બૉલીવુડ એક્ટ્રેસ નતાશા પોતાની ફિલ્મો સિવાય ટિમ ઇન્ડિયાના ક્રિકેટર હાર્દિક પંડ્યાને લઈને હંમેશા સુરખીઓમાં રહે છે. જાન્યુઆરીમાં બંનેએ સગાઇ કરીને બધાને ચોંકાવી દીધા હતા. આજે હાર્દિકે ઈન્ટાગ્રામમાં નવી તસ્વીરો અપલોડ કરી જેમાં દેખાય છે કે તેણે લગ્ન કરી લીધા છે. એમની ઘરે જલ્દી જ નાનકડું મહેમાન આવવાનું છે.
હાર્દિક પંડ્યાએ લખ્યું “Natasa and I have had a great journey together and it is just about to get better Together we are excited to welcome a new life into our lives very soon. We’re thrilled for this new phase of our life and seek your blessings and wishes ”
હાલ સમગ્ર દેશ કોરોના જેવી મહામારી સામે ઝઝૂમી રહી છે. કોરોનાના કારણે છેલ્લા 2 મહિનાથી દેશમાં લોકડાઉન હોય સેલિબ્રિટીઓ પણ ઘરમાં ક્વોલિટી સમય પસાર કરી રહ્યા છે.લોકડાઉન દરમિયાન બૉલીવુડ સેલિબ્રિટીઓ સોશિયલ મીડિયા દ્વારા તેની તસ્વીર અને વિડીયો શેર કરતા રહે છે. તો આ વચ્ચે દેશમાં જાણીતા ક્રિકેટર હાર્દિક પંડયા પણ લોકડાઉનમાં તેની મંગેતર નતાશા સાથે રોમેન્ટિક થયો હતો.
View this post on Instagram
હાર્દિકે પોતાના ફેન્સને વર્ષ 2020ના પહેલા જ દિવસે ધમાકેદાર ન્યૂઝ આપીને ખુશ કરી દીધા હતા. હાર્દિકે તેની ગર્લફ્રેન્ડ નતાશા સ્ટેનકોવિક સાથે સગાઈ કરી તેનું કન્ફર્મેસન ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને આપ્યું હતું. હાર્દિક પંડ્યાએ ઇન્સ્ટાગ્રામમાં પોતાની ગર્લફ્રેન્ડ નતાશા સ્ટેનકોવિક સાથેની તસવીર શેર કરી છે. જે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
View this post on Instagram
આ તસ્વીરમાં બંને રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યા છે. આ તસ્વીરમાં જો શકાય છે કે, નતાશા હાર્દિકને ગાલ પર કિસ કરતી જોવા મળી રહી છે. તો હાર્દિક કેમેરા સામે પોઝ આપતો જોવા મળી રહ્યો છે. આ ફોટામાં લોકો આ બંનેની શાનદાર કેમિસ્ટ્રીનો આનંદ લઇ રહ્યા છે. નતાશાએ કેપ્સનમાં લખ્યું હતું કે, કેવું ચાલી રહ્યું છે ક્વોરેન્ટાઇન. હાર્દિકે નતાશાની તસ્વીર પર કમેન્ટ કરતા લખ્યું હતું કે, તમારી સાથે, સૌથી શાનદાર.
નતાશાએ આ ફોટામાં કોઈ કેપ્શન મૂક્યું નથી, પરંતુ કેટલીક ઇમોજીસ બનાવી છે.આ ફોટોના કેપ્શનમાં નતાશાએ હૃદય અને પ્રેમ સાથે ઇમોજી આપ્યો છે, આ સાથે તેણે ફોટોમાં હાર્દિકને પણ ટેગ કર્યા છે. જણાવી દઈએ કે, નતાશા સ્ટેનકોવિક લોકડાઉનમાં હાર્દિક પંડયા સાથે ઘરમાં ક્વોરેન્ટાઇનમાં છે. આ વાતની જાણકારી હાલમાં જ નતાશા સ્ટેનકોવિક દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપી હતી.
View this post on Instagram
નતાશાએ આ તસ્વીર શેર કરતા ફેન્સે એક સવાલ પૂછ્યો હતો. તેના સવાલનો જવાબ હાર્દિક પંડયાએ બેહદ ખાસ અંદાજમાં આપ્યો હતો. જાણકારી અનુસાર, હાર્દિક તેની નવી ગર્લફ્રેન્ડને લઈને ગંભીર છે. આ બંનેના સંબંધની ચર્ચા ઓગસ્ટ 2019થી ચાલી રહી હતી. બંનેને ઘણીવાર સાથે સ્પોટ કરવામાં આવ્યા છે. હાર્દિકે નતાશાને તેના પરિવાર સાથે મળાવી હતી.પાર્ટીમાં હાર્દિકનો ભાઈ કૃણાલ અને તેની ભાભી પંખુરી શર્મા પણ હાજર હતા. બંનેએ પોતાના સંબંધને જાહેર કર્યા ના હતા. વેલેન્ટાઈનડેના ખાસ દિવસ પર બોલિવૂડ એક્ટ્રેસ નતાશા સ્ટાનકોવિક અને ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.
હાર્દિક પંડયાએ વેલેન્ટાઈન ડેના ખાસ અવસર પર પોતાની અને નતાશાની કેટલીક તસ્વીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. હાર્દિકે પોતાની મંગેતર સાથેની તસ્વીરમાં કેપ્સનમાં લખ્યું હતું કે, “મારી વેલેન્ટાઈન જીવન માટે.” હાર્દિક અને તેની મંગેતર નતાશાની તસ્વીરો ખુબ જ વાયરલ થઈ રહી છે. નતાશા સ્ટાનકોવિક અને હાર્દિકે નવા વર્ષની શરૂઆતમાં જ સગાઈ કરી હતી. સગાઈ પછી આ જોડી ખુબ જ ચર્ચામાં રહી હતી.
આ પહેલા પણ બંનેની ઘણી તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી.નતાશા સ્ટાનકોવિક વાત કરવામાં આવે તો નતાશા એક્ટ્રેસની સાથે સાથે ડાન્સર અને મોડલ પણ છે. તેને ફિલ્મ સત્યાગ્રહથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. થોડા સમય પહેલા તે બોગબોસ 8 અને નચ બલિયેમાં ખુબ જ ચર્ચામાં રહી હતી. આ ઉપરાંત નતાશા બાદશાહના ‘ડીજે વાલે બાબુ’ ગીતમાં પણ જોવા મળી હતી.હાર્દિકની વાત કરીએ તો તે હાલમાં ઈજાને કારણે ટીમમાંથી બહાર છે, તે હાલમાં એનસીએમાં પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યો છે. હાર્દિકને ઇન્ડિયા ન્યુઝીલેન્ડ સામે રમાનારી મેચમાં લેવામાં આવ્યો હતો પરંતુ ખબર આવી કે તેઓ ફિટ નથી.
આ ખબર પછી ઘણા વિવાદો પણ થયા હતા.ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી હાર્દિક પંડ્યા અને તેની મંગેતર નતાશા સ્ટેનકોવિક સગાઈ બાદથી જ ચર્ચાનો વિષય બની ગયા છે. બંનેએ નવા વર્ષની શરૂઆત સાથે જ પોતાના સંબંધોને નામ આપ્યું હતું. આવું કરીને બંનેએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. હવે જ્યારથી બંનેની સગાઇ થઇ છે ત્યારથી જ બધાની નજરો બંને પર જ છે.બંને જ્યાં પણ જાય છે, લોકોની નજર ફક્ત બંને પર જ ટકેલી રહે છે. ત્યારે આજકાલ સોશિયલ મીડિયા પર પણ લોકોની નજરો બંને પર જ ટકેલી છે. બંનેમાંથી કોઈ પણ સોશિયલ મીડિયા પર તસ્વીરો પોસ્ટ કરે અને તરત જ તેમના ચાહકો આ તસ્વીરોને વાયરલ કરી દે છે. હાર્દિક અને નતાશા પણ તેમના ચાહકોને નિરાશ નથી કરતા અને તસ્વીરો શેર કરતા રહે છે.
ત્યારે હાલમાં જ નતાશાએ શેર કરેલી બંનેની એક તસ્વીર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.નોંધનીય છે કે હાર્દિક અને નતાશાએ 1 જાન્યુઆરી 2020ના રોજ સગાઇ કરી લીધી હતી. જેની તસ્વીરો બંનેએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જેને જોઈને બધા જ લોકોને નવાઈ લાગી હતી. બધાએ તેમને આ તસ્વીરો પર અભિનંદન આપ્યા.
બંનેની સગાઇ બાદ નતાશાક્રિકેટર હાર્દિક પંડયાએ 2020ની શરૂઆતમાં જ ફેન્સને જાણકારી આપી હતી કે, તે એક્ટ્રેસ અને મોડેલ નતાશા સ્ટેનકોવિક સાથે સગાઇ કરી લીધી છે. આ સાથે જ તેને સગાઈની તસ્વીર અને વિડીયો ફેન્સ સાથે શેર કર્યા હતા. આ બાદ બંને ઘણી વાર સાથે જોવા મળે છે.ની એક્સ બોયફ્રેન્ડ અને હાર્દિકની એક્સ ગર્લફ્રેન્ડે પણ પોતાનું રિએક્શન આપીને ખુશી વ્યક્ત કરી હતી. ત્યારે ઉર્વશીએ તો એમ પણ કહ્યું કે હાર્દિકને ક્યારેય પણ એની જરૂર હોય તો યાદ કરે.
View this post on Instagram
ક્રિકેટર હાર્દિક પંડયાએ 2020ની શરૂઆતમાં જ ફેન્સને જાણકારી આપી હતી કે, તે એક્ટ્રેસ અને મોડેલ નતાશા સ્ટેનકોવિક સાથે સગાઇ કરી લીધી છે. આ સાથે જ તેને સગાઈની તસ્વીર અને વિડીયો ફેન્સ સાથે શેર કર્યા હતા. આ બાદ બંને ઘણી વાર સાથે જોવા મળે છે.ફરી એક વાર હાર્દિકની મંગેતર નતાશા ચર્ચામાં આવી છે.
નતાશા હાર્દિકને કારણે નહીં પરંતુ તેના એક્સ બોયફ્રેન્ડને કારણે ચર્ચામાં આવી છે. નતાશાએ તેના એક્સબોયફ્રેન્ડ અલી ગોનીને તેના બર્થડે પર વિશ કર્યું હતું. નતાશાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વિડીયો શેર કર્યો હતો. જેમાં તે ડાન્સ કરતો નજરે ચડે છે. આ વિડીયો શેર કરતા નતાશાએ લખ્યું હતું કે, અમારો બેસ્ટ ડાન્સર.જણાવી દઈએ કે, નતાશા અને અલી 2014માં એકબીજાને ડેટ કરતા હતા.
નતાશા અને હાર્દિકની સગાઈ બાદ અલીએ એક વેબસાઈટને જણાવ્યું હતું કે,નતાશાની સગાઈ બાદ મેં તેને મેસેજ કર્યો હતો જેના કારણે તે પણ હેરાન હતી કારણે કે આ અચાનક જ થઇ ગયું હતું.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.