પાકિસ્તાન ભલે ભારત સામે મેચ હારી ગયું, પરંતુ આ ખેલાડીએ જીતી લીધા હતા દર્શકોના દિલ, આંખોમાં આંસુઓ સાથે ડ્રેસિંગ રૂમમાં ફર્યો પરત, જુઓ વીડિયો

ભારત સામેની રોમાંચક મેચમાં પાકિસ્તાનને 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પાકિસ્તાને ભારતને 148 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમે હાર્દિક પંડ્યાની તોફાની બેટિંગની મદદથી બે બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી.

પાકિસ્તાનને ભલે ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ એક ખેલાડીએ પોતાના પ્રદર્શનથી ચાહકોના દિલ જીતી લીધા. તે ખેલાડીનું નામ નસીમ શાહ હતું જે પોતાની પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચ રમી રહ્યો હતો. જ્યારે નસીમે તેની પહેલી જ ઓવરમાં કેએલ રાહુલને ગોલ્ડન ડક પર આઉટ કરીને ભારતીય ડગઆઉટમાં ચિંતાની રેખાઓ બનાવી હતી, તેની છેલ્લી ઓવરમાં ક્રેમ્પનો સામનો કરવા છતાં, તે બોલિંગ કરતો રહ્યો.

નસીમે ભારતીય ઇનિંગ્સની પ્રથમ ઓવર ફેંકી હતી જ્યાં રોહિત શર્માએ પ્રથમ બોલ પર એક રન લીધો હતો. ત્યારપછી નસીમે તેના બીજા બોલ પર ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન કેએલ રાહુલને ક્લીન બ્લોડ કર્યો હતો. બોલ રાહુલના બેટની અંદરની કિનારી લઈને સ્ટમ્પ સાથે અથડાઈ ગયો. જો ફખર ઝમાને બીજી સ્લિપમાં કેચ ન છોડ્યો હોત તો નસીમ શાહે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને પણ તે ઓવરમાં જ આઉટ કરી દીધો હોત.

નસીમ શાહની ચોથી ઓવર લાગણીથી ભરેલી હતી, જ્યાં તેને પીડા હોવા છતાં બોલિંગ મોરચે રહ્યો હતો. તે ઓવરના બીજા બોલ પછી, નસીમને પગના સ્નાયુઓમાં ખેંચ આવી અને તે થોડો લંગડાતો જોવા મળ્યો. ચોથો બોલ ફેંક્યા બાદ નસીમ પીડાથી ચીસો પાડી મેદાન પર બેસી ગયો હતો. આ પછી પણ નસીમે હિંમત ન હારી અને ઓવર પૂરી કરી. જાડેજાએ નસીમના પાંચમા બોલ પર સિક્સર ફટકારી હતી જે ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી. નસીમ શાહે ચાર ઓવરમાં 27 રન આપીને બે વિકેટ લીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by DBTV Sports (@dbtvsports)

નસીમનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે આંખોમાં આંસુઓ સાથે ડ્રેસિંગ રૂમમાં પરત ફરી રહ્યો છે. નસીમના આ અંદાજને દર્શકોએ ખુબ જ વખાણ્યો અને રમત પ્રત્યેના તેના જુનુનની પ્રસંશા પણ કરી. નસીમ શાહે આ મહિને નેધરલેન્ડ સામેની શ્રેણીમાં વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. તે ડેબ્યૂ સિરીઝમાં જ નસીમ શાહે ખૂબ જ ઘાતક બોલિંગ કરી હતી. નસીમ શાહે ત્રણ વન-ડેમાં 11.10ની એવરેજથી 10 વિકેટ લીધી હતી.

Niraj Patel