જીવનશૈલી

હાર્દિક પંડ્યા સાથે સગાઈ થતા જ નતાશાએ કર્યું એવું કામ, જોતાં જ ક્રિકેટરે આપ્યું આવું રિએક્શન

બિગ બોસની કન્ટેસ્ટન્ટ રહી ચુકેલી નતાશા અને ક્રિકેટર હાર્દિક પંડ્યાએ અમુક દિવસો પહેલા જ પોતાની સગાઈની ઘોષણા કરીને દરેકને ચોંકાવી દીધા હતા. તેઓએ પોતાની અમુક તસ્વીરો શેર કરીને જણાવ્યું હતું કે તેઓએ સગાઈ કરી લીધી છે. જેના પછીથી જ હાર્દિક-નતાશા સૌથી ચર્ચિત જોડિઓમા આવી ગયા છે. એવામાં હવે તાજેતરમાં જ નતાશાએ એવું કામ કર્યું છે જેના પર હાર્દિક પંડ્યા પણ કમેન્ટ કર્યા વગર રહી ન શક્યા.

નતાશાએ પોતાની એક નવી તસ્વીર શેર કરી છે. નતાશાએ હાલમાં જ નવા હેરકટ કરાવ્યા છે. નવા લુકમાં નતાશા પહેલા કરતા પણ વધારે સુંદર લાગી રહી હતી. નતાશાએ કૈપ્શનમા લખ્યું કે,”ફ્રેશ કટ.” સાથે કાતરનું સિમ્બોલ પણ મૂક્યું હતું. તસ્વીર પર હાર્દિકે આંખોમાં દિલવાળું ઈમોજી પોસ્ટ કર્યું હતું.

 

View this post on Instagram

 

#freshcut ✂️

A post shared by 🎀Nataša Stanković🎀 (@natasastankovic__) on

નતાશાનો આ નવો લુક તેના ચાહકોને પણ ખુબ પસંદ આવી રહ્યો છે. એક યુઝરે લખ્યું કે,”ક્યુટનેસ ઓવરલોડે.” એક બીજા યુઝરે લખ્યું કે,”બ્યુટીફૂ.” જયારે અન્ય એકે લખ્યું કે,”હાર્દિકને બતાવો.”

 

View this post on Instagram

 

🔥❤️ #throwback😍 @hardikpandya93

A post shared by 🎀Nataša Stanković🎀 (@natasastankovic__) on

નતાશા અને હાર્દિકે નવા વર્ષના નિમિતે દુબઈમાં સગાઈ કરી હતી. સગાઈ પછી હાર્દિકે સોશિયલ મીડિયા પર પોતાની સગાઈની ઘોષણા કરતા લખ્યું હતું કે,”મૈં તેરા તું મેરી જાને સારા હિન્દુસ્તાન.” સમુદ્રની વચ્ચે હાર્દિકે પહેલા નતાશાને પ્રપોઝ કર્યું હતું અને વીંટી પણ પહેરાવી હતી. હાર્દિકે નતાશાને વીંટી પહેરાવતો એક વિડીયો પણ હશે કર્યો હતો.

 

View this post on Instagram

 

☀️🏝💙

A post shared by 🎀Nataša Stanković🎀 (@natasastankovic__) on

નતાશા બોલીવીડની અમુક ફિલ્મો તથા રિયાલિટી શોમાં જોવા મળી ચુકી છે. નતાશા બિગ બોસ સીઝન-8નો પણ હિસ્સો રહી ચુકી છે. નતાશા છેલ્લીવાર બોલીવુડ ફિલ્મ ‘ધ બૉડી’ ના એક ગીતમાં ઇમરાન હાશ્મી અને ઋષિ કપૂરની સાથે જોવા મળી હતી.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ