ગણેશ ચતુર્થી રસોઈ

સ્વીટમાં બનાવો નારિયેળ માવાના લાડુ, જોઈ લો એકદમ સરળ રેસિપી

મોટાભાગના લોકોને ગળ્યું ખાવાનું પસંદ હોય છે. વિવિધ વાર તહેવાર ઉપર આપણે માવાની બનેલી મીઠાઈ ખાતા હોઈએ છીએ, પણ મોટાભાગની મીઠાઈ આપણે બજારમાંથી જ લાવીને ખાતા હોઈએ છીએ. પરંતુ આજે અમે તમને નારિયેળ માવાના લાડુ બનાવવાની ખુબ જ સરળ રેસિપી બતાવવાના છીએ, જેને બનાવવામાં ફક્ત 15થી 30 મિનિટ જેટલો જ સમય લાગશે.

Image Source

નારિયેળના લાડુ બનાવવા માટેની સામગ્રી:

  • 500 ગ્રામ માવો
  • 1/2 કપ નારિયેળ પાવડર
  • 1/2 કપ કાજુ પાવડર
  • 1 કપ દળેલી ખાંડ
  • 1/4 ટી સ્પૂન ઈલાયચી પાવડર
Image Source

નારિયેળના લાડુ બનાવવાની રીત:

  • સૌથી પહેલા એક પેનની અંદર માવો નાખીને થોડો સોનેરી રંગનો ના બની જાય ત્યાં સુધી શેકતા રહો.
  • માવો થોડો સોનેરી થઈ જતા તેમાં નારિયેળ પાવડર અને કાજુ પાવડર ભેળવીને શેકતા રહેવું.
  • મિશ્રણ બરાબર બની જાય પછી ગેસને બંધ કરી લેવો.
  • આ મિશ્રણ ઠંડુ થઇ ગયા બાદ તેની અંદર ઈલાયચી પાવડર અને દળેલી ખાંડ ભેળવીને મિક્સ કરી દેવું.
  • ત્યાર બાદ તેને લાડુની જેમ ગોળ ગોળ વાળી અને અલગ મુકવા.
  • એક પ્લેટની અંદર નારિયેળ પાવડર લઈને લાડુને તેની અંદર રોલ કરતા જવું.
  • તૈયાર છે તમારા સ્વાદિષ્ઠ નારિયેળ માવાના લાડુ.
Image Source

આ રેસિપી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો જેના કારણે આવી જ સરસ મઝાની રેસિપી અમે તમારા માટે લાવતા રહીએ.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.