સગીર વિધાર્થીની પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા અને જેલમાં બંધ આસારામના પુત્ર નારાયણ સાંઈ સાત વર્ષ જેલમાંથી બહાર આવ્યો છે. આજે ગુજરાત હાઇકોર્ટ તેની માતાની સારવાર માટે 14 દિવસના જામીન મંજુર કર્યા છે. નારાયણ સાંઈ પર સુરતની સાધ્વી પર બળાત્કારના આરોપસર સુરતની લાજપોર જેલમાં બંધ છે.

નારાયણ સાંઈ જેલમાંથી બાહર આવતા જ તેના અનુયાયીઓની જેલની બહાર ભીડ જામી હતી. પરંતુ નારાયણ સાંઈએ લોકોને ભીડ ના કરવા અને કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવાની અપીલ કરી હતી. નોંધનીય છે કે, ડિસેમ્બર 2013માં પોલીસે હરિયાણા નારાયણ સાંઈની ધરપકડ કરવામાં આવ્યા બાદ 7 વર્ષ બાદ પહેલીવાર જેલની બહાર આવ્યો હતો.

નારાયણ સાંઈએ જેલમાંથી બાહર આવતા રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ જણાવ્યું હતું કે,સાત વર્ષ બાદ જેલમાંથી બહાર આવ્યો છું. નારાયણ સાંઈના માતાની તબિયત સારી ના હોવાથી જામીન અરજી કરી હતી. હાઇકોર્ટ જામીન મંજૂર કરતાં 5000 રૂપિયાના બોન્ડ જેલમાં જમા કરાવવાનો આદેશ કર્યો છે.

જણાવી દઈએ કે, નારાયણ સાંઈએ આ પહેલા પણ જામીન અરજી કરી હતી. પરંતુ કોર્ટે આ અરજી નકારી કાઢી હતી. નારાયણસાંઈએ નવેસરથી કોર્ટમાં અરજી કરીને જણાવ્યું હતું કે, તેની માતાનું હ્ર્દય હાર્ટ એટેકને કારણે 40 ટકા જ કામ કરે છે તેથી તેને પરિવારને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તો બીજી તરફ નારાયણ સાંઈના પિતા આસારામ પણ હાલ જોધપુર જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યા છે.