મનોરંજન

રણબીર કપૂરની હિરોઈન નરગિસને ત્રીજી વાર થયો પ્રેમ, જાણો કોણ છે ખુશ નસીબ

વિદેશી સાથે ઇલુ ઇલુ ચાલી રહ્યું છે આ અભિનેત્રીનું, જુઓ તસ્વીરો

નરગિસ ફાખરીની ગણના એ બૉલીવુડ સેલિબ્રિટીમાં થાય છે જેની લવલાઈફ ઉતાર-ચડાવથી ભરપૂર છે. નરગિસ કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતી હોય છે. નરગિસ સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે. નરગિસ સોશિયલ મીડિયામાં તેની તસ્વીર અને વિડીયો શેર કરતી રહે છે. નરગિસ ઇન્સ્ટાગ્રામ પર 69 લાખથી વધુ ફોલોઅર છે. નરગિસ ફરી એકવાર તેની લવ લાઈફને લઈને ચર્ચામાં આવી છે.

જણાવી દઈએ કે, નરગિસ બૉલીવુડમાં ઉદય ચોપરા સાથે ચર્ચામાં રહી હતી. ઉદય ચોપરા અને નરગિસ લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા હતા. કહેવામાં આવે છે કે બંને ઘણા સમય સુધી લિવ ઈનમાં રહ્યા હતા.

બંને વચ્ચે સંબંધમાં તિરાડ પડી જતા બંનેએ અલગ થવાનો ફેંસલો લીધો હતો. આ બંનેના પ્રેમમાં એટલા ઊંડા ઉતરી ગયા હતા કે બંનેના લગ્નની વાત પણ સામે આવી હતી. પરંતુ સંબંધમાં તણાવ વધી ગયો હતો કે, આખરે તે અલગ થઇ ગયા હતા.

બ્રેકઅપથી દુઃખી થઈને નરગિસ ભારત છોડીને ન્યુયોર્કમાં વસી ગઈ હતી. બ્રેકઅપના કારણે નરગિસ માનસિક રીતે ભાંગી ગઈ હતી. આ બાદ નરગિસના જીવનમાં હોલીવુડ ફિલ્મમેકર મૈટ અલોજોની એન્ટ્રી થઇ હતી.

તેનો બર્થડે સેલિબ્રેટ કરતા હોય તેવી તસ્વીર પર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. કહેવામાં આવે છે કે, આ તસ્વીર નરગિસ અને ઉદયના બ્રેકઅપના કારણે શેર કરવામાં આવી હતી. ખબર તો એવી પણ આવી હતી કે, બંને વર્ષ 2019માં લગ્ન કરી શકે છે પરંતુ આવું કંઈ થયું ના હતું.

નરગિસ અને મૈટ અલોજોનું પણ બ્રેકઅપ થઈ હતા નરગીસે બધી તસ્વીર ઇન્સ્ટાગ્રામમાંથી કાઢી નાખી હતી. ત્યાં સુધી કે નરગિસે મૈટ અલોજોને અનફોલો કરી દીધો હતો. હવે નરગિસની જિંદગીમાં નવા શખ્સની એન્ટ્રી થઇ છે.

નરગિસ આ સમએ અમેરિકન શેફ જસ્ટિન સેન્ટોસ સાથે રિલેશનશિપને લઈને ચર્ચામાં છે. કહેવામાં આવે છે કે નરગિસ કૈલિફોર્નિયામાં રહે છે તો જસ્ટિન ન્યુયોર્કમાં રહે છે. બંને એક બીજા માટે સમય કાઢી લે છે. નરગિસની લવ-લાઈફને લઈને બૉલીવુડમાં તેના મિત્ર ઇલિયાના ડીક્રુઝ અને લીઝા હેડને ખુશી વ્યક્ત કરી હતી.

જણાવી દઈએ કે, નરગિસની છેલ્લી ફિલ્મ અમાવસ હતી જે ગત વર્ષ રિલીઝ થઇ હતી. નરગિસના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો તે સંજય દત્ત સાથે ‘તોરબાજ’માં નજરે આવશે.