ખબર ફિલ્મી દુનિયા

છોટે પંડયા સાથે રમતી જોવા મળી નતાશા સ્ટેનકોવિક, મમ્મી સાથે રમતા જોઈને હસી રહ્યો હતો અગસ્ત્ય

દીકરા અગસ્ત્ય સાથે રમતી નજરે આવી વિદેશી પત્ની નતાશા, જુઓ તસ્વીરો

મોડેલ અને એક્ટ્રેસ નતાશા અને તેનો પતિ અને ભારતીય ક્રિકેટર હાર્દિક પંડયા સોશિયલ મીડિયામાં ઘણા એકિટવ રહે છે. બંને દીકરા અગસ્ત્ય સાથેની તસ્વીર અને વિડીયો શેર કરતા રહે છે. હવે નતાશાએ દીકરાની લેટેસ્ટ તસ્વીર શેર કરી છે. જેમાં તે છોટે પંડયા સાથે રમતી નજરે ચડે છે. દીકરો મમ્મીને રમતી જોઈને હસતો નજરે ચડે છે.

 

View this post on Instagram

 

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

નતાશા સ્ટેનકોવિચે મંગળવારે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પુત્ર અગસ્ત્યના બે ફોટા શેર કર્યા છે. જેમાં તે પુત્ર સાથે રમકડા રમતી જોવા મળે છે. અગસ્ત્ય Pramમાં નજરે ચડે છે અને નતાશા સ્ટેન્કોવિચ ખુરશી પર બેઠી છે. પુત્ર સાથે ફોટો શેર કરતાની સાથે નતાશાએ કેપ્શનમાં ઇમોજી પણ બનાવી છે. હાર્દિક પંડ્યાએ તાજેતરમાં પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક જુનો વીડિયો શેર કર્યો છે. જેમાં તે પુત્ર અગસ્ત્ય સાથે રમતો જોવા મળે છે. હાર્દિક પંડ્યા પુત્રને હાઈ-ફાઇવ આપતો હતો. થોડા સમય બાદ તે કહે છે કે, ચાલો હવે ડેડીને સુઈ જવું છે. આ સાથે જ કેપ્સનમાં લખ્યું હતું કે, અગત્સ્ય સાથે રમવાનો સમય. આ જ વસ્તુને હું સૌથી વધુ મિસ કરી રહ્યો છું.

 

View this post on Instagram

 

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

હું આ દિવસ આખી જિંદગી યાદ રાખીશ. હાર્દિક પંડયાએ દીકરા સાથેની એક તસ્વીર પણ શેર કરી હતી. જેમાં તે દીકરાને ખભા પર રાખ્યો છે. હાર્દિકની પોસ્ટ પર નતાશાએ તુરંત જ પ્રતિક્રિયા આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

નતાશા સ્ટેન્કોવિચ ઘરે પોતાના પુત્ર અગસ્ત્ય સાથે સમય વિતાવી રહી છે. નતાશા ઘણીવાર પોતાના પુત્ર સાથે ફોટા અને વીડિયો શેર કરે છે. એક પોસ્ટ દ્વારા તેમણે કહ્યું હતું કે અગસ્ત્ય ત્રણ મહિનાનો થઈ ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

જણાવી દઈએ કે, 2020 ની શરૂઆતમાં હાર્દિક અને નતાશાએ સગાઈની ઘોષણા કરી હતી. હાર્દિકે દુબઇમાં નતાશાને પ્રપોઝ કર્યું હતું અને સગાઈની વીંટી પહેરાવી હતી. આ વર્ષે 30 જુલાઈએ નતાશાએ એક પુત્રને જન્મ આપ્યો. હાર્દિક અવારનવાર પુત્ર સાથે તસ્વીરો શેર કરતો હોય છે.