જ્યોતિષ શાસ્ત્ર

નસીબ સાથ ન આપતું હોય તો રાઈનો આ સરળ ઉપાય કરો, ખરાબ સમય થશે દૂર

પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે કે ભાગ્ય રૂઠી ગયું છે? તો આ વાંચો

રાઈ એવી વસ્તુ છે કે જે દરેક ઘરમાં રસોડામાં વપરાતી જ હશે, ઘણા લોકો રાઈનું તેલ વાપરે અને રાઈના દાણા તો દરેક શાકમાં વઘાર માટે વપરાતા જ હોય છે. પણ શું તમે જાણો છો કે રાઈથી કેટલાક ચમત્કારી ઉપાય પણ કરી શકાય છે કે જેનાથી તમારા ઘણા બગડેલા કામો બનવા લાગશે. રાઈનો ઉપયોગ કરીને અમુક ઉપાયો કરવાથી ઘણી સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકાય છે. તો ચાલો જાણીએ કે રાઈના કયા ઉપાયો કરવાથી કઈ સમસ્યાઓનું સમાધાન લાવી શકાય છે.

Image Source

તમે ઘણીવાર જોયું હશે કે પરિવારમાં જયારે કોઈને નજર લાગે છે ત્યારે રાઈના દાણાનો ઉપયોગ કરીને નજર ઉતારે છે. તમે પણ આ જ ઉપાય કરીને ખરાબ નજર લાગી હોય તો ઉતારી શકો છો. એ માટે રાઈના 7 દાણા લો. સાથે સાથે 3, 5 કે 7ની સંખ્યામાં આખા લાલ મરચા લેવાના અને સાત મીઠાના ગાંગડા અથવા થોડું મીઠું લેવું. આ બધી જ વસ્તુઓને ડાબા હાથમાં મુઠ્ઠીમાં લઈને મુઠ્ઠીવાળીને જેને નજર લાગી હોય તેના ઉપરથી સાત વાર ફેરવીને ઉતારી લેવું અને કઈ પણ બોલ્યા વિના આગમાં નાખી દેવા. આ માટે આગ કરવા માટે દેશી આંબાનું લાકડું કે સૂકી ડાળીઓ લેવી.

ધ્યાનમાં રાખો કે જયારે આ નજર ઉતારવાની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે નજર ઉતારનાર વ્યક્તિને વચ્ચે ટોકવા નહિ કે તેમને વચ્ચેથી બોલાવવા ન જોઈએ.

જો તમારા કામમાં કોઈ અડચણ આવતી હોય કે બનેલા કામ અટકી જતા હોય અને કોઈ મુશ્કેલીઓ આવતી હોય તો ગુરુવારના દિવસે રાઈનું દાન કરવું, આમ કરવું શુભ માનવામાં આવે છે. આ કરવાથી તમારા કામમાં આવતી અડચણો દૂર થશે અને કામ પર પડશે.

Image Source

જો તમારું નસીબ સાથ ન આપતું હોય, દુર્ભાગ્ય તમારો પીછો છોડતું ન હોય તો પણ રાઈનો ઉપાય કરી શકાય છે, આ ઉપાય કરવાથી પણ છુટકારો મળે છે. આ ઉપાય કરવા માટે એક ઘડામાં પાણી ભરો અને તેમાં કેટલાક રાઈના પણ નાખો. આ પાણીથી જે કોઈ પણ સ્નાન કરે તેનું ખરાબ સમય, દુર્ભાગ્ય અને ખરાબ નસીબ, રોગ-દરિદ્રતા દૂર થઇ જાય છે.

જો કોઈને ખૂબ જ ગુસ્સો આવતો હોય કે સ્વભાવ ચીડચીડિયો થઇ ગયો હોય તો પણ રાઈનો ઉપાય કરવાથી રાહત મળે છે. એ માટે એ વ્યક્તિના માથા પરથી રાઈ અને લાલ મરચું લઈને 7 વાર ઉતારીને ફેંકી દો. આ ઉપાય કર્યા બાદ થોડા સમયમાં જ તેમના સ્વભાવમાં પરિવર્તન જોવા મળશે. અને તેઓને ગુસ્સો આવતો ઓછો થઇ જશે.