ખબર

બહેરીનમાં મોદીજીનું દર્દ છલકાયું, કહ્યું-‘મારો દોસ્ત અરુણ ચાલ્યો ગયો’- વાંચો સમગ્ર અહેવાલ

આજે પીએમ મોદી વિદેશ યાત્રા પર છે. આજે PM એ યુએઇનાં સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ઝાયેદથી સન્માનિત કરાયા હતાં. ફ્રાન્સ પ્રવાસ પૂર્ણ કરીને અબુધાબી પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુએઇનાં ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન સાથે મુલાકાત કરી હતી. PM નરેન્દ્ર મોદી પોતાની 3 દેશોની યાત્રાનાં બે ચરમ પૂર્ણ કર્યા બાદ આજે બહેરીન પહોંચી ગયા છે. તેમની સાથે ભારતનાં રાષ્ટ્રીય National Security Advisor અજીત ડોભાલ પણ છે.

મોદીજીએ કહ્યું મારી સાથે ચાલનારો મારો મિત્ર ચાલ્યો ગયો

બહેરીનની ઘરતી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીને શ્રદ્ધાંજલિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બહેરીનમાં ભારતીય સમુદાયને સંબોધન કરતી વખતે પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટલીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. PM મોદીએ કહ્યું કે, આજે મારી ભીતર અત્યંત દર્દ છૂપાયેલું છે. હું આટલો દુર છું અને મારો મિત્ર અરૂણ ચાલ્યો ગયો. પ્રધાનમંત્રી મોદીએ ઓગસ્ટ મહિનાને યાદ કરતા કહ્યું કે, થોડા દિવસ પહેલા બહેન સુષમા સ્વરાજજી ચાલ્યા ગયા, આજે મારી સાથે ચાલનારો મિત્ર ચાલ્યો ગયો.


PM મોદી બોલ્યા- શ્રીનાથજીના મંદિર જઇને સમૃદ્ધિ અને શાંતિની પ્રાર્થના કરીશ

PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે મારું સૌભાગ્ય છે કે આવતી કાલે હું શ્રીનાથજીના મંદિરે જઇને આપ બધા તરફથી આપના યજમાન દેશની સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરીશ. આ મંદિર અહીંનું સૌથી જુનું મંદિર છે. સૌભાગ્યની વાત છે કે આ મંદિરના પુનવિકાસનું કામ પણ ઔપચારિક રૂપે શરૂ કરવામાં આવશે.

વધુમાં મોદીજીએ કહ્યું કે આજે જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર છે. વિશ્વભરમાં ફેલાયેલા ભારતીય સમુદાયને મારા તરફથી ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવની અનેક શુભકામના. પીએમ મોદીએ કહ્યું કે, મને જણાવાયું છે કે ગલ્ફમાં આ અવસરે કૃષ્ણ કથા સાંભળવાની પરંપરા આજે પણ છે. ભારતીયોનું કૃષ્ણ ભગવાન પ્રતિ વિશેષ પ્રેમ છે.

5,000 વર્ષ જૂનાં છે ભારત અને બહેરીનના સંબંધ પીએમ નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયને સંબોધન કરતાં ભારત અને બહેરીનના સંબંધો પર પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે ભારત અને બહેરીનના સંબંધો 5000 વર્ષ પહેલા સિંધુ ઘાટી સભ્યતાના છે. હવે 21મી સદીમાં હજારો વર્ષ જૂના સંબંધોને તાજગી આપવી છે. તેમણે કહ્યું,’અમારી ઈન્દ્રધનુષી છબિ પૂરી દુનિયાને આકર્ષિત કરે છે. બહેરીનની યાત્રા ભલે પીએમ તરીકે હોય પરંતુ મારો હેતુ અહીં વસેલા ભારતીયોને મળવાનો છે.’

તમને જણાવી દઈએ ભારત અને બહેરીનના સંબંધ આશરે 5000 વર્ષ જુના છે. તેમણે કહ્યું કે ભારત અને બહેરીનના સંબંધો 5000 વર્ષ પહેલા સિંધુ ઘાટી સભ્યતાના છે. હવે 21મી સદીમાં હજારો વર્ષ જૂના સંબંધોને તાજગી આપવી છે. તેમણે કહ્યું,’અમારી ઈન્દ્રધનુષી તસ્વીર પૂરી દુનિયાને આકર્ષિત કરે છે. બહેરીનની યાત્રા ભલે PM તરીકે હોય પરંતુ મારો હેતુ અહીં વસેલા ભારતીયોને મળવાનો છે.’