ખબર

PM નરેન્દ્ર મોદીનું 1300 કરોડના ખર્ચે વિમાન તૈયાર થઇ ગયું, તસ્વીર આવી સામે જોઈને હોંશ ઉડશે

ભારતના PM નરેન્દ્ર મોદી માટે નવું વિમાન Air India વન અમેરિકામાં તૈયાર થઈ ગયું છે. આ વિમાન જોઈએ તો ઉડતા કિલ્લા જેવું દેખાય છે અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જેમ એમાં પણ તમામ સુરક્ષા છે. 900 KM ઝડપે ઉડતું રૂ.1300 કરોડના ખર્ચે તે બન્યું છે. એક કલાક ઉડવાનો ખર્ચ રૂ.2 કરોડ સુધી આવી જાય છે.

ન્યુઝ રિપોર્ટ પ્રમાણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને PM નરેન્દ્ર મોદી માટે સુપરજેટ ‘એર ઈન્ડિયા વન’ બનીને તૈયાર થઈ ગયા છે આ મહિને જ આ બંને વિમાન ભારતને મળી જશે.આ વિમાન અમેરિકામાં બનાવવામાં આવ્યા છે.

આ મહાશય વિમાનનો 1 કલાક ઉડવાનો ખર્ચ રૂ.2 કરોડ આસપાસ આવે છે. વિમાનમાં મિસાઇલ ડિફેન્સ સિસ્ટમને જોડવાનો સોદો ટ્રમ્પની મિટિંગ સમયે થયો હતો. આ વિમાનોના આગમન પછી મોદીજી વધુ સલામત અને આરામદાયક રીતે મુસાફરી કરી શકશે.