ખબર

આ અબજોપતિ ઉદ્યોગપતિએ લૉકડાઉન વધારવાની ટીકા કરી, કહ્યું કે ભૂખમરાથી થશે વધુ મોત- જાણો

દેશભરમાં લાગેલા લોકડાઉનની અંતિમ તારીખ 3 મે હતી, પરંતુ આપણે સૌ જાણતા હતા કે જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે એ જોતા લોકડાઉન લંબાવવાનું છે અને લોકડાઉનને બીજા 2 અઠવાડિયા સુધી લંબાવી દેવામાં આવ્યું છે. ત્યારે દેશની દિગ્ગજ આઇટી કંપની ઇન્ફોસિસના ફાઉન્ડર નારાયણ મૂર્તિનું એક મોટું નિવેદન સામે આવ્યું છે.

Image Source

નારાયણ મૂર્તિએ જણાવ્યું છે કે જો 3 મે પછી પણ લોકડાઉન વધારવામાં આવશે તો કોરોના વાયરસ કરતા પણ વધારે મૃત્યુ ભૂખ ના કારણે થશે, એ માટે તેમને સરકારને પ્રેક્ટિકલ રૂપે વિચારવા માટે સલાહ આપી છે.

દેશભરમાં હજુ કોરોનાનો ખતરો યાથવત છે અને ઘણા વિસ્તારોમાં હજુ હોટસ્પોટ જોવા મળે છે ત્યારે નારાયણ મૂર્તિએ આ બાબતે જણાવ્યું છે કે: “આપણે એ વાત પણ સમજવી પડશે કે ભારત લાંબા સમય સુધી લોકડાઉનની સ્થિતિને વધારવા માટે સક્ષમ નથી,  જો લોકડાઉનને આગળ વધારવામાં આવશે તો એક એવો સમય પણ આવશે કે જયારે કોરોનાથી વધારે મૃત્યુ ભૂખના કારણે થશે.”

Image Source

નારાયણ મૂર્તિએ જણાવ્યું હતું કે “દર વર્ષે ભારતમાં 90 લાખ લોકોના મૃત્યુ અલગ અલગ કારણોના લીધે થાય છે, જો તમે 90 લાખ લોકોના મૃત્યુની તુલના પાછલા બે મહિનામાં થયેલા મૃત્યુથી કરશો તો જાણવા મળશે કે આ ચિંતા કરવા જેવી સ્થિતિ નથી, આપણે આ વાયરસને સામાન્ય સ્થિતિની જેમ સ્વીકાર કરવો પડશે.”

Image Source

લોકડાઉનના કારણે આપણા દેશે મોટા પ્રમાણમાં આજીવિકાનો ખોઈ નાખી છે એવું નારાયણ મૂર્તિનું માનવું છે, જો લોકડાઉન આગળ વધે છે તો ઘણા લોકો પોતાની આજીવિકા ખોઈ બેસસે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.