ખબર

હવે આ જગ્યાએ પણ લાગુ કરવામાં લોકડાઉન, 15 એપ્રિલ સુધી પ્રતિબંધ, જાણો શું શું રહેશે બંધ ?

કોરોના વાયરસે ફરીવાર ઉથલો માર્યો છે, ત્યારે દેશભરમાંથી હવે હજારો કેસ સામે આવી રહ્યા છે. એક તરફ લોકડાઉનમાં છૂટછાટ મળી છે તો બીજી તરફ દેશના ઘણા શહેરોમાં કોરોનાથી સાવચેતી રાખવા માટે લોકડાઉન લગાવી દેવામાં આવ્યા છે.

પ્રતીકાત્મક તસ્વીર

હાલ મળતી ખબર પ્રમાણે મહારાષ્ટ્રના નંદુરબારમાં પણ લોકડાઉન લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નંદુરબારમાં આજે 31 માર્ચની રાતથી જ 15 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કકરવામાં આવી છે.

તો આ ઉપરાંત પંજાબ, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ સમેત દેશના ઘણા રાજ્યોમાં કોરોનાના વધતા સંક્રમણને જોતા રાત્રી કરફ્યુ પણ લગાવી દેવબામાં આવ્યું છે. ઘણા રાજ્યો એવા પણ છે જે નાઈટ કર્ફ્યુ લગાવવાનો વિચાર કરી રહ્યા છે.

પ્રતીકાત્મક તસ્વીર

નંદુરબારમાં સ્થાનક બજાર, સિનેમાહોલ, મોલ અને ધામ્રિક સ્થળો બંધ રાખવામાં આવશે. તમને જણાવી દઈએ કે જિલ્લામાં પ્રતિદિવસે 400થી પણ વધારે કેસ સમયે આવી રહ્યા છે. એવામાં પ્રસાશન દ્વારા લોકડાઉન લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ દરમિયાન નંદુરબારમાં લોકલ ટ્રાન્સપોર્ટ પણ બંધ રાખવામાં આવશે અને કોઈપણ પ્રકારની ગાડીઓ નહિ ચાલે. પેટ્રોલ પંપ ફક્ત આવશ્યક સેવાઓ અને સરકારી અધિકારીઓ માટે અને આવશ્યક વાહનોને જ ઇંધણ આપશે.

પ્રતીકાત્મક તસ્વીર

જિલ્લા પ્રસાશનમાં એક અધિકારીએ જણાવ્યું કે પેટ્રોલ પંપના પ્રબંધકો ઇંધણ આપતા પહેલા વાહનના માલિકનું આઈડી કાર્ડ તપાસ કરશે. લોકડાઉન દરમિયાન સ્કૂલ, કોલેજ અને કોચિંગ સંસ્થાન પણ બધી રહેશે. જોકે, ઓનલાઇન કોચિંગ ક્લાસ ચાલુ રહેશે. ક્રિયાના અને શાકભાજીની દુકાનો દરરોજ સવારે 6થી 11 સુધી જ ખુલ્લી રાખી શકાશે.