ખબર

વડાપ્રધાન મોદીના ‘બખ્તર બંદ’ પ્લેન બોઇંગ 777, જુઓ અંદરની આલીશાન તસ્વીર એક ક્લિકે

8,458 કરોડના પ્લેનનો અંદરનો વૈભવી નઝારો જોઈને આંખો ફાટી જશે, જુઓ તસ્વીરો

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અમેરિકામાં તૈયાર કરવામાં આવેલા વિશેષ બોઇંગ 777 ગુરુવારના રોજ 3 વાગ્યે દિલ્લી એરપોર્ટ પર ઉતર્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિના એરફોર્સ વન જેવી ક્ષમતાઓથી સજ્જ આ વિમાનમાં ઘણી ખૂબીઓ છે. આ વિમાનનો ઉપયોગ વડાપ્રધાન સિવાય રાષ્ટ્ર્પતિ અને ઉપ રાષ્ટ્રપતિ પણ કરશે.

Image source

‘બખ્તરબંદ’ બોઇંગ 777 એક વાર ઇંધણ ભર્યા પછી અમેરિકાથી ભારત સુધીની સફર કરી શકે છે.

Image source

આ બખ્તરિયું વિમાન 35 હજાર ફૂટની ઊંચાઇએ કલાકે 900 કિલોમીટરની ઝડપે ઊડી શકે છે. એકવાર ઇંધણ લીધા પછી આ વિમાન 6,800 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે. તેવી જ રીતે આ વિમાન હવામાં જ ઇંધણ ભરી શકે છે. આ વિમાન દરમિયાન પ્રતિ કલાક 1,81,800 ડોલર એટલે કે (લગભગ 1 કરોડ 30 લાખ ) રૂપિયાનો ખર્ચ લાગી શકે છે.

Image source

આ પ્લેનને આવનારા સમયમાં એર ઇન્ડિયા નહીં પરંતુ એરફોર્સ ઓપરેટ કરશે. સુત્રોનું કહેવું છે કે, તેને કોલ સાઈન એરફોર્સ વન રાખવામાં આવી શકે છે. પીએમના સ્પેશિયલ પ્લેનની અંદર લકઝરીયસ સુવિધાઓ છે.

Image source

આ પ્લેનમાં આરામદાયક સિટની પણ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સામાન્ય રીતે પીએમ વિદેશયાત્રા પર જતા હોય ત્યારે લાંબી મુસાફરી કરવી પડે છે. ત્યારે આ પ્લેનમાં સીટ ઘણી આરામદાયક છે. વિમાનની કિંમત 8458 કરોડ રૂપિયા છે.

Image source

આ બંને વિમાનને એરફોર્સના પાયલોટ ઉડાડશે. બંને વિમાનની કિંમત 8458 કરોડ રૂપિયા છે. બેહદ સેફ આ વિમાનના આગળના ભાગમાં જામર લગાવેલું છે. જે દુશ્મનના રેડાર સિગ્નલને જામ કરી દે છે. આ પર મિસાઈલ હુમલો કોઈ અસર નથી કરતો. ખબર અનુસાર, આ વિમાનના હવામાં ઇંધણ ભરવાની ક્ષમતા હશે.

Image source

આ વિમાનમાં ત્રણ કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં 2 રંગ અમેરિકી રાષ્ટ્ર્પતિના એરફોર્સને મળતા આવે છે. બોઇંગ 777માં જે રંગનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં સફેદ, લાઈટ બ્લુ અને નારંગી કલર છે.

Image source

લાઈટ બ્લુ અને સફેદ કલરનો ઉપયોગ વધુ કરવામાં આવ્યો છે જયારે નારંગી કલરનો ઉપયોગ વચ્ચેની લાઈનમાં કરવામાં આવ્યો છે. જોવામાં આ બહુ જ સુંદર લાગે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.