ઢોલીવુડ મનોરંજન

દિગ્ગજ ગુજરાતી એક્ટર નરેશ કનોડિયાનું 77 વર્ષની વયે નિધન, જાણો સમગ્ર વિગત

લાગી રહ્યું છે કે, 2020નું વર્ષ બહુ જ ખરાઈ રીતે વિતી રહ્યું છે. એક બાદ એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. ગુજરાટી ફિલ્મ જગત માટે પણ એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા નરેશ કનોડિયાના ભાઈ મહેશ કનોડિયાએ અંતિમ શ્વાસ લીધા હતા.

ત્યારે આજે નરેશ કનોડિયાએ પણ 77 વર્ષની ઉંમરે યુએન મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. ત્રણ દિવસની અંદર કુટુંબના 2 મોભી ગુમાવતા કનોડિયા પરિવાર પર દુઃખનો ડુંગર તૂટી પડયો છે. કોરોના થયા બાદ તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતા છેલ્લા ત્રણેય દિવસથી વેન્ટિલેટર પર ખસેડાયા હતા. તેમના નિધનના સમાચાર અંગે યુએન મહેતા હૉસ્પીટલે પુષ્ટી કરી છે. નરેશ કનોડિયાએ 125થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે. નરેશ કનોડિયાએ વેલીને આવ્યા ફૂલથી તેની કરિયરની શરૂઆત કરી હતી. નરેશ કનોડિયાનું ગુજરાતી ફિલ્મી જગતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ફિલ્મ જોગ સંજોગ માટે તેને શ્રેષ્ઠ સંગીત માટે એવોર્ડ પણ મળ્યો હતો.

નરેશ કનોડિયાના નિધનનાં સમાચાર આવતા સિંગર અરવિંદ વેગડાએ દુખ વ્યક્ત કરતા કહ્યું કે, “આ ફિલ્ડમાં આવ્યો ત્યારે હું કહેતો હતો કે મારે નરેશભાઈ જેવું બનવું છે. નરેશ કનોડિયા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો મોટો આધાર સ્તંભ હતા. એમના અવસાન થયું છે તે હું માની નથી શકતો. સાથે બેઠા હોઈએ ત્યારે મને દીકરા જેવી ફિલિંગ આવતી હતી. ગુજરાતી સિનેમાને સૌથી મોટી ખોટ પડી છે.”

લોકગાયક કિર્તીદાન ગઢવીએ પપણ નરેશ કનોડિયાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મહેશ-નરેશની જોડી ખુબ જ પ્રખ્યાત હતી. મહેશ કનોડિયા પોતાની ગાયિકી માટે ખુબ જ જાણીતા હતા એવું કહેવાય છે કે તે 32 અલગ અલગ સ્વરમાં ગાઈ શકતા હતા. ખાસ કરીને તે સ્ત્રીના આવાજમાં ગાતા જેને દર્શકો ખુબ જ પસંદ કરતા હતા.

મહેશ કનોડિયાએ ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં પોતાના અવાજનો જાદુ રેલાવ્યો છે. આ ઉપરાંત તેમને ગરબા, લોકસંગીત, અને અન્ય ગેર ફિલ્મી આલ્બમોમાં પણ સંગીત આપ્યું છે. તેઓ ભારતની બહાર પણ શો કરનારા પહેલા ગુજરાતી કલાકાર હતા.

તો 77 વર્ષના નરેશ કનોડિયાનો જન્મ 20 ઓગસ્ટ 1943ના રોજ મહેસાણાના કનોડા ગામે થયો હતો. નરેશ કનોડિયા પણ બાળપણથી જ પોતાના ભાઈ સાથે સ્ટેજ શો કરતા હતા. તેમને 1970માં આવેલી ફિલ્મ “વેણીને આવ્યા ફૂલ” દ્વારા પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી.

આ ફિલ્મ બાદ નરેશ કનોડિયા ગુજરાતી ફિલ્મોમાં ઉભરવા લાગ્યા, અને જોત જોતામાં તેમની પ્રસિદ્ધિ દુનિયાભરમાં ફેલાઈ ગઈ. નરેશ કનોડિયાએ 125થી પણ વધારે ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે.માત્ર ફિલ્મોમાં જ નહિ નરેશ કનોડિયાએ રાજકારણ ક્ષેત્રે પણ ઝંપલાવ્યું અને વર્ષ 2002 થી 2007 દરમિયાન તેઓ કરજણ વિધાનસભા બેઠકના ધારાસભ્ય પણ રહ્યા. તો મહેશ કનોડિયા પાટણના સાંસદ પણ રહી ચુક્યા છે.

તમને આ પણ ગમશે જરૂર વાંચો :  મહેશ-નરેશની જોડીએ દુનિયાને કહ્યું અલવિદા, તેમની જુગલબંધીનો છેલ્લો વિડીયો જોઈને તમારી આંખમાં પણ આંસુ આવી જશે