બ્લાઇન્ડ વર્લ્ડ કપ ક્રિકેટમાં દેશને સૌથી મોટું સન્માન અપાવનાર ખેલાડી આજે કરી રહ્યો છે 250 રૂપિયામાં મજૂરી, લોકોને મદદ માટે કરી અપીલ

હાલ આખો દેશ નીરજ ચોપડાના ઓલમ્પિકમાં મેડલ જીતવા ઉપર ખુશીઓ મનાવી રહ્યો છે. નીરજ ચોપડાએ ટોકિયો ઓલમ્પિકમાં ભાલા ફેંકની પ્રતિયોગિતામાં દેશને પહેલું ગોલ્ડ મેડલ આપાવ્યું. પરંતુ આપણા દેશને સન્માન અપાવનારા ઘણા એવા ખેલાડીઓ પણ છે જે આજે ગુમનામી ભરેલું જીવન જીવી રહ્યા છે અને તેમની આર્થિક સ્થિતિ પણ ખુબ જ ખરાબ છે.

હાલ એવા જ એક ખેલાડીની મદદ માટે હાંકલ લગાવવામાં આવી રહી છે. જેને બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપમાં 2018માં ટિમ ઇન્ડિયાને ખિતાબ જીતાવીને ઇતિહાસ રચી દીધો હતો. આ જીત ખુબ જ ખાસ હતી. ટિમ ઇન્ડિયાએ ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. આ જીત બાદ ખેલાડીઓને ખુબ જ વાહ વાહ મળી હતી.

રાષ્ટ્રપતિથી લઈને પ્રધાનમંત્રી સુધી દરેકે તેમેં સાબાશી પણ આપી. પરંતુ આ મોટી ઉપલબ્ધી મેળવ્યાના ત્રણ વર્ષ બાદ ટીમનો એક સદસ્ય ખુબ જ મોટા આર્થિક સંકટમાં ફસાઈ ગયો છે. જે આજે માત્ર 250 રૂપિયામાં મજૂરી કરવા માટે પણ મજબુર બન્યો છે.

આ ખેલાડીનું નામ છે નરેશ તુમડા. જે ગુજરાતના નવસારીનો રહેવાસી છે. સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાતચીત કરતા સામે નરેશ તુમડાએ જણાવ્યું હતું કે સરકાર પાસે વારંવાર મદદની ગુહાર લગાવવા છતાં પણ કઈ નથી થયું. તેને કહ્યું કે. “હું એક દિવસમાં ફક્ત 250 રૂપિયા કમાઉ છું. મેં ગુજરાતના સીએમ પાસે મદદ માટે ત્રણ વાર ગુહાર લગાવી. પરંતુ હજુ સુધી તેમનો કોઈ જવાબ નથી આવ્યો. હું સરકારને વિનંતી કરું છું કે મને નોકરી આપે. જેનાથી હું મારા પરિવારનું ગુજરાન ચલાવી શકું.”

29 વર્ષના નરેશ ગયા વર્ષે લોકડાઉનમાં શાક ભાજી વેચી રહ્યો હતો. તેનાથી પરિવારનો ખર્ચ ના ચાલ્યો તો તેમને મજૂરી કરવાનું શરૂ કરી દીધું. હાલમાં તે ઈંટો ઉઠાવવાનું કામ કરી રહ્યો છે. જેનાથી ખુબ જ મુશ્કેલીથી પરિવારનો ખર્ચ ચાલે છે.


તેને એમ પણ જણાવ્યું કે મારા માતા પિતા ઘરડા થઇ ગયા છે. મારા પિતા નોકરીએ જવા માટે પણ અસમર્થ છે. જેના કારણે હું પરિવારનો એક માત્ર કમાવવા વાળો છું. ગયા વર્ષે જમાલપુર માર્કેટમાં શાક વેચતો હતો. પરંતુ તેનાથી વધારે કમાણી નથી થતી.”

Niraj Patel