મેચ પહેલા જ હાર્દિક પંડ્યા સાથે ચીલ કરતી જોવા મળી હતી નતાશા, સોશિયલ મીડિયામાં રોમાન્ટિક તસવીરો થઇ વાયરલ, જુઓ

વિદેશી સુંદર પત્ની સાથે જલસા કરતા દેખાય હાર્દિક ભાઈ, ફાટેલા જીન્સમાં દેખાય ભાભી, જુઓ તસવરીઓ

મેન્સ ટી-20 વર્લ્ડ કપનો આરંભ થઇ ગયો છે અને ભરતની પહેલી જ મેચ પાકિસ્તાન સામે યોજાઈ, આ મેચ ખુબ જ દીલચપ્સ રહી અને મેચનો નિર્ણય છેલ્લા બોલ ઉપર આવ્યો હતો, ત્યારે આ મેચમાં જીતનો હીરો વિરાટ કોહલી રહ્યો, પરંતુ તેનો સાથ નિભાવ્યો હતો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ. હાર્દિકે પણ એ મેચમાં બોલિંગ અને બીટિંગમાં ખુબ જ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્યારે હાર્દિકની પણ ઠેર ઠેર વાહ વાહ થઇ રહી છે.

આજે ભારત વર્લ્ડ કપમાં નેધરલેન્ડ સામે ટકરાશે. ત્યારે આ દરમિયાન હાર્દિક અને નતાશાની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. T20 વર્લ્ડ કપની બીજી મેચ પહેલા પણ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક પતિ હાર્દિક પંડ્યા સાથે ચિલ કરતી જોવા મળી હતી, જે દરમિયાન કપલ ખૂબ જ શાનદાર લુકમાં જોવા મળ્યું હતું.

બોલિવૂડ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક આ દિવસોમાં પતિ હાર્દિક પંડ્યા સાથે સિડનીમાં વેકેશન માણી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર, અભિનેત્રીએ તેના પતિ સાથે રોમેન્ટિક પોઝ આપતી તસવીરો પોસ્ટ કરી છે. T20 વર્લ્ડ કપમાં નેધરલેન્ડ સામેની મેચ પહેલા નતાશા અને હાર્દિકે પરિવાર સાથે થોડો સમય વિતાવ્યો હતો.

તસવીરોમાં વેકેશનમાં નતાશા શાનદાર લુકમાં જોવા મળી હતી. હાર્દિકે શોટ સાથે ટી-શર્ટ પહેરી છે, જ્યારે નતાશા પણ ડેનિમ અને ટોપીમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. પત્ની નતાશા અને પુત્ર અગસ્ત્ય થોડા દિવસ પહેલા હાર્દિક પંડ્યાને મળવા માટે સિડની પહોંચ્યા હતા. બંને સિડનીના રસ્તાઓ પર કેઝ્યુઅલ લુકમાં વાતાવરણની મજા લેતા જોવા મળે છે.

નતાશાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના સરપ્રાઈઝ વેકેશનના વીડિયો અને તસવીરો પણ શેર કરી છે. અહીં કપલે ઓપેરા હાઉસની મુલાકાત પણ લીધી હતી. વર્લ્ડ કપલની મેચ પહેલા નતાશા ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ હતી અને આ કપલ મેલબોર્નની સડકો પર લટાર મારતું જોવા મળ્યું હતું.

 

Niraj Patel