મનોરંજન

3 મહિનાના નાના પંડ્યાનો એક્ટ્રેસે દેખાડયો ચહેરો, મમ્મી-પપ્પા હવે કેવો દેખાઈ છે અગસ્ત્ય ?

હાર્દિક પંડયાની પત્નીએ દીકરા અગસ્ત્ય સાથે શેર કરી બેહદ ક્યૂટ PHOTOS

મુંબઈ ઇન્ડિયન્સનો ક્રિકેટર હાર્દિક પંડયા આજકાલ આઈપીએલ 2020માં વ્યસ્ત છે. હાર્દિક પંડયા મેદાન ઉપર પર ઘણી ધમાલ મચાવી રહ્યો છે. આ સાથે જ તે પરિવારને બહુ જ યાદ કરી રહ્યો છે. તો બીજી તરફ તેની મંગેતર અને બૉલીવુડ એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક ભારતમાં દીકરા અગસ્ત્ય સાથે ખુશનુમા પળ વિતાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

અગસ્ત્યના જન્મ બાદ 21 દિવસ સુધી હાર્દિક તેની સાથે રહ્યો છે. આ બાદ દુબઈમાં આઇપીએલ 2020 શરૂ થઇ ગયો છે તેથી પત્ની અને દિકરાથી દૂર જવું પડયું હતું. ક્રિકેટર બંનેને મિસ કરીને તસ્વીર અને વિડીયો શેર કરે છે. 30 ઓક્ટોબરના રોજ હાર્દિક અને નતાશાનો લાડલો 3 મહિનાનો થયો છે.

 

View this post on Instagram

 

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

હાર્દિકની પત્ની અને એક્ટ્રેસે દીકરો 3 મહિનાનો થયો તેની ખુશીમાં કેક કાપી સેલિબ્રેશન કર્યું હતું. નતાશાએ દીકરા સાથેની ઘણી તસ્વીર શેર કરી છે. જેમાં 3 મહિનાના દીકરાનું મોઢું જોઈ શકાય છે. તસ્વીર જોઈને સોશિયલ મીડિયામાં લોકો વિચારી રહ્યા છે મમ્મી જેવો દેખાઈ છે પપ્પા જેવો દેખાઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

સોશિયલ મીડિયા પર નતાશા અને તેના પુત્ર અગસ્ત્યના ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું કે, “તે મમ્મી જેવો નહીં પરંતુ પપ્પા જેવો દેખાય છે.” બીજાએ લખ્યું, “આ કાકા પર ગયો છે”.

 

View this post on Instagram

 

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

કોઈ અન્ય ફેન્સએ લખ્યું કે ‘તે તેની દાદી જેવો દેખાય છે’. સાથોસાથ, એકએ લખ્યું, “જો તે તેની  માતા પર જાય તો ઠીક છે.”

જણાવી દઈએ કે, અગસ્ત્યનો જન્મ 30 જુલાઈ 2020ના રોજ થયો હતો. અને હવે તે 3 મહિનાનો થઇ ગયો છે. નતાશાએ આ પ્રસંગને ખૂબ જ સુંદર રીતે ઉજવ્યો છે. તેણે એક સુંદર ફોટો દ્વારા પોતાની ખુશી વ્યક્ત કરી છે.

હાર્દિકે 1 જાન્યુઆરી 2020 ના રોજ દુબઇમાં નતાશા સાથે સગાઈ કરી હતી. આ દંપતીએ મે મહિનામાં પ્રેગ્નેન્સી અંગેની જાહેરાત કરી કરી હતી. નતાશા સ્ટેનકોવિચ મોડેલ અને બોલિવૂડ અભિનેત્રી છે જેમણે ‘સત્યાગ્રહ’ અને ‘ફુકરે રિટર્ન્સ’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. નતાશા સર્બિયાની નાગરિક છે.