મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના લોનવાડી ગામમાં રહેતા વિજય ગૌડ હંમેશાથી એક વકીલ બનવાનું સપનું જોતા હતા. પરંતુ સંજોગોવસાત, તેમણે તેમના પરિવારની પરંપરાગત દ્રાક્ષની ખેતીની જવાબદારી સંભાળવી પડી અને તેઓ ખેડૂત બની ગયા. તેમની પત્ની લતા પણ ડોક્ટર બનવા માંગતી હતી, પરંતુ 12મા ધોરણ પછી શિક્ષણ છોડવું પડ્યું. પરંતુ આ દંપતી ઇચ્છતું હતું કે તેમના બાળકો તેમના અધૂરા સપના પૂરા કરે.
તેમની દીકરી જ્યોત્સના, ભણવામાં ખૂબ સારી હતી અને તેમણે એનાથી બધી આશાઓ હતી. પરંતુ તેમના જીવનમાં એવો દુઃખદ વળાંક આવ્યો કે જ્યોત્સનાએ પણ ખેતી કરવી પડી. પરંતુ આજે જ્યોત્સનાના માતાપિતા સંપૂર્ણ રીતે સંતુષ્ટ છે અને તેમને દીકરીના ખેડૂત બનવા પર ગર્વ છે.

1998ની વાત છે, જ્યોત્સના ત્યારે માત્ર 6 વર્ષની હતી અને તેનો ભાઈ એક વર્ષનો હતો, જયારે એક દુર્ઘટનામાં તેના પિતાના પગનું હાડકું તૂટી ગયું અને તેમણે 7 મહિના સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું. એવામાં જ્યોત્સનાની મા, લતાએ પોતાના પતિ, બાળકો અને ખેતરની પણ બધી જ જવાબદારીઓ પોતાના માથે લઇ લીધી. લતા ખેતરમાં પિતાની સાથે જ્યોત્સનાને પણ લઇ જતી. 12 વર્ષની થતા-થતા જ્યોત્સનાએ ખેતરના મોટાભાગના બધા જ કામો શીખી લીધા હતા અને તે પોતાની માતાની મદદ કરવા લાગી હતી.
જ્યોત્સના કહે છે, ‘હું સ્કૂલે જતા પહેલા અને સ્કૂલથી આવ્યા પછી, ખેતરમાં જતી હતી. પરીક્ષા દરમ્યાન પણ હું ખેતરમાં જ વાંચતી હતી, અને ખેતીનું બધું જ કામ પણ પૂરું કરતી હતી. ધીરે-ધીરે મેં ખેતરની બધી જ જવાબદારી ઉપાડી લીધી, જેથી માને આરામ કરવા માટે થોડો સમય મળે.’

આખરે 2005માં જ્યોત્સનાના પિતા સંપૂર્ણ રીતે ઠીક થઇ ગયા અને ફરી ચાલવા લાગ્યા. હવે તેમણે ખેતરની બધી જ જવાબદારી સંભાળી લીધી હતી, જેને કારણે પરિવારની ખુશીઓ ફરી આવી ગઈ હતી. સંજોગો સુધારતા જોઈને જ્યોત્સનાએ ફરી પોતાના અભ્યાસ પણ પૂરું ધ્યાન લગાવી દીધું. હવે તે એન્જીનીયર બનવાના સપનાઓ જોવા લાગી.
જ્યોત્સના કહે છે કે ‘અમે બધા ખુબ જ ખુશ હતા. બધું જ ફરીથી પહેલા જેવું થઇ ગયું હતું. અમારા જીવનના એ સૌથી સારા વર્ષો હતા.’ પરંતુ આ ખુશી લાંબો સમય ટકી ન શકી.

2010માં જયારે વિજયના ખેતરમાં દ્રાક્ષનો પાક બિલકુલ તૈયાર થઇ ગયો હતો, લોનવાડીમાં અચાનક એક દિવસ કમોસમી ભારે વરસાદ થયો. મોટેભાગના દ્રાક્ષના લૂમખાઓ પરથી દ્રાક્ષ ખરી પડી. બચી ગયેલા ફ્લોને બચાવવા માટે, વિજય એક ખાતર ખરીદવા માટે નીકળ્યા, જેથી બાકીના ફ્લોને બચાવી શકાય. પરંતુ રસ્તામાં એ દાદરા પરથી લપસી ગયા અને તેઓએ હંમેશા માટે પોતાના પગ ગુમાવી દીધા.
જ્યોત્સના કહે છે, ‘મને યાદ છે કે રાતે વરસાદમાં હોસ્પિટલમાં મારા પિતાને જોવા માટે મારી મા ભાગતા-ભાગતા ગઈ. મારા પિતાને તેમના પગ વિશે ખબર હતી, પરંતુ એ પછી પણ તેમણે માત્ર પોતાના ફળોની ચિંતા હતી. તેમણે મારી માને ખેતર બચાવવા માટે ખાતર સાથે પાછી મોકલી દીધી.’

આગામી કેટલાક મહિનાઓ માટે તેના પિતાએ હોસ્પિટલથી જ જ્યોત્સનાને ખેતરમાં શું-શું કરવાનું છે એ શીખવ્યું, અને જ્યોત્સના એવું જ કરતી ગઈ.
જ્યોત્સના કોમ્પ્યુટર એન્જીનીયરીંગ કરવા માંગતી હતી, પણ એને બીએસસી કોમ્પ્યુટરમાં પ્રવેશ લેવાનો નિર્ણય કર્યો, જેથી એ અભ્યાસ દરમ્યાન ખેતરનું ધ્યાન રાખી શકે. લોનવાડી એક નાનું ગામ છે અને જ્યોત્સનાએ કોલેજ જવા માટે 18 કિલોમીટર દૂર પીપલગાંવ જવું પડતું હતું. એને બે બસો બદલવી પડતી હતી અને રોજ 2 કિલોમીટર સુધી ચાલવું પડતું હતું. પછી પણ, જ્યોત્સના સવારે જલ્દી ઉઠતી અને ખેતર તરફ જતી. એ ખેતરનું બધું જ કામ કરતી અને પછી કોલેજ જતી. સાંજે પાછા આવ્યા પછી તે ખેતરની દેખરેખ કરતી.

જ્યોત્સના કહે છે ‘મારા પિતાએ મને હોસ્પિટલમાં પડયા-પડયા જ ટ્રેકટર ચલાવવાનું શીખવાડ્યું હતું. તેઓ મને કહેતા કે ક્લચ ક્યાં છે, ગિયર કેવી રીતે બદલવામાં આવે છે અને હું ખેતરમાં જઈને એ જ રીતે ટ્રેકટર ચલાવવાની કોશિશ કરતી અને આખરે મેં ટ્રેકટર ચલાવવાનું શીખી લીધું.’
કોમ્પ્યુટરમાં માસ્ટર્સ પૂરું કર્યા બાદ જ્યોત્સનાને કેમ્પસ ઇન્ટરવ્યૂમાં જ નાસિકમાં એક સોફ્ટવેર ડેવલોપમેન્ટ કંપની માટે પસંદ કરવામાં આવી. તેને આ નોકરી તો સ્વીકારી લીધી, પણ એ સતત ખેતર વિશે ચિંતા કર્યા કરતી હતી. આખરે દોઢ વર્ષ સુધી એક સોફ્ટવેર ડેવલોપર તરીકે કામ કર્યા બાદ, તેને 2017માં પોતાની નોકરી છોડી દીધી અને એકવાર ફરીથી ખેતર સાંભળવા માટે પછી આવી ગઈ. આ દરમ્યાન પોતાના ભાઈના શિક્ષણ અને ઘરના ખર્ચાઓ માટે કેટલાક પૈસા પણ ભેગા કરી લીધા હતા.

બીજા 6 મહિના માટે જ્યોત્સનાએ પોતાનું બધું જ ધ્યાન ખેતર પર આપ્યું. જેમ-જેમ છોડ મોટા થઇ રહયા હતા, એ દિવસ-રાત ખેતરમાં રહેતી અને તેમની દેખરેખ કરતી. તે કહે છે, ‘જો દ્રાક્ષના છોડની તમે સારી રીતે દેખરેખ કરો, તો પરિણામ ઘણા સારા આવે છે. હું વધારાની ડાળખીઓને કાપી લેતી હતી અને વેલોને સીધી કરતી અને જરૂરત પ્રમાણે તેમને પોષણ આપતી. અહીં વીજળીની પણ સમસ્યા છે, ક્યારેક-કયારેક અમને રાતે માત્ર કેટલાક કલાકો માટે વીજળી મળે છે, એટલા માટે હું પંપ શરુ કરવા અને છોડવાઓને પાણી આપવા આખી રાત જાગતી રહેતી.’
આ રીતે છ મહિનાની અંદર જ દ્રાક્ષના વેલાઓ મજબૂત થઇ ગયા. જ્યોત્સના પાસે હવે થોડો ખાલી સમય હતો, એટલે શિક્ષણ સાથે જોડાયેલા રહેવા માટે અને થોડા વધુ પૈસા કમાવવા માટે એક સ્થાનિક શાળામાં એક શિક્ષક તરીકે નોકરી કરી લીધી. પરંતુ નોકરી કર્યા પછી પણ તે પોતાના ખેતરને અવગણતી ન હતી. એની આ મહેનતનું ફળ એને ત્યારે મળ્યું, જયારે દ્રાક્ષના ફળોની ઋતુ આવી.

સામાન્ય રીતે દ્રાક્ષના એક ગુચ્છામાં 15-17 ફળ હોય છે, જયારે આ વર્ષે દરેક ગુચ્છામાં 25-30 ફળ આવ્યા. આ રીતે જ્યોત્સનાની આવક પણ બમણી થઇ ગઈ. 2018માં જ્યોત્સનાને ‘કૃષિથોન બેસ્ટ વુમન કિસાન એવૉર્ડ’થી સન્માનિત કરવામાં આવી અને હવે તેના પિતા પહેલાથી વધુ ખુશ છે. તેના પિતા ખુશી વ્યક્ત કરતા કહે છે ‘જ્યોત્સના મારાથી પણ બધું સારી ખેડૂત છે. એ મારુ ગૌરવ છે.’
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.