ટોલ પ્લાઝા પર બે મહિલાઓમાં થઇ ખૂબ લડાઇ, એકબીજાના વાળ ખેંચતી અને થપ્પડ મારતી આવી નજર- જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર શેરી વચ્ચે ઝઘડતા અને મારામારી કરતા લોકોના વીડિયો ઘણીવાર જોવા મળે છે. આ ઉપરાંત કેટલાક મારામારીના વીડિયો એવા પણ ખતરનાક હોય છે કે તે જોઇને આપણે પણ તેમની વચ્ચે પડવાનું ટાળીએ છીએ. ત્યારે હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં ટોલ પ્લાઝા પર બે મહિલાઓ ઝઘડતી અને અકબીજાના વાળ ખેંચતી જોવા મળી રહી છે. મહારાષ્ટ્રના નાસિકનો આ ચોંકાવનારો વીડિયો ઘણી હેડલાઈન્સ બનાવી રહ્યો છે. નાસિકના પિંપલગાંવ ટોલ પ્લાઝા પર બે મહિલાઓ ખરાબ રીતે લડતી જોવા મળી હતી

અને આ ઉપરાંત બંને એકબીજાના વાળ ખેંચતી અને એકબીજા પર થપ્પડોનો વરસાદ કરતી પણ જોવા મળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે પહેલા ટોલ ભરવાને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને પછી આ વિવાદ મારામારી સુધી પહોંચી ગયો હતો. મહિલા મુસાફર અને મહિલા ટોલ બૂથ કર્મચારી વચ્ચે ઝઘડો એટલો વધી ગયો કે બંને વચ્ચે જબરદસ્ત મારામારી થઈ ગઈ. બંનેએ પૂરી તાકાતથી એકબીજાના વાળ ખેંચ્યા અને એકબીજાને જોરથી થપ્પડ મારી. જો કે તે દરમિયાન ત્યાં ઘણા લોકો હાજર હતા પરંતુ તેઓ આ બંને મહિલાઓની વચ્ચે પડવાને બદલે અને તેમને ઝઘડતા રોકવાને બદલે માત્ર તમાશો જોતા રહ્યા.

બંને મહિલાઓ વચ્ચે આ અથડામણનું સ્પષ્ટ કારણ હજુ બહાર આવ્યું નથી, પરંતુ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ટોલ બૂથ પર એક મહિલા કર્મચારી અને CRPF પોલીસકર્મીની પત્ની વચ્ચે ટોલ પેમેન્ટને લઈને ઝઘડો થયો હતો. પોલીસ દ્વારા મોડી રાત્રે મધ્યસ્થી અને માફી માંગ્યા બાદ વિવાદનો અંત આવ્યો છે. નિફાડ તાલુકાનો સીઆરપીએફ જવાન તેની પત્ની અને બે બાળકો સાથે પુણે જઈ રહ્યો હતો. તેણે બુધવારે સાંજે પિંપલગાંવ બસવંત ટોલ બૂથ પર પોતાનું સરકારી કાર્ડ બતાવ્યું અને વાહન છોડવાની વિનંતી કરી.

પરંતુ ટોલ બૂથ પરની મહિલા કર્મચારીઓએ તમને કહ્યું કે તમારે ટોલ ભરવો પડશે, કાર્ડ નહીં ચાલે. વિવાદ વધ્યા બાદ ટોલ બૂથ પર બંને મહિલાઓ વચ્ચે મારામારી પણ થઈ હતી. થોડા સમય બાદ મામલો પોલીસ સ્ટેશને પહોંચતા ટોલ સ્ટાફે શરૂઆતમાં કેસ દાખલ કરવાની માંગ કરી હતી. બંને ફરિયાદીઓની વાત સાંભળ્યા બાદ પોલીસ પ્રશાસને વિવાદનું સમાધાન કરવાની સલાહ આપી Dvs માફી પત્ર લખીને વિવાદ પર વિરામ મુકાવામાં આવ્યો.

Shah Jina