ખબર

કોરોનાનો રાફડો ફાટતા નરેન્દ્ર મોદીએ લીધો આ તાબડતોબ મોટો નિર્ણય

દુનિયા સમેત ભારતમાં પણ કોરોનાના મામલાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે એક તરફ સરકાર દ્વારા વધુમાં વધુ લોકો કોરોનાની વેક્સિન લે તે અંગે પ્રયાસો ચાલી રહ્યા છે. તો બીજી તરફ કોરોનાનો પણ રાફડો ફાટ્યો છે.

Image Source

છેલ્લા 24 કલાકની અંદર જ દેશભરમાં 1 લાખથી પણ વધારે કોરોનાના નવા મામલાઓ સામે આવ્યા છે. ત્યારે હવે આ હાલત ઉપર કાબુ મેળવવા માટે પીએમ નરેદ્ર મોદી 8 એપ્રિલના રોજ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફ્રન્સ મિટિંગ કરશે. આ મીટીંગની અંદર કોરોનાના મામલાઓ ઉપર કાબુ મેળવવા માટે નવી રણનીતિ બનાવવામાં આવશે.

Image Source

ભારતમાં કોરોના વાયરસ ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. માત્ર 25 દિવસની અંદર જ 20,000 નવા મામલાઓથી વધીને આજે એક લાખની ઉપર નીકળી ગયા છે. ગયા વર્ષે 17 ડિસેમ્બરે સૌથી વધારે 97,894 નવા મામલા સામે આવ્યા હતા. આ દર્શાવે છે કે દેશમાં સંક્ર્મણ ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે.