ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા અવાર નવાર કોઇના કોઇ કારણસર ચર્ચામાં રહેતો હોય છે. હાર્દિકની પત્ની નતાશા સ્ટેનકોવિક પણ અવાર નવાર તેની તસવીરો અને પ્રેગ્નેંસીની અફવાને કારણે ચર્ચામાં રહે છે. ત્યારે હાલમાં નતાશાએ તેનો 30મો જન્મદિવસ ઉજવ્યો. નતાશાનો જન્મદિવસ 4 માર્ચના રોજ આવે છે અને આ જ તારીખે હાર્દિકના ભાઇ અને ક્રિકેટર ક્રુણાલ પંડ્યાની પત્ની પંખુરીનો પણ જન્મદિવસ છે. હાર્દિકે પત્ની અને ભાભી બંનેને બર્થ ડે પર વિશ કરતી પોસ્ટ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી.
પરંતુ આ પોસ્ટમાં જેણે સૌથી વધુ ધ્યાન ખેંચ્યુ તે હતુ ગુજરાત ટાઇટન્સ ટીમના એકાઉન્ટ પરથી કરવામાં આવેલી કમેન્ટ… હાર્દિકે પત્ની નતાશા અને ભાઈ-ભાભી ક્રુણાલ અને પંખુરી શર્મા સાથેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી અને કેપ્શનમાં લખ્યું હતુ કે, “મારા જીવનની બે સૌથી સુંદર મહિલાઓને આશીર્વાદ અને જન્મદિવસની શુભેચ્છા. તમને બંનેને દુનિયાની બધી જ ખુશીઓ મળે. તમને બંનેને ખૂબ પ્રેમ કરું છું.” આ પોસ્ટ પર નતાશાએ હાર્ટ ઇમોજી તો પંખુરીએ લવ યુની કમેન્ટ કરી હતી.
ત્યારે આ જ પોસ્ટની કમેન્ટમાં ગુજરાત ટાઇટન્સ નામના એકાન્ટ પરથી લખવામાં આવ્યુ હતુ કે જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ નતાશાબેન. હાર્દિકે તેની અને નતાશાની બે તસવીરો ઇન્સ્ટા સ્ટોરી પર શેર કરી હતી. જેમાં એ તસવીરમાં તે બંને એકબીજાના પ્રેમમાં ડૂબેલા જોવા મળ્યા હતા. આ ઉપરાંત નતાશાએ પંખુરી સાથેની તસવીર ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોસ્ટ કરી હતી, જેમાં તેણે લખ્યુ હતુ કે ચીયર્સ ટુ અસ. હાર્દિકની વાત કરીએ તો, IPLમાં આ વર્ષથી બે નવી ટીમનો ઉમેરો કરવામાં આવ્યો છે જેમાંથી અમદાવાદની ટીમનું નામ ગુજરાત ટાઈટન્સ છે.
હાર્દિક પંડ્યા આ ટીમનો કેપ્ટન છે. નતાશાની વાત કરીએ તો, તે એક સર્બિયન મોડલ છે. નતાશાએ પોતાના કરિયરની શરૂઆત 2012માં મુંબઈમાં કરી હતી. તેણે બાદશાહના ગીત ‘ડીજે વાલે બાબુ’ સહિત અનેક જાહેરાતોમાં કામ કર્યું છે. હાર્દિક પંડ્યા પહેલા નતાશા ટીવી અભિનેતા અને બિગબોસ કંટેસ્ટેંટ અલી ગોની સાથે રિલેશનશિપમાં હતી. નતાશા અને અલી લગભગ એક વર્ષથી રિલેશનશિપમાં હતા.
જ્યારે નતાશા સ્ટેનકોવિક માતા બની ત્યારે તેના એક્સ બોયફ્રેન્ડ ટીવી એક્ટર અલી ગોનીએ પણ એક ક્યૂટ મેસેજ લખ્યો હતો.નતાશા સ્ટેનકોવિકને પ્રપોઝ કર્યા બાદ હાર્દિક પંડ્યાએ 2020ની શરૂઆતમાં દુબઈમાં સગાઈ કરી લીધી હતી. આ સેલિબ્રિટી કપલે 30 જુલાઈ 2020ના રોજ તેમના પુત્ર અગસ્ત્યનું સ્વાગત કર્યું હતુ.