મનોરંજન

નતાશા સ્ટાનકોવિક સાથે હાર્દિક પંડયાએ શેર કરી તસ્વીર, કહ્યું કે-આખી જિંદગી તું જ મારી વેલેન્ટાઈન…

વેલેન્ટાઈનડેના ખાસ દિવસ પર બોલિવૂડ એક્ટ્રેસ નતાશા સ્ટાનકોવિક અને ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. હાર્દિક પંડયાએ વેલેન્ટાઈન ડેના ખાસ અવસર પર પોતાની અને નતાશાની કેટલીક તસ્વીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

હાર્દિકે પોતાની મંગેતર સાથેની તસ્વીરમાં કેપ્સનમાં લખ્યું હતું કે, “મારી વેલેન્ટાઈન જીવન માટે.” હાર્દિક અને તેની મંગેતર નતાશાની તસ્વીરો ખુબ જ વાયરલ થઈ રહી છે. નતાશા સ્ટાનકોવિક અને હાર્દિકે નવા વર્ષની શરૂઆતમાં જ સગાઈ કરી હતી. સગાઈ પછી આ જોડી ખુબ જ ચર્ચામાં રહી હતી. આ પહેલા પણ બંનેની ઘણી તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

નતાશા સ્ટાનકોવિક વાત કરવામાં આવે તો નતાશા એક્ટ્રેસની સાથે સાથે ડાન્સર અને મોડલ પણ છે. તેને ફિલ્મ સત્યાગ્રહથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. થોડા સમય પહેલા તે બોગબોસ 8 અને નચ બલિયેમાં ખુબ જ ચર્ચામાં રહી હતી. આ ઉપરાંત નતાશા બાદશાહના ‘ડીજે વાલે બાબુ’ ગીતમાં પણ જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by 🎀Nataša Stanković🎀 (@natasastankovic__) on

હાર્દિકની વાત કરીએ તો તે હાલમાં ઈજાને કારણે ટીમમાંથી બહાર છે, તે હાલમાં એનસીએમાં પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યો છે. હાર્દિકને ઇન્ડિયા ન્યુઝીલેન્ડ સામે રમાનારી મેચમાં લેવામાં આવ્યો હતો પરંતુ ખબર આવી કે તેઓ ફિટ નથી. આ ખબર પછી ઘણા વિવાદો પણ થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by 🎀Nataša Stanković🎀 (@natasastankovic__) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.