે અને પંજાબી જેને લીધે નતાશામાં બંને સંસ્કૃતિના ગુણ હતા અને તેને બાળપણથી જ રસોઈ બનાવાનો ખુબ શોખ હતો. શોખને પૂર્ણ કરવા માટે નતાશાએ હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કરવાની શરૂઆત કરી ત્યારે જ તેની સાથે કામ કરતા એક યુવક સાથે પ્રેમ થઇ ગયો અને પરિવારની મંજુરીથી બંને એ લગ્ન કર્યા.

 

View this post on Instagram

 

That Indulgent & Comforting Vegetarian Meal – Done This is a Beforegram (I just made up this word🤦‍♀️) When I lived in Delhi I had made friends with “Aayat Aunty” – an elderly Kashmiri neighbour (they were Kashmiri Pundits who had fled Kashmir during the insurgence in the 90’s I was going through a terrible marriage at the time so I avoided going home as much as possible & visited her every Saturday. We’d chat about everything & nothing & she’d always feed me with such love!! She always made rajma chawal for her husband on Friday but served it to him only on Saturday & since I went to her on Saturdays, she’d feed me too. She used to say it tastes better on the next day & she was right! Her English was not very refined so instead of saying “Definitely Come on Saturday”, she’d say “Sachurday ko zaroor aana”😍 SO endearing! How could I refuse when all she did was comfort & indulge me? She passed away a few years ago but during my visits to her, she taught me how to make many yummies. One such yummy was the peas & potatoes dish she learned from her wedding caterer! So so good eaten the next day I tell you! I miss her & think of her often So since it’s Friday today & I was thinking of her, I made comfort food. I made Aayat Aunty’s Shadiwale Matar Aloo & a coconut based Dal to eat on Sachurday Clockwise : 1. That Aayat Aunty Style Shadiwale Matar Aloo/Wedding Style Peas & Potatoes Recipe in the comments as no space in the caption 2. That Khatti Mungdal Aamti with Shenga/Sour Mungdal with Drumsticks Recipe in the comments as no space in the caption 3. That Freshly Steamed Rice 4. Those Chilled Pickled Onions Mixed white vinegar + salt + stevia + birds eye chillies + onions + a little fresh coriander. Served chilled 5. Those whole wheat parathas 6. Those Chilled Sweet Nashik Grapes 7. That Chilled Sweet Seasonal Badami Mango Paired with 8. That Chilled Saffron Drink I soaked pure saffron strands in hot water & allowed the flavour to extract. I added stevia, chilled water & ice Yeh Sachurday ka khana, Aayat Aunty Ke Naam /Dedicating this Saturday meal to the very kind & nurturing Aayat Aunty on a Friday

A post shared by Natasha Diddee (@thegutlessfoodie) on

નતાશા લગ્ન પછી પોતાના પતિ સાથે દિલ્લી શિફ્ટ થઇ હતી અને ત્યાં પણ તે એક શેફના સ્વરૂપે ઘણી હોટેલ્સમાં નોકરી કરવા લાગી. લગ્નના અમુક મહિનાઓ સુધી તો બધું ઠીક જ ચાલતું હતું પણ પછી અચાનક જ નતાશાના પતિએ તેને નોકરી કરવા માટેની ના પાડી. આખરે નતાશાનું હજી પ્રોફેશનલ શેફ બનવાનું સપનું પૂરું થયું ન હતું તો તે પોતાના કામને કેવી રીતે છોડી શકે?

પરિણામે પતિ-પત્ની વચ્ચે મનમુટાવ અને જગડા થાવા લાગ્યા અને આખરે બંનેને છૂટાછેડા લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ બાકી રહ્યો ન હતો. નતાશા પછી પોતાના મમ્મી-પાપા સાથે રહેવા લાગી પણ તે ખુબ ડિપ્રેશન અને તણાવમાં ચાલી ગઈ હતી. તેના માતા-પિતાએ નતાશાના બીજા લગ્ન કરાવાનું વિચાર્યુ પણ યોગ્ય પાત્ર ન મળવાને લીધે તેના બીજી વાર લગ્ન ન થઇ શક્યા.

Image Source

તણાવને લીધે નતાશાને સખત માથું દુખતું હતું અને પેટમાં પણ દુખાવો થતો હતો. તે સમયે નતાશાની ઉંમર 33 વર્ષની હતી.વર્ષ 2010 માં અચાનક જ નતાશાને પોતાના સોલ્ડર પર દુખાવો થાવા લાગ્યો, અને રોજ રોજ તેનું વજન પણ ઘટતું જઈ રહ્યું હતું અને સખત દુખાવાને લીધે તે લગાતાર પેઈન કિલર લેતી હતી.નતાશાનો વજન ઘટીને માત્ર 38 કિલો થઇ ગયો હતો.

હાલતમાં સુધાર ન આવતા નતાશાએ ડોક્ટરની મુલાકાત લીધી. નતાશાના અનુસાર તે કઈ ખાઈ પણ શક્તિ ન હતી. જો તે ખાય તો તેને પેટમાં વધારે દુખાવો થતો હતો અને ખાલી પેટ તેને વધારે આરામ મળતો હતો.

Image Source

નતાશાના શરીરની જાંચ થાવા પર એ વાત સામે આવી કે નતાશાને પેટમાં એક નહીં પણ બે અલ્સર(આંતરડા માં પડતા ચાંદા) હતા જેમાંથી લગાતાર લોહીનું વહન થઇ રહ્યું છે.જેને લીધે નતાશાને સર્જરી કરાવવી પડી.પણ સર્જરીમાં ડોક્ટરને તેનું પેટ જ કાઢવું પડ્યું કેમ કે સમસ્યા જ એટલી હતી કે તેના સિવાય બીજો કોઈ વિકલ્પ જ હતો.

Image Source

નતાશાની સર્જરી નવ કલાક ચાલી હતી. ડોક્ટરને નનતાશાનો જીવ બચાવવા માટે તેના શરીરની ગાંઠ કાઢવાની સાથે સાથે તેના પેટને જ કાઢવું પડ્યું હતું.જેને લીધે નતાશા પોતાની પસંદગીનો ખોરાક ખાઈ નથી શક્તિ.અવનવા પકવાન બનાવનારી નતાશાને આજે પોતાને જ ખોરાક માટે ખુબ ધ્યાન રાખવું પડે છે. હાલ તે જે કંઈપણ ખાઈ છે તે અમુક જ વારમાં પાછું શરીરીની બહાર નીકળી જાય છે. નતાશા દિવસમાં છ છ વાર ભોજન લે છે છતાં પણ તેને અમુક અમુક સમયે વિટામિન્સના ઇન્જેક્શન લેવા પડે છે. તે જ્યાં પણ જાય વિટામિન્સના ઈન્જેકશન પોતાની સાથે જ રાખે છે.

Image Source

જણાવી દઈએ કે નતાશાની આ બીમારીનું સૌથી મોટું કારણ હતું વધુ પડતો તણાવ અને સ્ટ્રેસ. નતાશા પોતાની સાથે થયેલા અનુભવથી લોકોને સજાગ કરવા માગે છે કે વ્યક્તિને જીવનમાં ગમે તેટલી કઠિન પરિસ્થિતિ પણ કેમ ના આવે તેને હંમેશા હસતા-હસતા સ્વીકારવી જોઈએ, ના કે તણાવ કે ડિપ્રેશન લેવું જોઈએ.જીવન છે તો સુખ, દુઃખ આવવાના જ છે.

 

View this post on Instagram

 

That Gutless Foodie – Re-Explained. A lot has been written about me being a strong woman. Thank you. 🙏 But, I wouldn’t have been able to battle my “no stomach” situation, without my amazing papa @diddeeravindra, my nurturing mamma @neelam.diddee, my rascal brother @sammelier949 & my personal rock – @beingbengt. Strength is not about gender. It’s about strength. And who empowers you. They are my strength❤️ Today I’m re-sharing why I choose to cook People have asked me this question several times – When you’re ill, why do you still cook? I’m not religious, but our world is such, that despite everyone being born the same way, we’re born into a religion. Which, we are then taught. I was fortunate to be born into a family, which had mixed religions. So, despite not being religious, I learned to respect, several religions. In Hindu-ism, we’re taught to pray in a temple in a certain way. We’re taught to remove our footwear, take flowers, sweets & offerings for the Diety, close our eyes & pray. Then the priest accepts the offerings & gives you some of it back, as “prasad”, which signifies that your prayers have been accepted & you’ve been blessed. Contrary to what I was taught & with no disrespect meant, I choose to understand it differently & apply that association, to cooking. For me, Praying & Cooking, is about arresting all senses 🙏When I remove my footwear or feel an ingredient, I arrest the sense of touch 🙏When I look at the Diety or at an ingredient, I arrest the sense of sight 🙏When I hear the priest praying or food cooking, I arrest the sense of sound 🙏When I inhale the fragrance of the lit incence or of food cooking, I arrest the sense of smell 🙏When I eat the prasaad or the food that I’ve cooked, I arrest the sense of taste If all 5 sences are arrested, I have no choice, but to be in that moment. Which to me, is the essence of praying. And that is why I cook. ❤

A post shared by Natasha Diddee (@thegutlessfoodie) on

નતાશાને જ્યારે ખબર પડી કે તે હવે કઈ ખાઈ નહિ શકે ત્યારે તેને ખુબ દુઃખ થઈ હતું, આ બધા સિવાય નતાશા એ હાર ના માની અને પ્રોફેશનલ શેફ બનવાનું પોતાનું સપનું પૂરું કરવા માટે ફરીથી ટ્રેનિંગ ચાલુ કરી. અને આજે તે એક ક્વોલિફાઈડ પ્રોફેશનલ શેફ બની ગઈ છે. આજે નતાશા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ,‘द गटलेस फ़ूडी’ નામનું પેજ પણ ચલાવે છે અને તેના 55 હજાર જેટલા ફોલોઅર્સ પણ થઇ ચુક્યા છે.નતાશાના અનુસાર દરેક પરિસ્થિતિમાં જિંદગીને માણવી જોઈએ અને હસતા હસતા જીવન જીવવું જોઈએ.