પદ્મશ્રી વિજેતા ગરિકાપતિ નરસિમ્હા રાવે અલ્લૂ અર્જુનની પુષ્પાને લઇને કહી એવી કડવી કડવી વાતો કે…

સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ પુષ્પા: ધ રાઇઝ સમગ્ર વિશ્વમાં રેકોર્ડબ્રેક પ્રદર્શન કરી રહી છે. દક્ષિણમાં ઘણા દર્શકો માટે ‘ભગવાન’ અલ્લુ અર્જુનની ફેન ફોલોઈંગ પણ ઘણી વધી રહી છે. દરેક લોકો ફિલ્મ અને અલ્લુ અર્જુનના વખાણ કરી રહ્યા છે, પરંતુ કેટલાક લોકો આ ફિલ્મથી નારાજ પણ છે. ડાયલોગ્સથી લઈને ફિલ્મી ગીતો પણ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યા છે, જેના પર લાખો રીલ્સ બની છે. દરેક જણ આ ફિલ્મની સ્ટારકાસ્ટના વખાણ કરતાં થાકતા નથી, પરંતુ શું પુષ્પા લોકોને કોઈક સારો સંદેશ આપે છે ? મનોરંજક તરીકે સુકુમારની ફિલ્મ રસપ્રદ છે જેમાં દરેક કલાકારે પોતાના અભિનયથી દિલ જીતી લીધા છે, પરંતુ તેમાંથી શું શીખવાનું છે, તો જવાબ કદાચ કંઈ જ હશે. પદ્મશ્રી ગરિકાપતિ નરસિમ્હા રાવ પણ તેમાંથી એક છે. પદ્મશ્રી ગરિકાપતિ નરસિમ્હા રાવે અલ્લુ અર્જુનની પુષ્પા પર પ્રહાર કર્યા હતા.

તેમણે કહ્યું કે આવી ફિલ્મોને કારણે સમાજમાં અત્યાચાર વધે છે.. ફિલ્મ પર હિંસાને પ્રોત્સાહન આપવાનો આરોપ પણ તેમણે લગાવ્યો છે.. નરસિમ્હા રાવનું કહેવું છે કે પુષ્પા હિંસાને પ્રોત્સાહન આપે છે અને આ ચિંતાનો વિષય છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ અનુસાર, એક ઈન્ટરવ્યુ દરમિયાન નરસિમ્હા રાવે ફિલ્મ વિશે પોતાનો અભિપ્રાય આપ્યો હતો.

નરસિમ્હા રાવે કહ્યુ હતુ કે, ‘આ ફિલ્મ અગમ્ય છે અને તે એક ખતરનાક દાખલો બેસાડી રહી છે. ફિલ્મમાં એક સ્મગલરને મહિમા આપવામાં આવ્યો છે અને તેને હીરો કહેવામાં આવ્યો છે. તે કોઈને મારી નાખે છે અને પ્રેક્ષકો તેને હીરો કહે છે. જો હું ક્યારેય કોઈ દિગ્દર્શક કે અભિનેતાને મળીશ તો હું ચોક્કસ તેમને ફિલ્મ વિશે પૂછીશ.

નરસિમ્હા રાવે એવો સવાલ પણ ઉઠાવ્યો હતો કે જો કોઈ ચાહક પ્રેરિત થઈને ફિલ્મના હીરોની જેમ અભિનય કરવા લાગે તો તેની જવાબદારી કોણ લેશે ? પદ્મશ્રી વિજેતા ગરિકાપતિ નરસિમ્હા રાવે અન્ય ઘણી ફિલ્મોની પણ ટીકા કરી છે. તેમણે એમ પણ કહ્યું કે મનોરંજનના નામે કંઈ પણ પીરસવામાં આવી રહ્યું છે. નરસિમ્હા રાવે કહ્યું, ‘જો કોઈ રસ્તામાં કોઈને થપ્પડ મારે તો જવાબદારી કોણ લેશે?’

પુષ્પાના મેકર્સ કે એક્ટર્સે હજુ સુધી આ ટિપ્પણી પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. ઘણા નેટીઝન્સે જણાવ્યું કે તેઓ કેવી રીતે તેમની ડ્રેસિંગ સેન્સ માટે મહિલાઓને દોષ આપે છે. તેઓ માને છે કે મહિલાઓની ડ્રેસિંગ તેમની સાથેના ગુનામાં વધારો કરવાનું કારણ છે. ઘણા લોકો તેમની વિચારધારા સાથે સહમત નથી અને તેઓ હવે પુષ્પા વિરુદ્ધ રેટરિક કરી રહ્યા છે. ‘પુષ્પા: ધ રાઇઝ’ ગયા વર્ષે ડિસેમ્બરમાં સ્ક્રીન પર આવી હતી અને તે માત્ર તેલુગુ રાજ્યોમાં જ નહીં પરંતુ ઉત્તર ભારતમાં પણ ભારે હિટ રહી હતી.

Shah Jina