કૌશલ બારડ લેખકની કલમે

કોઇ જ મેડીકલ સુવિધા વગર આ અભણ દાદીએ કરાવી 15 હજાર ડિલીવરી..! રાષ્ટ્રપતિએ પણ કરી સલામ – વાંચો સ્ટોરી ક્લિક કરીને

પદ્મશ્રી સુલાગિટ્ટી નરસમ્મા નું બેંગ્લોર માં નિધન થઇ ચૂક્યું છે, તે 98 વર્ષ ની હતી. તેમણે કર્ણાટક ના પાગવાડા તાલુકા ના એક દૂરદરાજ ના ગામ કૃષ્ણપુરા માં 15,000 થી વધારે બાળકોને જન્મ આપવામાં મદદ કરી હતી. તેના નિધનથી તેના વિસ્તરામાં દુઃખ ના વાદળો છવાઈ ગયા છે.
સૃષ્ટિની ઉત્ત્પતિનું મુખ્ય કારણ માતા છે.માં થકી જ સૃષ્ટિનો ઉદ્ભવ થયો છે,માનવ જાતની વિસ્તૃતિ થઇ છે.માં એ શક્તિ છે-અવિનાશી,અજર,અમર!કોઇપણ વ્યક્તિ પોતાની જનેતાનું દેવું ચુકાવી શકવાને સમર્થ નથી.એના પ્રબળ ત્યાગ આગળ વિશ્વ વામણું લાગે છે.

જ્યારે માં બાળકને જન્મ આપે છે એ સમયની માંની પીડા કોઇ ખમી શકવાને સમર્થ નથી.એ માત્ર માતા જ ઝીરવી શકે.પ્રસુતિ બાદ જાણે માતાનો પુર્ન:જન્મ થાય છે.પ્રસુતિકાળની વેદના તો જેણે જાણી હોય એ જ કહી શકે!સ્ત્રીનો સુરક્ષિત પ્રસવ કરાવવો એ બહુ મોટી જિમ્મેદારી હોય છે.

અત્યારે તો સાધનસંપન્ન મેડિકલ સુવિધાઓ પ્રસવ વખતે હાજર હોય છે,ડોક્ટરો-નર્સોની ટીમ ઉભેલી હોય છે.પણ પહેલાંના વખતમાં અને હાલ પણ ઘણા પછાત વિસ્તારોમાં પ્રસવ સુયાણી-દાઈ કરાવે છે.કોઇ આધુનિકતા વિના પ્રસવ કરાવવાનો હોય છે,એ પણ જનેતાને હેમખેમ રાખીને!કુશળ દાયણ જ આ કામ કરી શકે.યોગ્ય સંભાળ વિના ઘણીવાર સ્ત્રી જાનથી હાથ ધોઇ બેસે છે.

ગત ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્વારા ભારતના શ્રેષ્ઠત્તમ પદ્મ એવોર્ડ આપવાની જાહેરાત થયેલી.આમાંના અત્યંત પ્રતિષ્ઠિત ગણાતા પદ્મશ્રી એવોર્ડ માટે કર્ણાટકના એક ૯૭ વર્ષના દાદીને સિલેક્ટ કરવામાં આવ્યાં.લેખન-ગણનમાં અભણ એવા આ દાદીને એના સર્વોત્તમ દાયણકામ માટે જ પદ્મશ્રી આપવામાં આવ્યો ત્યારે લોકો મોંમાં આંગળા નાખી ગયાં.

૯૭ વર્ષના સફળ દાયણદાદી –

વાત છે કર્ણાટકના ટુમકુરના રહેવાસી સુલગટ્ટી નરસમ્માની.આજે ૯૭ વર્ષની વયોવૃધ્ધ ઉંમર ધરાવતા આ દાદી ભણેલા તો નથી પણ કોઠાસુઝ અને આવડતથી ભરપૂર છે.નિ:સ્વાર્થ સેવાભાવ એની રગેરગમાં ભર્યો છે એમ કહી શકાય.

સુલગટ્ટી નરસમ્માએ છેલ્લા ૭૦ વર્ષોમાં ૧૫,૦૦૦થી વધુ પ્રસવ કરાવ્યાં છે,એ પણ જનેતાને ઉની આંચ ન આવે એવી કાબેલિયતથી!પારંપારીક પ્રસવ પધ્ધતિથી પ્રસવ કરાવતા આ દાદીમાં જાણે ગીતાના કર્મ સિધ્ધાંતનું અક્ષરશ: પાલન કરે છે.કોઇ મેડીકલ સુવિધાઓ વિના જ્યાં પ્રગતિશીલ ભારતનો છાંયો નથી પહોંચ્યો એવા અંધારામાં પોતાનું કામ કરે છે.

ડોક્ટરો પણ આવે છે શીખવા –

૧૯૪૦ની સાલમાં ૨૦ વર્ષની ઉંમરે સુલગટ્ટી દાદીએ પોતાની કાકીનો પ્રસવ કરાવેલો.એ પછી તેણે આ કાર્યમાં એક પ્રકારની મહારથ હાંસલ કરી લીધી.એ એટલે સુધી કે આજે મેડીકલ ક્ષેત્રના સ્ટુડન્ટ અને ભાવિ ડોક્ટરો પણ તેમની પાસે શીખવા આવે છે!હાં,આ દાદી એક હરતી ફરતી હોસ્પિટલ જેવા જ છે.ટુમકુરની યુનિવર્સિટીએ દાદીમાંને ડોક્ટરેટની પદવી આપેલી છે.અને એ પછી મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે પદ્મશ્રીનો શ્રેષ્ઠ ઇલ્કાબ!બોલો શી સિધ્ધી હશે તેમની!

તેમણે જન્માવેલ બાળકો આજે કરે છે તેમની સેવા –

વધુ પડતી ઉંમરને લીધે હાલ તો તેઓ દવાખાનામાં છે અને શરીરમાં અણશક્તિને લીધે થાક અનુભવે છે.તેમની સેવામાં હાજર રહેલા નર્સનો સફળ જન્મપ્રસવ પણ સુલગટ્ટી નરસમ્માએ જ કરાવેલો.આજે એ નર્સ દાદીમાંની સેવા કરવા પ્રતિબધ્ધ છે!સુલગટ્ટી દાદી પહેલાં તો ખેતી પણ સંભાળતા પણ હવે ઉંમરને લીધે આરામદાયક જીવન જીવે છે.

પીડ પરાઇ જાણે રે! –

સુલગટ્ટી નરસમ્માને “વેષ્ણવ જન”ની ઉપમા આપી જ શકાયને!૧૫,૦૦૦થી વધુ નિ:સ્વાર્થ કર્મયોગથી પ્રસવ કરાવનાર આવા હિર પણ ભારતની ધરતી ઉપર રહેલાં છે એનો ખ્યાલ પ્રત્યેક ભારતીયને હોવો જોઇએ પણ કમનસીબે નથી!આપણી પ્રાચીન પરંપરાનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો કેવા કાર્ય સફળ થઇ શકે તેનો જડબેસલાક દાખલો સુલગટ્ટી નરસમ્માએ બેસાડ્યો છે.

ભારત સરકારના આવા છૂપા રૂસ્તમને બહાર લાવવાની પ્રક્રિયા અભિનંદનને પાત્ર છે.જુગ જુગ જીવો દાદીમાં!

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.