હાર્દિક પંડ્યાની પત્ની નતાશાએ શેર કરી એવી-એવી તસવીરો કે મિનિટોમાં વાયરલ થઇ ગયા Private Photos
પHardik and Natasa get Intimate on the couch : એક તરફ જ્યાં ભારતીય ક્રિકેટરો વેસ્ટ ઈન્ડિઝ સામેની ક્રિકેટ સિરીઝની તૈયારી કરી રહ્યા છે, તો બીજી તરફ હાર્દિક પંડ્યા તેની પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે સોશિયલ મીડિયા પર એક્સ્ટ્રા રોમેન્ટિક જોવા મળી રહ્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશીપ કરનાર હાર્દિક પંડ્યા હાલમાં તેના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે.સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાસા સ્ટેનકોવિક બંને તેમની શાનદાર સ્ટાઈલ માટે જાણીતા છે.
2022 T20 વર્લ્ડ કપથી હાર્દિક પંડ્યા T20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી રહ્યો છે, જ્યારે ODI ફોર્મેટમાં તેને વાઈસ કેપ્ટનની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. 27 જૂને મુંબઈમાં એક ઈવેન્ટ દરમિયાન ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ વર્લ્ડ કપ 2023નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું અને તેના થોડા સમય બાદ હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિચે તેના પતિ સાથે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક ઈન્ટીમેટ તસવીરો શેર કરી.
આ તસવીરો જોઈને ચાહકો પણ હેરાન રહી ગયા. નતાશાએ હાર્દિક સાથેની ત્રણ તસવીરો શેર કરી છે, અને ફ્રેન્ચમાં કેપ્શન આપ્યું છે. જેનો અર્થ છે કે હું તને પાગલપણે પ્રેમ કરું છું. આ તસવીરોમાં હાર્દિક અને નતાશાના લુકની વાત કરીએ તો નતાશાએ ઝેબ્રા પ્રિન્ટનો ડીપ નેક શોર્ટ ડ્રેસ પહેર્યો છે, તો હાર્દિક પંડ્યા બ્લેક સાટીનનો હાફ સ્લીવ શર્ટ પહેર્યો છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે નતાશા અને હાર્દિક તસવીરો માટે આટલી હોટ રીતે પોઝ આપી રહ્યા હોય.
આ પહેલા પણ તેઓ સોશિયલ મીડિયા પર હોટ અને સેક્સી ફોટોઝ શેર કરી પોતાની હોટ કેમેસ્ટ્રીથી ઘણી વખત આગ લગાવી ચુક્યા છે. હાર્દિક અને નતાશાની આ તસવીરો જોઈને લોકો અલગ અલગ કમેન્ટ્સ કરી રહ્યા છે. આ તસવીરો પર હાર્દિકની ભાભી અને કૃણાલ પંડ્યાની પત્ની પંખુરીએ પણ કમેન્ટ કરી છે. જણાવી દઈએ કે હાર્દિક હાલમાં બ્રેક પર છે. હવે તે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં એક્શનમાં જોવા મળશે. હાર્દિક પંડ્યાની પર્સનલ લાઇફની વાત કરીએ તો, તેણે વર્ષ 2020માં નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા હતા. નતાશા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
નતાશા તેની હોટનેસ અને ગ્લેમર માટે જાણીતી છે. આ વર્ષની શરૂઆતમાં હાર્દિક અને નતાશાએ બીજીવાર લગ્ન કર્યા. હાર્દિક પંડ્યાએ તેની પાર્ટનર નતાશા સ્ટેનકોવિક સાથે ફેબ્રુઆરીમાં ક્રિશ્ચિયન રીતિ-રિવાજથી અને હિંદુ રીતિ રિવાજથી લગ્ન કર્યા હતા. નતાશાની વાત કરીએ તો, તે વર્ષ 2014માં બિગ બોસની સીઝન 8માં જોવા મળી હતી. નતાશાએ સત્યાગ્રહ, ડેડી અને ફુકરે રિટર્ન્સમાં કામ કર્યું છે.જણાવી દઇએ કે, આ વર્ષે ભારત વર્લ્ડ કપની યજમાની કરવાનું છે, જે 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાશે. હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ, ગુજરાત ટાઇટન્સે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2022નું ટાઇટલ જીત્યું હતું, જ્યારે ગુજરાત ટાઇટન્સ આઇપીએલ 2023માં રનર અપ રહી હતી. હાર્દિકની IPLમાં કેપ્ટનશિપથી પ્રભાવિત થયા બાદ ભારતીય T20 ટીમનો તેને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. એવું માનવામાં આવે છે કે ICC વર્લ્ડ કપ 2023 પછી, હાર્દિકને મર્યાદિત ઓવરના ફોર્મેટમાં કાયમી કેપ્ટન બનાવવામાં આવશે.