ખબર

ચંદ્રયાન 2: નાસા પણ ન લઇ શક્યું વિક્રમ લેન્ડરની તસ્વીરો, જાણો શું છે તેની પાછળનું કારણ

ઈસરોનું મિશન ચંદ્રયાન 2 હવે લગભગ ખતમ જ થઇ ગયું છે અને ઇસરોના વૈજ્ઞાનિકોએ હવે વિક્રમ લેન્ડર સાથે સંપર્ક થવાની આશાઓ પણ છોડી દીધી છે. આ મિશનમાં ભારત માટે આશાનું છેલ્લું કિરણ નાસા હતું, પણ નાસા પણ વિક્રમ લેન્ડરની તસ્વીરો લેવામાં સફળ થયું નથી.

6-7ના મધરાતે સોફ્ટ લેન્ડિંગના પ્રયાસ દરમ્યાન વિક્રમ લેન્ડરનું ચંદ્રની સંપત્તિ પર હાર્ડ લેન્ડિંગ થયું હતું. જેના કારણે વિક્રમ ચંદ્રની સંપત્તિ પર ત્રાંસુ થઈને પડ્યું અને તેનો સંપર્ક ઈસરો સાથે તૂટી ગયો. ચંદ્ર પર એક દિવસ ખતમ થઇ ચુક્યો છે અને હવે ત્યાં રાત થવાની શરૂઆત થઇ ગઈ છે, જેના કારણે હવે વિક્રમની તસ્વીરો લેવું મુશ્કેલ બની ગયું છે.

Image Source

નાસાનું LRO લેવાનું હતું વિક્રમની તસ્વીરો –

નાસાનું સેટેલાઇટ LRO ચંદ્રની આસપાસ ચક્કર લગાવી રહ્યું હતું, જે 17 સપ્ટેમ્બરે ચંદ્ર પર એ વિસ્તાર પરથી પસાર થવાનું હતું જ્યા વિક્રમે હાર્ડ લેન્ડિંગ કરી હતી. પરંતુ એ પછી ખબર આવ્યા હતા કે વિક્રમ નાસાના LROમાં લાગેલા કેમેરાની પહોંચથી બહાર છે.

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જ્યા વિક્રમ પડ્યું છે ત્યાં અંધારું થવાની શરૂઆત થઇ ચુકી છે, જેથી ત્યાં લાંબો છાંયો પાડવા લાગ્યો છે, જેને કારણે કેમેરા ઠીકથી તસ્વીરો લઇ શક્યો નહિ. ચંદ્ર પર બે અઠવાડિયાના દિવસ બાદ હવે બે અઠવાડિયાની રાત શરુ થઇ ગઈ છે, જેથી હવે ત્યાં સૂર્યનો પ્રકાશ પહોંચી નથી રહ્યો. મોટા ભાગના વિસ્તારને અંધારાએ ઘેરીને રાખ્યો છે, જેથી અંધારાને કારણે ત્યાંની તસ્વીરો લેવું શક્ય બન્યું નહીં.

Image Source

ઇસરોએ માન્યો સમર્થકોનો આભાર –

ઇસરોએ ટ્વીટ કરીને તેમને દેશ-વિદેશથી મળેલા સમર્થન બદલ આભાર માન્યો. ઇસરોએ ટ્વીટ કર્યું, ‘અમારી સાથે ઉભા રહેવા બદલ આભાર. અમે વિશ્વભરમાં ભારતીયોની આશા અને સપનાઓથી પ્રેરિત થઈને આગળ વધતા રહીશું!’ જણાવી દઇએ કે, 6-7ના મધરાતે સોફ્ટ લેન્ડિંગના પ્રયાસની અંતિમ ક્ષણોમાં, ચંદ્ર સપાટીથી અમુક જ મીટરની ઊંચાઈએથી લેન્ડર વિક્રમનો ઇસરોના કંટ્રોલ રૂમ સાથે સંપર્ક તૂટી ચુક્યો હતો.

Image Source

નોંધનીય છે કે 22 જુલાઈએ ઇસરોએ મહત્વાકાંક્ષી ચંદ્રયાન -2 મિશનની શરૂઆત કરી હતી. આ ચંદ્રયાન -2ના ત્રણ ભાગ છે જે ઓર્બિટર, વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર છે. ગઈ 7 સપ્ટેમ્બરના રોજ, વિક્રમ લેન્ડરને ચંદ્રના દક્ષિણ ધ્રુવની સપાટી પર પહોંચવાનું હતું, પણ ઉતરવાના 2.1 કિલોમીટર પહેલા જ ઇસરો સાથેનો સંપર્ક તૂટી ગયો. હાલમાં, ચંદ્રયાન-2 ઓર્બિટરે ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરનું સ્થાન રીતે શોધી કાઢ્યું હતું.

Image Source

ઇસરોના વૈજ્ઞાનિકે જણાવ્યું છે કે મિશનનો માત્ર 5 ટકા ભાગ જ પ્રભાવિત થયો છે. 95 ટકા હિસ્સો કામ કરવાનું ચાલુ રાખશે. 5 ટકા ભાગમાં, લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનનો સંપર્ક તૂટી ગયો છે. આને કારણે, ચંદ્રની સપાટી વિશેની માહિતી ઉપલબ્ધ થશે નહીં, પરંતુ મિશનનો અન્ય 95 ટકા સક્રિય ભાગ અન્ય પ્રકારની માહિતી મેળવતો રહેશે. ચંદ્રયાન-2નું ઓર્બિટર ચંદ્રની આસપાસ સતત ફરતું રહેશે અને તેના દ્વારા ઇસરો વૈજ્ઞાનિકોને માહિતી મળશે. મિશન ચંદ્રયાન-2નું ઓર્બિટર આગામી એક વર્ષ સુધી કાર્યરત રહેશે. ઓર્બિટર ચંદ્રના અનેક પ્રકારનાં ફોટોગ્રાફ્સ પૃથ્વી પર મોકલશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks