રોકસ્ટાર ફેમ નરગીસ ફખરીની બહેન આલિયાની ન્યૂયોર્ક પોલીસે ધરપકડ કરી છે. તેના પર તેના પૂર્વ બોયફ્રેન્ડની હત્યાનો આરોપ છે. અહેવાલો અનુસાર, આલિયાએ ઈર્ષ્યાથી એક ગેરેજમાં આગ લગાવી દીધી, જેમાં તેનો પૂર્વ બોયફ્રેન્ડ અને તેની એક મહિલા મિત્ર બળીને ખાખ થઈ ગયા.
મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે આલિયા પર તેના એક્સ બોયફ્રેન્ડની હત્યાનો આરોપ છે. મળતી માહિતી મુજબ, આલિયાએ ન્યૂયોર્કના એક ગેરેજમાં આગ લગાવી દીધી હતી. તેનો Ex બોયફ્રેન્ડ એડવર્ડ જેકબ્સ તેના મિત્ર એટીન સાથે તે ગેરેજમાં હાજર હતો અને તે બંને મૃત્યુ પામ્યા હતા.
અહેવાલો અનુસાર, આલિયા ફખરીએ ગેરેજમાં આગ લગાડી, એડવર્ડ અને અનાસ્તાસિયાને ગેરેજમાં ફસાવ્યા અને તેમની હત્યા કરી. ધુમાડો શ્વાસમાં જવાથી બન્નેનું મૃત્યુ થયું હતું, જેને ડિસ્ટ્રિક્ટ એટર્ની મેલિન્ડા કાત્ઝે “દુર્ભાગ્યપૂર્ણ” કૃત્ય તરીકે વર્ણવ્યું હતું. ત્યારબાદ આલિયાની ધરપકડ કરવામાં આવી હતી અને તેને ક્વીન્સ ક્રિમિનલ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જ્યાં તેને જામીન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.
આ મામલે ડિસ્ટ્રિક્ટ એટર્ની મેલિન્ડા કાત્ઝનું નિવેદન પણ સામે આવ્યું છે. તેણે કહ્યું, “આરોપીએ જાણી જોઈને આગ લગાવી, જેના કારણે બે લોકોએ જીવ ગુમાવ્યા.” આ બાબતે નરગીસની માતાએ કહ્યું કે તેની પુત્રી આવું કરી શકે નહીં. તે દરેકને મદદ કરે છે અને બીજાની પણ કાળજી લે છે.
એડવર્ડ જેકોબ્સની માતાએ જણાવ્યું કે, જેકોબ્સ અને આલિયાના સંબંધો એક વર્ષ પહેલા જ ખતમ થઈ ગયા હતા. બ્રેકઅપ બાદ પણ આલિયાએ તેનો પીછો છોડ્યો નહોતો. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જેકોબ્સ અને એટીએન વચ્ચે કોઈ રોમેન્ટિક સંબંધ નથી, તેઓ માત્ર મિત્રો હતા.
જો અંગત જીવનથી આગળ વધીને નરગીસ ફખરીની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે આવતા વર્ષે ‘હાઉસફુલ 5’માં જોવા મળવાની છે. આ ફિલ્મમાં તેની સાથે અક્ષય કુમાર જોવા મળશે. તે છેલ્લા 13 વર્ષથી ફિલ્મોમાં કામ કરી રહી છે. 2011માં રિલીઝ થયેલી રણબીરની ‘રોકસ્ટાર’ તેની પહેલી ફિલ્મ હતી.
View this post on Instagram