ખબર

સસરાના નિધન ઉપર હાર્દિકની પત્ની નતાશાએ શેર કરી ભાવુક પોસ્ટ, સોશિયલ મીડિયા ઉપર છલક્યું દુઃખ

ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાના પિતાનું શનિવારના રોજ હૃદયરોગના હુમલાના કારણે નિધન થયું હતું. તેમની ઉંમર 71 વર્ષની હતી. પિતાના નિધન બાદ પંડ્યા પરિવાર ઉપર દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે. ત્યારે આ દરમિયાન હાર્દિકની પત્ની નતાશાએ પણ સોશિયલ મીડિયા ઉપર ખુબ જ ભાવુક પોસ્ટ કરી અને શ્રદ્ધાંજલિ આપી હતી.

Image Source (Instagram: Nataša Stanković)

નતાશાએ પોતાના સસરા હિમાંશુ પંડ્યા સાથે ઘણી તસવીરો શેર કરી અને ભાવુક પોસ્ટ પણ લખી છે. આ તસ્વીરની અંદર હાર્દિકના પિતા તેમના પૌત્ર અગત્સ્ય સાથે જોવા મળી શકે છે.

Image Source (Instagram: Nataša Stanković)

આ તસવીરો શેર કરવાની સાથે નતાશાએ લખ્યું છે, “અમારી માટે આ માનવું અત્યારે મુશ્કેલ થઇ રહ્યું છે કે તમે અમને છોડી દીધા છે. તમે ઘરની અંદર સૌથી મજબૂત, પ્રેમાળ અને સૌથી મજેદાર હતા. તમે ઘણી જ સુંદર યાદો છોડી દીધી છે છતાં પણ અમારું ઘર બિલકુલ ખાલી છે.”

નતાશાએ આગળ લખ્યું છે કે “પહેલાથી જ તમને અને તમારા મજદાર જોક્સને યાદ કરી રહ્યા છીએ. મને ખુશી છે કે તમારે તમારા જીવનને એક બોસ અને અમારા અસલી રોકસ્ટારના રૂપમાં જીવ્યું. મને વિશ્વાસ છે કે તમારી ગુગલી વિશે અગત્સ્યને ખબર પડી જશે કે તેના દાદાજી કેટલી સુંદર આત્મા હતા. તમે સ્વર્ગમાં ઊંચી ઉડાણ ભરો, સ્વર્ગમાંથી હસો, અમને આશીર્વાદ આપતા રહો અને દરેક વસ્તુ માટે ધન્યવાદ. લવ યુ પાપા”

આ પહેલા હાર્દિક પંડ્યાએ પણ પોતાના પિતા સાથે એક ખુબ જ સુંદર તસ્વીર શેર કરી અને પિતાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.