મનોરંજન

હાર્દિકની ઘરવાળી નતાશાએ દેખાડી બેબી શાવરની તસ્વીરો, જુઓ મસ્ત પોઝ આપ્યા

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હંમેશા કોઈ કારણસર ચર્ચામાં રહે છે. મેદાનમાં તેના દમદાર રીતે રમવાથી માંડીને મેદાનની બહારના અને તેની જીવનશૈલી સુધી તે કાયમ ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ હાર્દિકે તેની પત્ની નતાશા સ્ટેન્કોવિચની પ્રેગ્નેન્ટ હોવાની જાણકારી આપીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. આ બંનેની તસ્વીરો પણ ખૂબ વાયરલ થઈ હતી.
નતાશાએ તેના બેબી શાવરની તસ્વીરો શેર કરી છે. નતાશા ખૂબ જ જલ્દીથી હાર્દિકના બાળકની માતા બનવા જઈ રહી છે. હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિચ હવે આતુરતાથી બાળકની રાહ જોઈ રહ્યા છે.

આ તસ્વીરો નતાશાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. આમાં નતાશા તેના પતિ હાર્દિક સાથે જોવા મળી હતી છે. તેમની સાથે તેમના પ્રિય કૂતરાઓ  પણ તસ્વીરમાં જોવા મળ્યા છે.

હાલમાં નતાશા તેની પ્રેગ્નેન્સીને લઈને ચર્ચામાં છે. તેણે તેના બેબી શાવર પાર્ટીની જે સજાવટ શેર કરી છે તે જોઈને ખબર પડે છે કે તેણે આ પળોને ખૂબ જ ઉજવણી કરી છે. નતાશાએ એક અઠવાડિયા પહેલા એક પોસ્ટ દ્વારા પ્રેગ્નેન્ટ હોવાની જાહેરાત કરી હતી. તે પોસ્ટમાં નતાશાએ હાર્દિક સાથેની તેની અત્યાર સુધીની યાત્રા વિશે પણ લખ્યું હતું. નતાશાએ લખ્યું કે, “હાર્દિક અને હું અત્યાર સુધીની યાદગાર યાત્રા કરી છે અને હવે તે વધુ સારી થવાની છે. અમે બંને અમારા જીવનમાં એક નવી જિંદગીનું સ્વાગત કરવા માટે તૈયાર છીએ.”

Image Source

બંને આ ક્ષણે જીવનનો સૌથી સુંદર તબક્કો જીવી રહ્યા છે અને આ ખુશી તેમના ચાહકો સાથે પણ શેર કરી રહ્યાં છે. તેમના ચાહકો તેમને ખુબ જ શુભેચ્છા આપી રહ્યા છે. અને નતાશાની આ તસ્વીરો પર પોતાનું રિએક્શન આપી રહ્યા છે.

જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તેની ગર્લફ્રેન્ડ નતાશા સાથે 1 જાન્યુઆરી, 2020 ના રોજ નવા વર્ષ પર સગાઈ કરી હતી.

તેપહેલા નતાશા અને હાર્દિક ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને 31 ડિસેમ્બર 2019 ના રોજ તેમના સંબંધને જાહેર કર્યો હતા. નતાશાએ હાર્દિકને દુબઈ લઇને ફિલ્મી સ્ટાઇલમાં પ્રપોઝ કર્યું હતું. નતાશાએ આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

કામની વાત કરીએ તો નતાશા સ્ટેનકોવિચ એક અભિનેત્રીની સાથે સાથે ડાન્સર અને મોડેલ પણ છે. તેને ‘સત્યાગ્રહ’ ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. જોકે, તેણે ‘બિગ બોસ 8’ અને ‘નચ બલિયે’થી વધારે પ્રચાલિત થઇ હતી. ઉપરાંત અભિનેત્રી ‘ડીજે વાલે બાબુ’ ગીતમાં પણ જોવા મળી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.