ખબર

કોરોના હજુ ગયો નથી ત્યાં અહીંયા નવી બીમારીને કારણે 5ના મોત, જાણો વિગત

હાલ સમગ્ર દેશમાં કોરોનાનો કાળો કહેર છે અને તેમાં પણ મહારાષ્ટ્ર સૌથી પ્રભાવિત રાજય છે, ત્યારે હવે કોરોનાના કહેર વચ્ચે નાસિકમાં એક રહસ્યમયી બીમારીને કારણે 5 લોકોની મોત થઇ છે. મહારાષ્ટ્રના નાસિક શહેરમાં ચક્કર આવીને પડ્યા બાદ 11 લોકોના મોત થયા હોવાના સમાચાર થોડાક દિવસ પહેલા આવ્યા હતા. હવે શહેરમાં એક નવી બીમારીથી 5 લોકોના મોત થયા છે.

નાસિકની આ રહસ્યમયી બીમારીનુ મૂળ કારણ ડોક્ટરને સમજમાં આવી રહ્યુ નથી. શરૂઆતી લક્ષણને જોઇને ડોક્ટરો તેને હીટ સ્ટ્રોકને કારણે મોત થયેલી જણાવે છે. જો કે, આ મોત પાછળનુ અસલી કારણ હજી સુધી ખબર પડી શકી નથી. ડોક્ટરોએ ત્યારે નાગરિકોથી એ અપીલ કરી છે કે તે ચક્કર આવવાની ઘટનાને હળવામાં ના લે.

20 એપ્રિલના ચક્કર ખાઈને બેભાન થવાથી એક જ દિવસમાં 11 લોકોના મોત થયા હતા. આ પહેલાના અઠવાડિયામાં પણ 13 લોકોના આ પ્રકારે મોત થયા હતા. 15 એપ્રિલના પણ 9 લોકોના પણ આ અદ્રશ્ય બીમારીના કારણે મોત થયા હતા. બે અઠવાડિયામાં 24 લોકોના જીવ ગયા હતા. ખાસ વાત એ હતી કે આ બીમારોનો શિકાર યુવા પણ થઈ રહ્યા હતા. આ બીમારીના કારણે કોઈનું રસ્તામાં ચાલતા મોત થયું હતુ તો કોઈનું ઘર પર ચક્કર આવવાના કારણે મોત થયું હતુ.