અમુક જ દિવસોમાં પવિત્ર મહિનો શ્રાવણ શરૂ થાવાનો છે. શ્રાવણ મહિનો આવતા જ દેવોના દેવ મહાદેવને પ્રસન્ન કરવા માટે દેશના દરેક મંદિરોમાં પૂજા અર્ચના અને રુદ્રાભિષેક શરૂ થઇ જાતા હોય છે.શ્રાવણ મહિનામાં સોમવાર અને શિવના સિવાય એક અન્ય વસ્તુ ખાસ માનવામાં આવે છે અને તે છે શિવલિંગની પૂજા.એવામાં આ પવિત્ર નદીમાંથી મળી આવતા પથ્થરો કે જે શિવલિંગ સ્વરૂપે માનવામાં આવે છે જેની વિશેષ રૂપે પૂજા અર્ચના કરવામાં આવે છે.આવો તો તમને જણાવીએ નર્મદા નદીમાંથી મળી આવતા શિવલિંગનું રહસ્ય.

ગ્રંથોમાં નર્મદા નદીને ભારતની સૌથી પવિત્ર નદીઓમાંની એક માનવામાં આવે છે. માન્યતા છે કે જે ફળ ગંગા નદીમાં સ્નાન કરવાથી મળે છે તે જ ફળ માત્ર નર્મદા નદીના દર્શનથી પણ પ્રાપ્ત થાય છે, જેનો ઉલ્લેખ નર્મદા પુરાણમાં પણ કરવામાં આવેલો છે.નર્મદા નદીમાંથી નીકળતા દરેક પથ્થરને શિવનું પ્રતીક માનવામાં આવે છે.જેનો ઉલ્લેખ ઘણા ધર્મશાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે.નર્મદા નદીના કિનારે ભગવાન શિવનું વિશેષ મંદિર નર્મદેશ્વર બનેલું છે જેને લીધે નદી માંથી મળી આવતા પથ્થરોને નર્મદેશ્વર પણ કહેવામાં આવે છે.

નર્મદા છે ભગવાન શિવની પુત્રી:
નર્મદામાંથી નીકળનારા દરેક પથ્થરો શિવલિંગના આકારના હોય છે,પૌરાણિક કથાઓમાં માનવામાં આવ્યું છે કે નર્મદા ભગવાન શિવની પુત્રી છે, માટે જ નર્મદા માં જ શિવલિંગ નિર્મિત છે.દેશની અન્ય નદીઓમાં નર્મદા નદીની જેમ મળી આવતા પથ્થરો શિવલિંગ આકારના નથી હોતા, માટે તેનાથી એ પ્રમાણિત થાય છે કે માત્ર નર્મદા નદી પર જ શિવ કૃપા બનેલી છે.

આ શિવલિંગ મંદિરોની સાથે સાથે ઘરમાં પણ સ્થાપિત કરવામાં આવે છે કેમ કે તે પવિત્ર ચમત્કારી શિવલિંગ છે, જેની પૂજા ખુબ ફળદાઇ હોય છે.તે સાક્ષાશ શિવ સ્વરૂપ,સિદ્ધ અને સ્વયંભૂ શિવલિંગ છે. જેને વાણલિંગ પણ કહેવામાં આવે છે.શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે માટી કે પાષાણ,સ્વર્ણનિર્મિત શિવલિંગ કરતા અનેક ગણું ફળ બાણલિંગ નર્મદેશ્વર શિવલિંગના પૂજનથી મળે છે.

નર્મદા નદીનો ઇતિહાસ ખુબ પ્રાચીન છે.રિસર્ચમાં પણ એ વાત સ્પષ્ટ થઇ છે કે માનવ સભ્યતાના શરૂઆત થી જ નર્મદા નદીનું અસ્તિત્વ હતું.આ નદીના તટ પર મોટા મોટા સાધુ સંતોએ તપસ્યા કરેલી છે.માટે જ આ નદીમાં આપમેળે શિવલિંગની ઉત્પત્તિ થાય છે.અને તેની પૂજા નર્મદા કિનારે વસેલા મંદિરમાં થાય છે.

પંડિતોના અનુસાર નર્મદા નદીના કિનારે પૂજન કરવાથી લોકોને મોક્ષની પ્રાપ્તિ થાય છે માટે દેશભરમાં લોકો નર્મદા કિનારે સાધના કરવા માટે પહોંચતા હતા અને અહીં ભગવાન શિવના રૂપમાં આ જ શિવલિંગની સ્થાપના કરતા હતા અને તે જ શીવલિંગ આજે નર્મદા નદીમાંથી પ્રાપ્ત થઇ રહી છે.

નર્મદામાંથી મળનારા દરેક પથ્થર શિવલિંગ આકારના હોય છે. વૈજ્ઞાનિકોના આધારે આ બધી ઘટના એક કુદરતી રૂપે થાય છે. નદીના તેજ વહેણને લીધે પથ્થરો પણ વહે છે અને અથડાઈ છે જેનાથી તેઓના નોકીલા-અણીદાર હિસ્સાઓ તૂટી જાય છે અને તે શિવલિંગના આકારમાં પરિવર્તિત થઇ જાય છે.

ઉંધી દિશામાં વહે છે નર્મદા નદી:
નર્મદા દેશની એકમાત્ર એવી નદી છે કે જે પૂર્વથી પશ્ચિમ એમ ઉંધી દિશા તરફ વહે છે, તે વિશાળકાય પર્વતોને ચીરતાં વહે છે અને ખુબ ઝડપી વહેવાને લીધે તેના વહેણમાં મોટા મોટા પથ્થરો પણ તૂટી જાય છે.

દેશમાં નર્મદેશ્વરનું મહત્વ:
દેશના પ્રતિષ્ઠિત મંદિરોમાં નર્મદાથી નીકળનારા શિવલિંગ જ સ્થાપિત કરવામાં આવે છે. નર્મદામાંથી નીકળનારા શિવલિંગની માંગ પુરા દેશમાં છે.નર્મદાના કિનારે ઘણા તીર્થસ્થળો સ્થાપિત છે જેમાં નર્મદેશ્વર બિરાજમાન છે. કહેવાય છે કે નર્મદેશ્વર શિવની પૂજા-અર્ચના અર્ચના કરવાથી લોકોની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને સુખ શાંતિ મળે છે. આ સિવાય જીવનની દરેક સમસ્યાઓનું નિવારણ નર્મદેશ્વર મંદિરમાં રહેલું છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks