ખબર

ચંદ્રયાન 2: NASAએ વિક્રમની લૅન્ડિંગ સાઇટની તસવીરો દુનિયાને બતાવી, જુઓ ક્લિક કરીને

ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરને લઈને નાસાએ શુક્રવારે પોતાનો એક રિપોર્ટ જારી કર્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચંદ્રની સપાટી પર લેન્ડર વિક્રમની હાર્ડ લેન્ડિંગ થઇ હતી. સાથે જ નાસાએ વિક્રમ લેન્ડરવાળી જગ્યાની તસ્વીરો પણ જાહેર કરી છે, જ્યા વિક્રમ લેન્ડરની લેન્ડિંગ થવાની હતી.

નાસાએ ચંદ્રની પરિક્રમા કરી રહેલા તેના LROને વિક્રમ લેન્ડરની લેન્ડિંગ સાઈટ પરથી પસાર થયું હતું, ત્યારે એ ઓર્બિટરે પાડેલા ફોટોગ્રાફ્સ બહાર પાડ્યા છે. નાસાએ એ જગ્યાની તસ્વીરો પણ જારી કરી છે કે જ્યા વિક્રમની લેન્ડિંગ થવાની હતી. આ તસ્વીરોમાં ધૂળ દેખાઈ છે, પણ વિક્રમ ક્યાં પડ્યું છે એ વિશે હજુ જાણી શકાયું નથી.

Image Source

વૈજ્ઞાનિકો અનુસાર, ચંદ્ર પર રાત થઇ ગઈ છે, જેના કારણે મોટાભાગની સપાટી પર માત્ર પડછાયાઓ જ દેખાય છે. આવી સ્થિતિમાં, બની શકે છે કે લેન્ડર કોઈ પડછાયામાં છુપાયેલું હોય. નોંધનીય છે કે ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) એ 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રની સપાટી પર ઉતરતા પહેલા દેશના બીજા ચંદ્ર મિશન, ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડર સાથે સંપર્ક ગુમાવ્યો હતો.

નાસાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કર્યું, ‘ચંદ્ર સપાટી પર વિક્રમની હાર્ડ લેન્ડિંગ થઇ એ સ્પષ્ટ છે. સ્પેસક્રાફ્ટ કયા સ્થળે લેન્ડ થયું એ હજુ નક્કી કહી શકાય નહિ. તસ્વીરો કેન્દ્રથી 150 કિમીના અંતરેથી લેવાઈ છે. ઓક્ટોબરમાં, ચંદ્ર રિકૉન્સીસન્સ ઓર્બિટર ફરીથી પ્રયાસ કરશે.’

નાસા ઓક્ટોબરમાં સાઉથ પોલથી અંધારું હટ્યા બાદ ફરી એક વાર પોતાના ઓર્બિટરના કેમેરાથી વિક્રમની લોકેશન જાણવાની અને તેની તસ્વીરો લેવાની કોશિશ કરશે. પહેલા પણ એજન્સી આવી કોશિશ કરી ચુકી છે, પણ તેને સફળતા નથી મળી.

ઇસરોના ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરને 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવાનો પ્રયાસ નક્કી કરવામાં આવ્યા મુજબ થયો ન હતો. લેન્ડરનો અંતિમ ક્ષણે ગ્રાઉન્ડ સેન્ટર્સ સાથે સંપર્ક તૂટી ગયો હતો.

આ અગાઉ, ઇસરોના એક અધિકારીએ કહ્યું હતું કે, લેન્ડિંગ દરમિયાન વિક્રમ આડું પડી ગયું, પરંતુ તે તૂટ્યું નથી. ઇસરોએ 21 સપ્ટેમ્બર સુધી લેન્ડરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પછી દક્ષિણ ધ્રુવ પર અંધારું થઇ ગયું હતું.

ઇસરોના ચેરમેન કે. સિવનનું કહેવું છે કે ચંદ્રયાન-2નું ઓર્બિટર ખૂબ સારી રીતે કામ કરી રહ્યું છે, જોકે લેન્ડર ‘વિક્રમ’ સાથે કોઈ સંપર્ક સ્થાપિત થયો નથી. તેમણે એમ પણ માહિતી આપી હતી કે લેંડર સાથે થયેલી ગડબડી શોધવા માટે રાષ્ટ્રીય કક્ષાની સમિતિ વિશ્લેષણ કરી રહી છે. રિપોર્ટ આવ્યા પછી જ સ્પેસ એજન્સી તેની યોજના અંગે આગળ કામ શરૂ કરશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.