અજબગજબ

નાસા એ એસ્ટરોઇડ ઉપર મોકલશે કે યાન કે જેના કારણે ધરતીનો દરેક માણસ બનશે કરોડોપતિ,

અમેરિકી અંતરિક્ષ એજેન્સી નાસા એ એસ્ટરોઇડ ઉપર અભ્યાસ કરવા માટે જઈ રહી છે જે ધરતી ઉપર રહેલા દરેક વ્યક્તિને અરબપતિ બનાવી દેશે। આ એસ્ટરોઇડ આખો જ લોખંડ, નિકલ અને સિલિકાનો બનેલો છે. જો આ એસ્ટ્રોઇડની અંદર રહેલી ધાતુઓને વેચી દેવામાં આવે તો ધરતી ઉપર રહેલા દરેક વ્યક્તિના ભાગમાં લગભગ 10 હજાર કરોડ રૂપિયા આવશે.

Image Source

નાસાએ આ એસ્ટ્રોઇડનું નામ 16 સાઇકી (16 Psyche) રાખ્યું છે.  આ આખા જ એસ્ટરોઇડ ઉપર રહેલા લોખંડની કુલ કિંમત લગભગ 10000 ક્વોડ્રીલિયન પાઉન્ડ થાય છે એટલે  કે 10000ની પાછળ 15 ઝીરો. તેનો અભ્યાસ કરનારા સ્પેસક્રાફ્ટનું નામ પણ સાઇકી જ રાખવામાં આવ્યું છે. નાસાનું સાઇકી સ્પેસક્રાફ્ટ સાઇકી 226 કિલોમીટર પહોળા આ એસ્ટરોઇડનું અધ્યયન કરશે. સ્પેસક્રાફ્ટનું ક્રિટિકલ ડિઝાઇન સ્ટેજ પૂર્ણ થઈ ગયું છે.

Image Source

એસ્ટરોઇડ 16 સાઇકી મંગળ અને ગુરુગ્રહની વચ્ચે ફરી રહેલા એસ્ટરોઇડ બેલ્ટમાં છે. ખબર એવી પણ આવી છે કે નાસાએ સ્પેસ એક્સના માલિક ઈલોન મસ્ક પાસે મદદ માંગતા કહ્યું હતું કે તે આ એસ્ટરોઇડ ઉપર રહેલા લોખંડની તપાસ માટે પોતાના અંતરિક્ષ યાનથી મિશન શરૂ કરે.

Image Source

એસ્ટરોઇડ 16 સાઇકી આપણા સૂર્યની ચારેય તરફ એક ચક્કર પાંચ વર્ષમાં લગાવે છે. તેનો એક દિવસ 4.196 કલાકનો હોય છે. તેનું વજન ધરતીના ચંદ્રમાના વજનનું લગભગ 1 ટકા છે. નાસાનું કહેવું છે કે આ એસ્ટ્રોઇડને ધરતીની નજીક લાવવાની કોઈ યોજના નથી. પરંતુ તેના ઉપર જઈને તેના લોખંડની તપાસ કરવાની યોજના બનાવી છે.

Image Source

નાસા હવે ત્રણ ઉપકરણો બનાવવાની પ્રક્રિયામાં છે. એસ્ટ્રોઇડના ચુંબકીય ક્ષેત્રને માપવા માટે એક મેગ્નેટોમીટર, તેની સપાટીની છબીને પકડવા માટે એક મળતી સ્પેક્ટ્રલ ઇમેજ અને તેની રચના વિશે વધારે જાણવા માટે એક સપાટી ઉપથી આવવા વાળા ન્યુરૉન્સ અને ગામા કિરણોને જોવા વાળું સ્પેકટ્રોમીટર.

Image Source

નાસાની તૈયારી છે કે તે ઓગસ્ટ 2022માં સાઇકી સ્પેસક્રાફ્ટને એસ્ટરોઇડ 16 સાઇકી ઉપર મોકલશે। જો સ્પેસ એક્સ પોતાના અંતરિક્ષયાન કોઈ રોબોટિક મિશન આ એસ્ટરોઇડ ઉપર મોકલશે તો તેને ત્યાં જઈને અભ્યાસ કરીને આવવામાં 7 વર્ષ લાગશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.