NASAએ કરી જાહેરાત, 2 મહિના માટે ઊંઘો અને મેળવો 13 લાખ રૂપિયાનો પગાર…વાંચો વિગત

0

ઊંઘવું કોને ના ગમે? અને કેવી મજા પડી જાય જયારે સવાર-સવારમાં ઓફિસથી ફોન આવે કે આજે રજા લઇ લો પણ પગાર તમને મળી જશે! એટલે ઊંઘવાનું પણ થઇ જાય અને ઊંઘવાના પૈસા પણ મળી જાય. અને જો કોઈ એવી નોકરી મળી જાય કે જ્યા ઉંઘવાનો પગાર મળે તો તો સમજો સ્વર્ગ જ મળી ગયું. આવી જ એક નોકરી લઈને NASA આવ્યું છે, કે જે તમને 2 મહિના સુધી ઊંઘી રહેવાની નોકરી આપીશે અને એનો પગાર પણ મળશે, એ પણ 13 લાખ રૂપિયા.

હકીકતે NASA અને યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) સાથે મળીને એક પ્રયોગ કરી રહયા છે, જેમાં આર્ટિફિશિયલ ગ્રેવિટીમાં ઊંઘવા પર એક સંશોધન કરવામાં આવશે. આ માટે તેમને 12 મહિલાઓ અને 12 પુરુષોની જરૂર છે, જે સતત 2 મહિના સુધી બેડ પર રહી શકે, જેમની ઉમર 24 વર્ષથી 55 વર્ષની વચ્ચે હોય. આ કામ માટે તેઓ 18500 ડોલર એટલે કે લગભગ 13 લાખ રૂપિયા પણ આપશે.

Image Source

ખરેખર અંતરિક્ષમાં રહેવું અને આરામથી ઊંઘવું એ કોઈ સરળ કામ નથી. ત્યાં હાજર ગુરુત્વાકર્ષણ શરીરના કાર્યોને ખરાબ રીતે અસર કરે છે. એ જાણવા માટે કે અંતરિક્ષ યાત્રીઓ સ્પેસમાં ઊંઘયા વિના કલાકો ઉંધી કઈ રીતે કામ કરી શકે છે, NASA અને ESA સાથે મળીને એક આ વાતાવરણ ટેસ્ટ કરવા જઈ રહયા છે.

આ માટે પસંદગી પામેલા લોકોને એક એન્ટીગ્રેવિટી ચેમ્બરમાં રાખવામાં આવશે અને તેમની ઊંઘ સિવાય દરેક ગતિવિધિઓ પર ધ્યાન આપવામાં આવશે. આ દરમ્યાન વોલેન્ટિયર્સને કોઈ પણ પ્રકારનો પરિશ્રમ કરવા દેવામાં આવશે નહિ. તેમના પર હંમેશા નજર રાખવામાં આવશે. તેમના હૃદય, માંસપેશીઓની શક્તિ, સંતુલન વગેરે પર ધ્યાન આપવામાં આવશે. દરમ્યાન તેમનું ખાવાનું, પીવાનું અને ટોઇલેટનું કામ પણ બેડ પર જ કરવું પડશે, અહીં તેમના માટે ભોજન પણ ખાસ ડાયટવાળું જ તૈયાર કરવામાં આવશે. તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.

Image Source

આ સંશોધન દરમ્યાન ઝીરો-ગ્રેવિટી ચેમ્બરમાં બેડ એકબાજુથી 6 ડિગ્રી ઉપર હશે જે તરફ વોલેન્ટિયર્સના પગ હશે અને માથું નીચેની તરફ રહેશે. તેમના શરીરમાં આવતા દરેક બદલાવ પર નજર રાખવામાં આવશે. વર્ષ 2017માં પણ નાસાએ આવું જ પરીક્ષણ કર્યું હતું, જેમાં 30 દિવસ માટે 11 લોકોને રાખવામાં આવ્યા હતા.

જો તમને ઊંઘવું પસંદ હોય તો તમે પણ એપ્લાય કરી શકો છો, અહીં ક્લિક કરો…

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here