મનોરંજન હેલ્થ

હાર્દિક પંડયાની પત્ની નતાશાએ કર્યો ખુલાસો, જણાવ્યું કે, પ્રેગ્નેન્સી બાદ કેવી રીતે ઘટાડયું વજન

ડિલિવરીના 18 દિવસમાં જ ઘટાડયું વજન, અત્યારે એવું ફિગર થઇ ગયું કે જોતાંની સાથે જ પ્રેમ કરી બેસે છે લોકો

ક્રિકેટર હાર્દિક પંડયાએ આ વર્ષ મે મહિનામાં તેની ગર્લફ્રેન્ડ અને સર્બિયન એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા હતા. જુલાઈમાં બંને માતા-પિતા બની ગયા હતા. હાર્દિક અને નતાશાના ઘરે દીકરા અગસ્ત્યનો જન્મ થયો હતો. નતાશા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. તે હાર્દિક અને અગસ્ત્ય સાથેની તસ્વીર શેર કરતી રહે છે. નતાશાએ માતા બન્યા બાદ બહુ જ જલ્દી વજન ઘટાડી દીધું હતું. જેને લઈને ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયામાં લોકો તેને વેઇટ લોસ જર્ની વિશે પૂછે છે.

આ વર્ષ હાર્દિક અને નતાશાના જીવનમાં ખુશી લઈને આવ્યું છે. 30 જુલાઈના રોજ હાર્દિકે સોશિયલ મીડિયા દ્વારા નતાશાને બેબી બોય હોવાના સમાચાર આપ્યા હતા. તેમના પુત્ર સાથે ફોટો પોસ્ટ કરતા તેમણે લખ્યું હતું કે, “ભગવાનના આશીર્વાદ અમારી સાથે છે”.

18 ઓગસ્ટએ નતાશાએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો. જેમાં ડિલિવરી પછી વજન ઓછું કરવાની જર્ની જણાવી હતી ડિલિવરી પછી તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા ફોટામાં તે ખૂબસુરત લાગી રહી છે. નતાશાએ પોતાને અરીસામાં જોતો ફોટો પણ પોસ્ટ કર્યો હતો.

નતાશાએ હવે ખુદ સોશિયલ મીડિયામાં તેનો ખુલાસો કર્યો હતો કે, તેને કેવી રીતે વજન ઘટાડ્યું હતું.

નતાશાએ ઇન્સ્ટાગ્રામ પર તેનો બૂમરેંગ વિડીયો પણ શેર કર્યો હતો. જેમાં તે જિમ વેર પહેરેલી નજરે ચડે છે. આ સાથે જ ટોન્ડ બોડી ફ્લોન્ટ કરી રહી છે. આ વિડીયો સાથે જણાવ્યું હતું કે, તેને કેવી રીતે વજન ઘટાડયું હતું. નતાશાએ લખ્યું હતું કે, ઘણા લોકોએ મને પૂછ્યું છે કે, પ્રેગનેંન્સી બાદ મેં કેવી રીતે વજન ઘટાડયું હતું. હું એ વ્યક્તિ નથી જે જિમ જાઉં છું અથવા તો હેવી ટ્રેનિંગ લઉં છું. મને લાગે છે કે, મારે ફક્ત હેલ્થી ખોરાકનો જ આભાર વ્યક્ત કરવો જોઈએ. ડિલિવરીના માત્ર 18 દિવસમાં જ તેને વજન ઓછું કરી લીધું હતું.

નતાશા તે ખુબસુરત સેલેબ્સ પૈકી એક છે જે ક્રોપ ટોપ જેવા વેસ્ટર્ન વેર સાથે પણ એથનિક વેરમાં પણ એટલી જ સારી લાગે છે. સામાન્ય રીતે નતાશા મિનિમમ મેકઅપ સાથે નજરે આવતી હોય છે. તે ખુલ્લા વાળ રાખવાનું પસંદ કરે છે.

નતાશા દીકરાની દેખભાળમાં વ્યસ્ત હોવા છતાં પણ હાર્દિકનો ખ્યાલ રાખવાનું નથી ભૂલતી. આ તસ્વીરમાં હાર્દિક નતાશાને પ્રેમ કરતો નજરે ચડે છે. નો મેકઅપ લુકમાં નતાશાની સુંદરતા જોવાલાયક છે.