ખબર ઢોલીવુડ ફિલ્મી દુનિયા

ગુજરાતી દિગ્ગજ અભિનેતા નરેશ કનોડિયાના મૃત્યુના સમાચાર વાઇરલ, પુત્ર હિતુએ કહ્યું કે પિતા હોસ્પિટલમાં…

કોરોનાએ દેશ-વિદેશમાં હડકંપ મચાવ્યો છે. કોરોનાની ચપટે સામાન્ય નાગરિકથી લઈને રાજકીય નેતા, સિતારાઓ બધા જ ચડી ચુક્યા છે. થોડા દિવસ દિવસ પહેલા ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર નરેશ કનોડિયા કોરોનાથી સંક્રમિત થયા હતા. નરેશ કનોડિયાને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

નરેશ કનોડિયાની તબિયત લથડતા હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. નરેશ કનોડિયાનું ઓક્સિજન લેવલ ઘટી જતા તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
આ વચ્ચે ગઈકાલે નરેશ કનોડિયાના નિધનનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ અંગે ઘણા લોકો દ્વારા ફેક્ટ ચેક કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયામાં ચાલતી આ માહિતી અફવાહ સાબિત થઇ હતી. નરેશ કનોડિયાની તબિયત સ્થિર છે. કોઈ ટીખળખોરે સોશિયલ મીડિયાને માધ્યમ બનાવીને લોકોને ખોટો સંદેશો પહોંચાડ્યો હતો.

Image source

આ અંગે હિતુ કનોડિયાએ જણાવ્યું હતું કે, મારા પોતાની હાલત સ્થિર છે કોઈએ અફવાહ પર ધ્યાન આપવું નહીં. નોંધનીય છે કે, નરેશ કનોડિયાની એક તસીવર સામે આવી હતી. જેમાં તે ઓક્સિજન માસ્ક લગાવેલા નજરે ચડે છે. નરેશ કનોડિયાએ થોડા સમય પહેલા જ ઢોલ વગાડીને “ભાગ કોરોના… તારો બાપ ભગાડે”નો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

Image source

નરેશ કનોડિયાએ 125 જેટલી ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે. જેમા હિરણને કાંઠે, મેરૂ માલણ, ઢોલામારૂ, મોતી વેરાણા ચોકમાં, પાલવડે બાંધી પ્રીત, પરદેશી મણિયારો, વણઝારી વાવ, તમે રે ચંપો ને અમે કેળ, જોડે રહેજો રાજ પારસ પદમણી જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. તેઓ ધારાસભ્ય પણ રહી ચુક્યા છે. નરેશના અભિનયનેણ દર્શકોએ પણ ખુબ જ વખાણ્યો છે. નરેશ કનોડિયાએ “વેલીને આવ્યા ફૂલ”થી પોતાના અભિનયની શરૂઆત કરી હતી અને ધીમે ધીમે એક પછી એક સુપરહિટ ફિલ્મો આપીને સુપરસ્ટાર બની ગયા હતા.
નરેશ કનોડિયાનો જન્મ 20 ઓગસ્ટ 1943મા રોજ મહેસાણા પાસે આવેલા કનોડા ગામે થયો હતો. એક્ટિંગ ક્ષેત્રમાં આવ્યા બાદ તેમણે ઘણી જ સુપરહિટ ફિલ્મો આપી.