ખબર જાણવા જેવું

નદીઓ માટે વરદાન સાબિત થયું લોકડાઉન! 25 વર્ષ બાદ નર્મદા નદીના પાણીમાં આ ચમત્કાર થયો…

કોરોના વાયરસને કારણે આખા દેશમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે જેને કારણે લોકો પોતાના ઘરોમાં બંધ છે અને દેશભરના ઉદ્યોગો પણ બંધ છે, વાહનવ્યવહાર બંધ છે. જેની અસર પર્યાવરણ પર દેખાઈ રહી છે. લોકડાઉનના આ દિવસોમાં પ્રકૃતિમાં અદભૂત પરિવર્તન જોવા મળ્યું, હવા સાફ થઈ, નદીઓની પાણીની ગુણવત્તામાં સુધારો થયો, પ્રાણીઓ અને પક્ષીઓ આઝાદ ફરી રહયા છે.

લોકડાઉનના આ સમયમાં ગંગા, યમુના અને નર્મદા સહિતની અનેક નદીઓના પાણી પણ શુધ્ધ થઈ રહ્યા છે. એક મહિના પહેલા સુધી, નર્મદાનું પાણી, જે ઘણા ભાગોમાં મેલું દેખાઈ રહ્યું, દુષિત દેખાઈ રહ્યું હતું, તે હાલના દિવસોમાં મિનરલ વોટર જેવું દેખાય છે.

મધ્યપ્રદેશમાં વહી રહેલી નર્મદાનું પાણી મિનરલ વોટર જેવું દેખાય છે. બંધ-કારખાનાઓ નદીઓ માટે વરદાન સાબિત થયા છે. નર્મદા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ઓમકારેશ્વરના મેનેજર એસ.કે. વ્યાસે જણાવ્યું હતું કે નર્મદાના પાણીની ગુણવત્તા મિનરલ વોટર જેવી થઈ ગઈ છે. અમારા વિભાગ દ્વારા તેની તપાસ પણ કરવામાં આવી છે. નર્મદાના પાણીમાં અનેક પ્રકારની ઔષધિઓ પણ સામેલ હોય છે. તેને પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

Image Source

વિભાગની આ તપાસ મુજબ અત્યારે નર્મદામાં દસ ફૂટ ઉંડાઈ સુધીનું પાણી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પારદર્શિતા વધી છે. નર્મદાના પાણીનો ટીડીએસ પહેલા 126 મિલિગ્રામ/લિટર માપવામાં આવ્યો હતો, જે ઘટીને 100 કરતા પણ ઓછો થઈ ગયો છે. જણાવી દઈએ કે મિનરલ વોટરનું ટીડીએસ 55 થી 60 મિલિગ્રામ/લિટર જાળવવું પડે છે.

તીર્થનગરીના વિદ્વાન અને વરિષ્ઠ આચાર્ય સુભાષ મહારાજ વેદમાતા ગાયત્રી મંદિરએ જણાવ્યું હતું કે ઓમકારેશ્વરમાં નર્મદાનું પાણી 25 વર્ષ પહેલાં આવું જ શુદ્ધ હતું. જણાવી દઈએ કે ઓમકારેશ્વરમાં સામાન્ય દિવસોમાં 5 હજાર લોકો પહોંચે છે જ્યારે તહેવારના દિવસોમાં 2 લાખ યાત્રાળુઓ આવે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.