અમદાવાદમાં 11 માસની બાળકીને સાચવી રહેલી આયા એ કર્યો ભયંકર કાંડ, માં-બાપ પરિવાર ફફડી ઉઠ્યા

આંખ, કાન ઉઘાડનાર કિસ્સો: આયાએ 11 માસની દીકરી સાથે જે ગંદુ કૃત્ય કર્યું એ જાણીને હચમચી જશો

આજના સમયમાં મોટાભાગના ઘરની અંદર જોઈએ તો પતિ અને પત્ની બંને કામ કરતા હોય છે. આજે મોટાભાગની મહિલાઓ સંયુક્ત કુટુંબમાં રહેવાનું પણ પસંદ નથી કરતી અને ઘણા માતા પિતાઓ ગામડું છોડવા માટે તૈયાર નથી હોતા તેના કારણે પતિ અને પત્ની બંને એકલા જ શહેરમાં રહીને જીવન વિતાવતા હોય છે અને જયારે તેમનું સંતાન થાય ત્યારે તેને સાચવવા માટે તે કોઈ આયા પણ રાખતા હોય છે.

પરંતુ હાલ અમદાવાદમાંથી જ એક ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે, જે સાંભળીને કોઈના પણ હોશ ઉડી જાય. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદની અંદર ચાંદખેડાના એક પૉશ વિસ્તારની અંદર રહેતા એક દંપિતએ પોતાની 11 માસની દીકરીને સાચવવા માટે એક આયા રાખી હતી. આ દંપતીમાં પતિ અને પત્ની બંને આઇટી પ્રોફેશન સાથે સંકળાયેલા હોવાના કારણે તેમને દીકરીને સાચવવાનો સમય મળી રહ્યો નહોતો, જેના કારણે દીકરીની દેખરેખ આયા જ રાખી રહી હતી.

આ આયા તેમને ઓનલાઇન એક એજન્સી દ્વારા મળી હતી. જેનું નામ બિંદુ હતું.  આ દંપતીની 11 માસની બાળકીને સાચવવા માટે બિંદુને 18 હજાર રૂપિયા પગાર પણ આપવામાં આવતો હતો. શરૂઆતમાં બિંદુ બાળકીને ખુબ જ સારી રીતે સાચવતી હતી, પરંતુ તેના મનમાં તો કંઈક અલગ જ રમત ચાલી રહી હતી.

આ દરમિયાન જ બાળકીના પિતા ઉપર એક અધિકારીનો ફોન આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું કે, “તમે બાળકને સાચવવા માટે આયા રાખી છે તેનું નામ બિંદુ છે?” આ ઉપરાંત તેમને ફોન ઉપર એવી પણ માહિતી મળી કે, સમગ્ર દેશમાં હ્યુમન ટ્રાફિકિંગ સાથે જોડાયેલી ગેંગ પાસે તમારી દીકરીના ફોટો છે. બિંદુ માહીને વેચવા માગે છે. અધિકારીની વાત સાંભળીને બાળકીના પિતા પણ ખુબ જ ગભરાઈ ગયા હતા. તેમને તરત ફોન કરીને તપાસ કરી કે બાળકી ક્યાં છે ત્યારે તેમને જાણવા મળ્યું કે બિંદુ અને બાળકી ઘરે જ છે.

આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ ત્યારે થયો જયારે  બિંદુ નામની મહિલા છે જે ગરીબીના કારણે પોતાનું બાળક દત્તક આપવા માંગે છે. જેથી પશ્ચિમ બંગાળના દંપત્તિએ બાળકીના ફોટો માંગ્યા હતાં. બિંદુએ બાળકી સાથે ફોટો પાડીને મોકલ્યા હતાં. ત્યાર બાદ દંપતીએ ફોન પર બિંદુ સાથે વાત કરી ત્યારે બાળકીના બર્થ ડે વિશે પૂછ્યું તો તે જવાબ આપી નહોતી શકી. અહીં થી જ બંગાળના દંપતીને શંકા ગઈ હતી. જેના બાદ તેમને પોલીસને જાણ કરી હતી અને આખો ભેદ ઉકેલાયો હતો.

Niraj Patel