ક્રિકેટર હાર્દિક પંડયાએ 2020ની શરૂઆતમાં જ ફેન્સને જાણકારી આપી હતી કે, તે એક્ટ્રેસ અને મોડેલ નતાશા સ્ટેનકોવિક સાથે સગાઇ કરી લીધી છે. આ સાથે જ તેને સગાઈની તસ્વીર અને વિડીયો ફેન્સ સાથે શેર કર્યા હતા. આ બાદ બંને ઘણી વાર સાથે જોવા મળે છે.
View this post on Instagram
ફરી એક વાર હાર્દિકની મંગેતર નતાશા ચર્ચામાં આવી છે. નતાશા હાર્દિકને કારણે નહીં પરંતુ તેના એક્સ બોયફ્રેન્ડને કારણે ચર્ચામાં આવી છે. નતાશાએ તેના એક્સબોયફ્રેન્ડ અલી ગોનીને તેના બર્થડે પર વિશ કર્યું હતું. નતાશાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વિડીયો શેર કર્યો હતો. જેમાં તે ડાન્સ કરતો નજરે ચડે છે. આ વિડીયો શેર કરતા નતાશાએ લખ્યું હતું કે, અમારો બેસ્ટ ડાન્સર.

જણાવી દઈએ કે, નતાશા અને અલી 2014માં એકબીજાને ડેટ કરતા હતા. નતાશા અને હાર્દિકની સગાઈ બાદ અલીએ એક વેબસાઈટને જણાવ્યું હતું કે, નતાશાની સગાઈ બાદ મેં તેને મેસેજ કર્યો હતો જેના કારણે તે પણ હેરાન હતી કારણે કે આ અચાનક જ થઇ ગયું હતું.
View this post on Instagram
જણાવી દઈએ કે, નતાશા અને અલી બંને ડાન્સ રિયાલિટી શો નચ બલિયે 9માં નજરે આવ્યા હતા. આ બાદ બંને વચ્ચે કોઈ કારણોસર બ્રેકઅપ થઇ ગયું હતું. બંનેએ દુબઈમાં એક બોટ પર સગાઈ કરી લીધી હતી. હાર્દિકની અચાનક સગાઈથી ફક્ત તેના ફેન્સ અને મિત્રો જ નહીં પરંતુ તેનો પરિવાર પણ હેરાન હતો.
View this post on Instagram
જાણકારી અનુસાર, હાર્દિક તેની નવી ગર્લફ્રેન્ડને લઈને ગંભીર છે. આ બંનેના સંબંધની ચર્ચા ઓગસ્ટ 2019થી ચાલી રહી હતી. બંનેને ઘણીવાર સાથે સ્પોટ કરવામાં આવ્યા છે. હાર્દિકે નતાશાને તેના પરિવાર સાથે મળાવી હતી. પાર્ટીમાં હાર્દિકનો ભાઈ કૃણાલ અને તેની ભાભી પંખુરી શર્મા પણ હાજર હતા. બંનેએ પોતાના સંબંધને જાહેર કર્યા ના હતા.
View this post on Instagram
જણાવી દઈએ કે ફિલ્મો સિવાય નતાશા તાજેતરમાં રિયાલિટી શો ‘નચ બલિયે 9’ માં જોવા મળી હતી. આ સિવાય તેણે ‘બિગ બોસ 8’માં પણ ભાગ લીધો હતો. મૂળ સર્બિયાની નતાશાનું નામ પણ પ્રિયાંક શર્મા સાથે પણ જોડાયું હતું. નતાશા છેલ્લે ઇમરાન હાશ્મી અને ઋષિ કપૂરની ફિલ્મ ‘ધ બોડી’ માં જોવા મળી હતી.
View this post on Instagram
બાદશાહના એક ગીત “ડીજે વાલે બાબુ મેરા ગાના બજા” થી લોકોના નજરમાં અને ચર્ચામાં આવેલી અભિનેત્રી નતાશા સ્તાંકોવિક સાથે હાર્દિકને છેલ્લા લાંબા સમયથી મિત્રતા ચાલી રહી છે.
View this post on Instagram
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.