નીરવ પટેલ લેખકની કલમે

“મોદી હૈ તો મુમકીન હૈ” એ વાત લોકો દિલથી સ્વીકારે છે, પણ લોકોની દેખાદેખીમાં કદાચ એ પણ મોદીજીનો વિરોધ કરી રહ્યાં છે- વાંચો લેખકની કલમે

આજે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મ દિવસ છે. આજના દિવસે એમને જન્મદિવસની મારા અને આ સમગ્ર દેશ તરફથી શુભકામનાઓ.

આજ પહેલા આ દેશના કોઈપણ વડાપ્રધાન આટલી ચર્ચામાં નહિ રહ્યાં હોય જેટલા મોદીજી રહ્યાં છે. વિરોધ હોય કે સમર્થન. બધું જ મોદીજીની મળ્યું છે. છતાં જો એક સાચા ભારતીય તરીકે અને આ દેશના એક યુવાન તરીકે મારા દેશને આજે જોઉં છું તો મારું હૈયું ગર્વથી ફુલાઈ જાય છે. કારણે મોદીજીના શાસન દરમિયાન આપણાં દેશની ઓળખ વિશ્વસ્તરે વધી છે. જે દેશો ભારત સાથે વાત કરવા પણ તૈયાર નહોતા એ બધા જ દેશો આજે ભારત સાથે હાથ મિલાવવા આતુર છે. એ શક્ય બન્યું છે તો મોદીજીના કારણે.

હા, માનું છું કે મોદીજીએ કેટલાક એવા નિર્ણયો પણ લીધા છે જેના કારણે સામાન્ય માણસોને ઘણી જ મુશ્કેલીઓ પડી છે. હાલ માં જ જોઈ લો તો નવા ટ્રાફિક નિયમો લાગુ કર્યા અને જનતા મુશ્કેલીમાં મુકાઈ ગઈ. આખા દેશમાં મોદીજીનો વિરોધ થવા લાગ્યો. લોકો ગુસ્સામાં આવી ગયા. સોશિયલ મીડિયા ઉપર પાકિસ્તાનમાં કરેલી એરસ્ટ્રાઈક બાદ મળેલું બહોળું સમર્થન તેમના આ એક નિર્ણયમાં માટીમાં મળી ગયું. જે લોકો મોદીજીને સાચો હીરો માનતા હતાં એજ લોકો હવે મોદીજીને ગાળો બોલવા લાગ્યા છે.

આ બધા વચ્ચે આપણે નોટબંધી અને GST ને કેવી રીતે ભૂલી શકીએ ? ત્યારે પણ કંઈક આવી જ તકલીફો આપણને પડી હતી. ત્યારે પણ મોદીજીનો આવો જ વિરોધ થયો હતો. ત્યારે પણ દેશ લાઈનમાં ઊભો રહી ગયો હતો. પરંતુ સમયની સાથે મોદીજીએ બધું જ સરખું કરી નાખ્યું હતું. લોકો એ વાતને પણ સમય સાથે ભૂલી જ ગયા. અને મોદીજીના કામ જોઈ એમને બીજીવાર પણ સરકાર બનાવવામાં ખૂબ જ મોટું સમર્થન આ દેશની જનતાએ આપ્યું.

ભલે આજે આ દેશ મોદીજીનો વિરોધ કરી રહ્યો. ભલે આજે સોશિયલ મીડિયા કે જાહેરમાં મોદીજી ને ગાળો બોલી રહ્યો. પણ આ દેશનો દરેક નાગરિક જાણે છે. કે “મોદી હૈ તો મુમકીન હૈ.” કારણ કે મોદીજીમાં એ ક્ષમતા છે જે દરેક પરિસ્થિતિને બદલી શકે છે. હું અને તમે પણ કદાચ એમની વિચારશક્તિ આગળ શૂન્ય સમાન હોઈશું. મોદીજીએ લીધેલા કડવા નિર્ણયો પણ દેશના હિતમાં જ હશે. કાલ સુધી કૂતરાની જેમ ભસતો પાકિસ્તાન દેશ આજે આપણી સામે ઘૂંટણિયે પડી ગયો છે. આજે ભારતના સમર્થનમાં વિશ્વના મોટાભાગના દેશો છે. આજે ભારતનું એક આગવું નામ છે. એક આગવી ઓળખ છે. અને એ ઓળખ જો કોઈએ ઊભી કરી છે તો એ છે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર દામોદરદાસ મોદી એ.

દિલ ઉપર હાથ રાખીને નોટબંધી, GST અને નવા ટ્રાફિક નિયમને બાજુપર મૂકી એક જવાબ આપો. શું આજ પહેલાં ક્યારેય તમને તમારા દેશ માટે આટલું ગર્વ થયું હતું ? જે આજે છે ! આજે વિશ્વમાં જે ભારતની ઓળખ છે, શું એ આજ પહેલાં હતી ? સર્જીકલસ્ટ્રાઈક કે એરસ્ટ્રાઈક જેવી વાતો હોલીવુડ ફિલ્મો સિવાય બીજે ક્યાંય સાંભળી હતી ? શું આજ પહેલાં પાકિસ્તાન આપણાથી આટલું ડરતું હતું ? કોઈએ વિચાર્યું હતું કે ચંદ્રયાનનું મિશન ભલે સંપૂર્ણ પૂર્ણ ના થયું પરંતુ આ દેશના વડાપ્રધાન ઇસરોની ટીમ સાથે રહી એમનામાં હિંમત અને ઉર્જા ભરવાનું કાર્ય કર્યું. એ આજ પહેલાં કોઈએ કર્યું હતું ? અને ઇસરોના કાર્યોને આખો દેશ સમર્થન આપવા લાગ્યો. શું આ ક્યારેય શક્ય બન્યું છે ? દોસ્તો, લીમડો કડવો જરૂર હોય છે. પરંતુ તેના ગુણ હંમેશા મીઠા હોય છે. એમ જ મોદીજી ભલે થોડા કડવા નિર્ણયો લઈ લે. પરંતુ એ દેશના હિત માટે જ હોય છે. ભલે થોડી તકલીફો પડે. ભલે લાઈનમાં ઊભા રહેવાનું થાય. ભલે સમસ્યાઓનો સામનો કરવો પડે. પરંતુ આપણા આવનાર ભવિષ્ય માટે એ સુખાકારી જ હશે.

હા, માનું છું કે હજુ ઘણું બધું કરવાનું બાકી છે. રોડ, રસ્તા, ભ્રષ્ટાચાર જેવા ઘણાં પ્રશ્નો આ દેશમાં છે. પરંતુ એ બધું જ સરખું કરવા માટે પ્રજાએ પણ સાથ અને સહકાર આપવો જ પડશે. જો એક જાગૃત નાગરિક તરીકે આપણે આપણી જવાબદારીઓને સમજી ને ચાલીશું તો હું નથી માનતો કે આવનાર સમયમાં આપણો દેશ વિદેશો કરતાં કમ હોય.

આજે એ મહાનાયકનો જન્મ દિવસ છે જેને મારી આંખોમાં એક નવું જોમ ભર્યું છે. મને હિંમત આપી છે. મારા દેશને દુનિયામાં એક નવી ઓળખ આપી છે. અને એ મહાનાયક મારા ગુજરાતનો છે. એ વાતથી મને વધુ ગર્વ થાય છે.
હું મોદીજીનો એમના જન્મ દિવસ નિમિત્તે શુભકામનાઓ સિવાય બીજું તો શું આપી શકું ??

હા, પરંતુ એક સાચા ભારતીય તરીકે, આ દેશના એક નાગરિક તરીકે હું મોદીજીનો સાથ આપીશ. દેશના વિકાસમાં મારુ સંપૂર્ણ યોગદાન આપીશ. નિયમોનું પાલન કરીશ. સ્વચ્છતા રાખીશ. અને દેશસેવાના કાર્યોમાં હું હમેશા સહભાગી બનીશ. એવું વચન આપું છું.

Happy birthday Modiji
લે. નીરવ પટેલ “શ્યામ”

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks